Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવાના કામમાં લાલીયાવાડી:મનપા દ્વારા ટીપરવાનની અનિયમિતતાને લઈ એજન્સીઓનું 3 માસનું 33 કરોડનું બિલ અટકાવાયું, ફરિયાદો મળતા પદાધિકારીઓ એક્શન મોડમાં

    3 days ago

    રાજકોટ કોર્પોરેશન દ્વારા ઘરે-ઘરેથી કચરો લાવવા માટે ટીપરવાનની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જોકે શહેરના અનેક વિસ્તારોમાં ટીપરવાન નિયમિત આવતી નહીં હોવાની ફરિયાદો સામે આવી રહી છે. તો કેટલાક વિસ્તારોમાં ટીપરવાન સાથે આવતા લોકો કચરો લેવાનો ઇનકાર કરતા હોવાની ફરિયાદો પણ સમયાંતરે મળતી હોય છે. આ મામલે જનરલ બોર્ડમાં ખુદ શાસક પક્ષનાં કોર્પોરેટરો દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જેને લઈને મેયર અને સ્ટે. ચેરમેન એક્શન મોડમાં આવ્યા છે. અને એજન્સીઓનું 3 મહિનાનું રૂ. 33 કરોડનું બિલ રોકી દેવામાં આવ્યું છે. અને કોન્ટ્રાકટ લેતી વખતે સ્વચ્છતાની કરેલી મોટી-મોટી વાતો મુજબ કામ કરવા આદેશ પણ આપવામાં આવ્યા છે. એજન્સીઓનું છેલ્લા 3 મહિનાનું બિલ રોકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો દિવ્યભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન પરેશ પીપળીયાએ જણાવ્યું હતું કે, હાલ ટીપરવાનની સેવા માટે અરહમ, એવરગ્રીન, તેમજ ઓમ સ્વચ્છતા નામની ત્રણ એજન્સીઓને જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લે થયેલા 1100 કરોડનાં કોન્ટ્રાકટમાં તમામ એજન્સીઓ દ્વારા રાજકોટ શહેરને સ્વચ્છ કરવા માટે અને સ્વચ્છતાની બાબતમાં રાજકોટ શહેરનો રેન્ક ઉપર લાવવા માટેની ખાતરીઓ આપવામાં આવી હતી. જોકે એજન્સીઓ દ્વારા આ મુજબની કોઈ કામગીરી થતી નહીં હોવાનું સામે આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે રાજકોટ શહેરના જ અનેક વિસ્તારોમાં ટીપરવાન નિયમિત આવતી નહીં હોવાની તેમજ સમયસર આવતી નહીં હોવાની ફરિયાદો વારંવાર અમને મળી રહી છે. જેને ધ્યાનમાં રાખીને એજન્સીઓને તાકીદ કરવામાં આવી હતી. આમ છતાં કામમાં સુધારો નહીં થતા હવે એજન્સીઓનું છેલ્લા 3 મહિનાનું બિલ રોકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવા કોન્ટ્રાકટ મુજબ એજન્સીઓને માસિક રૂ. 11 કરોડ જેવી મોટી રકમ ચુકવવામાં આવી રહી છે. જે મુજબ હાલ રૂ. 33 કરોડનું એજન્સીઓનું બિલ અટકાવી દેવામાં આવ્યું છે. આગામી સમયમાં કામગીરીમાં સુધારો નહીં આવે તો વધુ આકરા પગલાં લેવામાં આવશે. ન્યુસન્સ પોઇન્ટ નાબૂદ કરવામાં પણ લક્ષ્યાંક મુજબ કામ નહીં ઉલ્લેખનીય છે કે, શહેરમાં ન્યુસન્સ પોઇન્ટ નાબુદ કરવા પ્રયત્નો ચાલુ છે. પરંતુ જે તે વખતે નકકી થયેલા લક્ષ્યાંક મુજબ હજુ ન્યુસન્સ પોઇન્ટ સાફ થતા નથી. વળી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન જેના પર જ અડધાથી વધુ સફાઇ વ્યવસ્થાનો મદાર છે તેમાં ક્ષતિઓ દેખાઇ રહી છે. કોલ સેન્ટરમાં પણ આ સંબંધીત ફરીયાદોનો ઢગલો થયો છે. તંત્ર દ્વારા શહેરના તમામ 18 વોર્ડમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરી માટે 585 ટીપરવાન દોડાવવામાં આવી રહી છે. હાલ પદાધિકારીઓએ કોઈ એજન્સીને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની કામગીરીના બીલ નહીં ચૂકવવા સૂચના આપતા ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર માસનું બીલ કલીયર કરાયું નથી. દર મહિને 11 કરોડ મુજબ હિસાબ કરવામાં આવે તો આ રકમ રૂ. 33 કરોડ થાય છે.
    Click here to Read More
    Previous Article
    કરવા ચોથ પર લેબમાં બનાવેલા હીરાની માગ:અસલી હીરા જેવી ચમક, કિંમત 70% ઓછી; ખરીદતા પહેલાં જાણો ટેક્સ સંબંધિત નિયમો
    Next Article
    ચિરાગ પાસવાનની LJPના ગુજરાત પ્રમુખને બિશ્નોઈ ગેંગની હત્યાની ધમકી:આશીષ પટેલના છોકરા ઉઠાવવાની પણ ધમકી, પાર્ટી હોદ્દેદારો પાસેથી 90 લાખ પડાવ્યાંના આક્ષેપ; ગૃહમંત્રી-DGને પત્ર લખી રક્ષણ માંગ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment