Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિરાગ પાસવાનની LJPના ગુજરાત પ્રમુખને બિશ્નોઈ ગેંગની હત્યાની ધમકી:આશીષ પટેલના છોકરા ઉઠાવવાની પણ ધમકી, પાર્ટી હોદ્દેદારો પાસેથી 90 લાખ પડાવ્યાંના આક્ષેપ; ગૃહમંત્રી-DGને પત્ર લખી રક્ષણ માંગ્યું

    4 days ago

    પંચમહાલ જિલ્લાના ગોધરાના રહીશ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી-LJPના ગુજરાત પ્રદેશ પ્રમુખ આશિષ પટેલને બિશ્નોઈ ગેંગના સાગરીત તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ધમકી સંદીપસિંગ ઉર્ફે સેન્ડી નામના શખ્સે LJPના પ્રદેશ મહામંત્રી અનિલ પટેલને ફોન કરીને આપી હતી. ધમકીના પગલે આશિષ પટેલે ગૃહમંત્રી અને DGPને પત્ર લખીને પોલીસ રક્ષણ માંગ્યું છે. આશિષ પટેલની હત્યા અને તેમના છોકરા ઉઠાવવાની ધમકી LJPના પ્રદેશ મહામંત્રી અનિલ પટેલે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેમને 24 ઓકટોબરે બપોરે 3:53 મિનિટે કોલ આવ્યો હતો જેમાં સંદીપસિંગ ઉર્ફે સેન્ડી નામના શખ્સે પ્રદેશ પ્રમુખ આશિષ પટેલને મારી નાખવાની અને તેમના છોકરા ઉઠાવવાની ધમકી આપી હતી. આશિષ પટેલે ભાસ્કરને એ પણ જણાવ્યું કે સંદીપસિંગ દિલ્લીનો છે અને અમદાવાદમાં રહે છે. અગાઉ 3 મહિના પહેલા પાર્ટીની અમદાવાદ ઓફિસે આવેલો અને પાર્ટીમાં જોડાવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. એ સમયે તેણે કહ્યું હતું કે તે પાર્ટી માટે કામ કરશે અને ખર્ચ પણ કરશે. પરંતુ તેનું આધારકાર્ડનું એડ્રેસ દિલ્લીનું હોવાથી અને તેની ચાલ ચલગત શંકાસ્પદ લાગતાં તેને ગુજરાતમાં પાર્ટીમાં સામેલ કરવો યોગ્ય ન જણાતા પાર્ટી તરફથી તેને કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો ન હતો. અબ મૈં બતાતા હું બાપ કૌન હૈં : સંદીપસિંગની આશિષ પટેલને ધમકી આ સમગ્ર મામલે LJPના ગુજરાત પ્રદેશ પ્રમુખ આશિષ પટેલે 26 ઓકટોબરના દિવસે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના DGPને પત્ર લખીને પોલીસ રક્ષણ માંગ્યું છે. પત્રમાં તેમને મળેલી ધમકીનો ઉલ્લેખ કર્યો છે કે, “ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશિષ પટેલ કો મેં નિપટા દૂંગા. વો સબકા બાપ બનકે ઘૂમતા હૈં, અબ મૈં બતાતા હું કી બાપ કૌન હૈં.” પાર્ટી હોદ્દેદારો પાસેથી 90 લાખ પડાવ્યાં : આશિષ પટેલ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં LJPના ગુજરાત પ્રદેશ પ્રમુખ આશિષ પટેલે જણાવ્યું કે અગાઉ સંદીપસિંગ ઉર્ફે સેન્ડીએ તેમની પાર્ટીના 8 જેટલા હોદ્દેદારો પાસેથી બિશ્નોઈ ગેંગ સાથે કામ કરું છું એવું કહીને યેનકેન પ્રકારે 90 લાખ રૂપિયા જેટલી મોટી રકમ પડાવી લીધી છે. આ લોકો બિશ્નોઈ ગેંગથી ડરતા હોવાથી ખૂલીને સામે નથી આવ્યાં. સંદીપસિંગ પંજાબની કોઈ ગેંગ સાથે પણ કામ કરે છે. આ સમગ્ર મામલે LJPના ગુજરાત પ્રદેશ પ્રમુખ આશિષ પટેલ કે મહામંત્રી અનિલ પટેલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ નથી નોંધાવી. પાર્ટી સાથે ચર્ચા કરીને કોઈ નિર્ણય આ અંગે નિર્ણય લેશે તેવું જણાવ્યું હતું. તેમણે માંગ કરી છે કે સંદીપસિંગ ઉર્ફે સેન્ડીની ગતિવિધિઓ અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેની તેની સંડોવણીની તપાસ થવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ઘરે-ઘરેથી કચરો એકત્ર કરવાના કામમાં લાલીયાવાડી:મનપા દ્વારા ટીપરવાનની અનિયમિતતાને લઈ એજન્સીઓનું 3 માસનું 33 કરોડનું બિલ અટકાવાયું, ફરિયાદો મળતા પદાધિકારીઓ એક્શન મોડમાં
    Next Article
    Shots Fired At Delhi Businessman's Home, Cops Probe Lawrence Bishnoi Link

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment