Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વઢવાણમાં ભાજપે નૂતન વર્ષનું સ્નેહમિલન યોજ્યું:નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં ગુજરાતની 182 બેઠકો પર કાર્યક્રમ, વર્ષાબેન દોશી અને ધારાસભ્ય જગદીશ મકવાણા જોડાયા

    18 hours ago

    વઢવાણ વિધાનસભા પરિવાર દ્વારા નૂતન વર્ષની ઉજવણી માટે સ્નેહમિલન યોજાયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ હાજરીમાં ગુજરાતની તમામ 182 વિધાનસભા બેઠકો પર આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. સૌએ નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરી હતી.આ પ્રસંગે ભાજપનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા હાજર રહ્યા હતા. સંગઠનના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંગઠનની એકતા, કાર્યકર્તાઓ વચ્ચેના સ્નેહ અને જનસેવાના સંકલ્પને મજબૂત બનાવવાનો સંદેશ અપાયો હતો. નવા વર્ષમાં સહકારથી જનસેવા અને વિસ્તારના વિકાસકાર્યો આગળ વધારવાનો સંકલ્પ પણ વ્યક્ત કરાયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    Without Giannis Antetokounmpo, Bam Adebayo Steps Up With LeBron James Record-Equalling Performance For Miami Heat
    Next Article
    અમદાવાદમાં ડ્રગ્સ વેચનારા હવે ઘર વિનાના થશે:સરખેજમાં નાર્કોટિક્સના આરોપીઓના 3 ગેરકાયદે મકાનોને AMC-પોલીસે બુલડોઝરથી તોડી પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment