Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસના 3 ઉમેદવારના નામ AMCની મતદાર યાદીમાંથી ગાયબ:નવરંગપુરા, ઈન્દ્રપુરી અને ચાંદલોડિયા વોર્ડના ઉમેદવાર ફોર્મ નહીં ભરી શકે, નવા નામ જાહેર થશે

    13 hours ago

    ગુજરાત કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ઉમેદવારોના નામને લઈને રાત્રે 2-2 વાગ્યા સુધી બેઠકો કરી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ સહ પ્રભારી બી. વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષની સાથે બેઠક મળી હતી. જેમાં નિર્વિવાદીત ઉમેદવારના નામ પર ચર્ચા કરી તેની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી. મોટાભાગે આ યાદીમાં એવી બેઠક અને ઉમેદવારનો સમાવેશ કરવામાં આવ્યો હતો કે જેને લઈને કોઈ વિવાદ સર્જાય નહીં, પરંતુ તેમ છતાં એક-બે બેઠક પર સ્થાનિક કાર્યકર્તાઓએ રોષ વ્યક્ત કરી ઉમેદવાર બદલવા માગ કરી હતી. જેને શાંત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે ત્યાં બીજા ઉમેદવારો ફોર્મ પણ નહીં ભરી શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. 3 ઉમેદવાર ફોર્મ જ નહીં ભરી શકે કોંગ્રેસની પહેલી યાદીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે 32 વોર્ડમાં ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 12 વોર્ડમાં તો આખી પેનલ જાહેર કરવામાં આવી છે તો કુલ 92 ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારી દીધા છે. હવે સ્થિતિ એવી સર્જાઈ છે કે જેમાંથી 3 જેટલા ઉમેદવારો ઉમેદવારી ફોર્મ જ નહીં ભરી શકે. ટિકિટ મળ્યા બાદ ઉમેદવારોના ખુશી જોવા મળી હતી. પરંતુ જ્યારે ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ એકઠા કરવાનું શરૂ કર્યું ત્યારે નવી મતદાર યાદી જોઈને ઉમેદવારો પણ ચોંકી ગયા હતા. 3 ઉમેદવારોના નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાંથી ગાયબ 3 જેટલા ઉમેદવારોના નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયા છે. નવરંગપુરા વોર્ડના ઉમેદવાર ભાવનાબેન જાડેજા, ઇન્દ્રપુરી વોર્ડના ઉમેદવાર ધનીબેન જાડેજા અને ચાંદલોડિયા વોર્ડના ઉમેદવાર ચંદ્રકાંત ગજ્જરનું નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાંથી ગાયબ થઈ ગયું છે. ઉમેદવારની યાદી જાહેર થયા બાદ ઉમેદવારોને ખબર પડી કે તેમનું નામ મતદાર યાદી નથી. ઉમેદવારોએ 2 દિવસ સુધી મતદાર યાદીમાં નામ એડ કરવા ધક્કા ખાધા છે, પરંતુ હવે આ ત્રણેય ઉમેદવારોના નામ મતદાર યાદીમાં એડ થઈ શકે તેવું નથી. જેથી ટિકિટ મળવા છતાં ઉમેદવારો ચૂંટણી નહીં લડી શકે એટલું જ નહીં મતદાન પણ નહીં કરી શકે. જેથી કોંગ્રેસે હવે આ ત્રણેય વોર્ડમાં નવા ઉમેદવારના નામની જાહેરાત કરવી પડશે. ‘વિધાનસભાની યાદીમાં નામ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યાદીમાં નથી’ નવરંગપુરા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર ભાવનાબેન જાડેજાએ જણાવ્યું હતું કે, વિધાનસભાની યાદીમાં નામ છે, ભાગ નંબર સીરિયલ નંબર અને પોલીસ સ્ટેશનનું નામ પણ આવી ગયું છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની મતદાર યાદીમાં મારું નામ નથી. ચૂંટણી લડવા માટે તમામ તૈયારીઓ કરી દીધી હતી. દરેક વોર્ડમાં જન સંપર્ક પણ શરૂ કરી દીધો હતો. તેમ જ પાર્ટીએ ટિકિટ આપતા ખુશી પણ હતી, પરંતુ હવે મતદાર યાદીમાં નામ ન હોવાથી ઘણું દુઃખ થઈ રહ્યું છે. કોર્ટમાં જવાની તૈયારી ત્રણ વોર્ડમાં મારું નામ સમિતિએ મૂક્યું હતું. વિધાનસભાની મતદાર યાદીમાં નામ આવી ગયું હોવાથી એવું લાગ્યું હતું કે કોર્પોરેશનની મતદાર યાદીમાં પણ નામ આવી જશે. ત્રણ વોર્ડની યાદીમાં બુથ પ્રમુખો સાથે નામ ચેક કર્યું, પરંતુ ક્યાંય પણ નામ જોવા મળ્યું નથી. જ્યારે નવા વાડજમાં આવેલા મહેસૂલ ભવનમાં ગઈ ત્યારે ત્યાંના અધિકારીઓએ એવું કહ્યું હતું કે હવે આમાં અમે બીજી કોઈ મદદ નહીં કરી શકીએ. જેથી હવે વકીલોની સલાહ મુજબ કોર્ટમાં જવાની પણ તૈયારી કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર અકસ્માતમાં ચાર મૃતક યુવાનોના પરિવારને સહાય:મોરારીબાપુએ સંવેદના વ્યક્ત કરી, પરિજનોને આર્થિક સહાય જાહેર
    Next Article
    હવામાનમાં પલટો:સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે માવઠાંની આગાહી, 15 મે પછી ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment