Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં બાઈક ન આપવાનો ખાર રાખી યુવાનનું અપહરણ:માર મારી રૂ.8 હજાર પડાવ્યા, અપહરણકારોએ યુવકના ભાઈને પણ છરી મારી; 3 સામે પોલીસ ફરિયાદ

    2 days ago

    મોરબીના વજેપર વિસ્તારમાં બાઈક ન આપવાના મુદ્દે ત્રણ શખ્સોએ એક યુવાનનું ધોળા દિવસે અપહરણ કરી માર માર્યાની ઘટના સામે આવી છે. આરોપીઓ યુવાનને સ્કૂટર પર બેસાડી અલગ-અલગ જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં ઢીકાપાટુ તેમજ લાકડાના ધોકા વડે માર માર્યો હતો. ત્યારબાદ તેની પાસેથી ઓનલાઈન રૂ.8 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા અને ઓપો કંપનીનો મોબાઇલ ફોન પણ લૂંટી લીધો હતો. એક્સેસ સ્કૂટરમાં બેસાડી અપહરણ કર્યું મળતી માહિતી મુજબ, મોરબીના વજેપર શેરી નંબર-11માં રહેતા અને મંડપ સર્વિસનો વ્યવસાય કરતા 32 વર્ષીય સંજયભાઈ ગંગારામભાઈ બાંભણીયાએ મોરબી એ ડિવિઝન પોલીસ મથકમાં ઇરફાન કરીમ, અબ્દુલ્લા ઉર્ફે અબુડી ઉર્ફે બાડો અને યુસુફ મોહમદભાઈ રતનિયા, ત્રણેય કાલિકા પ્લોટના રહેવાસી, સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ઇરફાને બે દિવસ અગાઉ સંજયભાઈ પાસે બાઈક માગ્યું હતું, પરંતુ બાઈક ન આપતાં તેનો ખાર રાખીને ત્રણેય આરોપીઓએ તેમને એક્સેસ સ્કૂટરમાં બેસાડી અપહરણ કર્યું હતું. ઘટનામાં ઇજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સંજયભાઈએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવા માટે તજવીજ હાથ ધરી છે. રૂ.8 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા, ભાઈને પણ છરી મારી અપહરણ કર્યા બાદ આરોપીઓ સંજયભાઈને અલગ-અલગ સ્થળે લઈ ગયા હતા અને ત્રણેયે સાથે મળી ઢીકાપાટુ તથા લાકડાના ધોકા વડે માર માર્યો હતો. દરમિયાન અબ્દુલ્લા ઉર્ફે બાડાએ સંજયભાઈ પાસેથી ઓનલાઈન રૂ.8 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. જ્યારે યુસુફ રતનિયાએ તેમની પાસેથી બ્લુ કલરનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન લૂંટી લીધો હતો. આ દરમિયાન સંજયભાઈના ભાઈ જગદીશભાઈ ગંગારામભાઈ બાંભણિયા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફરિયાદ મુજબ અબ્દુલ્લાએ જગદીશભાઈને પકડી રાખ્યા હતા અને ઇરફાને છરી વડે તેમના ડાબા ખભા, જમણા હાથ તેમજ કમરની નીચેના ભાગે ઘા મારતાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ ઉપરાંત આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં ઘરફોડ ચોરીનો અનડિટેક્ટ ગુનો SOGએ ઉકેલ્યો:સોના-ચાંદીના દાગીના સાથે એક આરોપી ઝડપાયો, 1.17 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    અજાણી મહિલા 5 મોબાઈલ સેરવી ગઈ:રાજકોટમાં અવારનવાર ચોરી કરતો રીઢો તસ્કર ઝડપાયો, પોલીસ ચોપડે 16 ગુનાનો ક્રિમિનલ રેકોર્ડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment