Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી:વીરપરડામાં છલોછલ કૂવામાં પાણીના જોરદાર હિલોળાએ સર્જ્યું આશ્ચર્ય

    3 days ago

    મોરબી જિલ્લામાં ચોમાસું સંપૂર્ણ પણે સક્રિય થયું હતું અને જુલાઈના અંતમાં તેમજ ઓગસ્ટની શરૂઆતથી જ પડી રહેલા ભારે વરસાદને પગલે મોટાભાગના જળાશયો અને કૂવા છલકાઈ ગયા છે ત્યારે મોરબીના વીરપરડા ગામમાં વરસાદી માહોલ બાદ આશ્ચર્યજનક ઘટના સામે આવી હતી. સામાન્ય રીતે કોઈ પણ કૂવામાં પાણી આવે ત્યારે છલકાઈ જતો હોય છે અને પાણી બહાર નીકળી જતું હોય છે. જો કે વીરપરડા ગામના એક કૂવામાં પાણી હિલોળા લેતું નજરે પડ્યું હતું. કૂવામાં પાણીની અસામાન્ય હિલચાલથી ગામમાં કુતૂહલ સર્જાયું હતું. આ હિલચાલ સામાન્ય છે, ધરતીકંપ નથી કૂતુહલપ્રેરક આ ઘટના અંગે આ વિષયના તજજ્ઞ અને ભૂસ્તરશાસ્ત્રી સાથે વાત કરતાં તેમણે ઉમેર્યું હતું કે આ હલચલ સામાન્ય છે, ધરતીકંપ કે જમીનના પેટાળની એવી કોઇ આશ્ચર્યજનક હલચલ નથી જ. વરસાદના પાણીથી કૂવો આખો ભરાઇ જાય એટલે આવું બને. જ્યારે ચારથી પાંચ ફૂટ પાણી ઓછું થશે એટલે આપોઆપ પાણીના હિલોળા બંધ થઇ જશે. કૂવામાં પાણી ઉંડુ જશે એટલે આપોઆપ સ્થિર થઇ જાય.
    Click here to Read More
    Previous Article
    શિસ્તબદ્ધ ભાજપના બે નેતાની MLAની હાજરીમાં મારામારી:સુરતમાં કાંતિ બલરની ઓફિસમાં ટીપી કમિટીના ચેરમેને મહિલા કોર્પોરેટરના પતિને માર્યા, હાથ-આંગળીમાં ફેક્ચર
    Next Article
    ભારે વિરોધ:મોરબી જિલ્લામાં વધુ 15 ગામમાં ભાજપને ‘નો એન્ટ્રી’‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment