Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિસ્તબદ્ધ ભાજપના બે નેતાની MLAની હાજરીમાં મારામારી:સુરતમાં કાંતિ બલરની ઓફિસમાં ટીપી કમિટીના ચેરમેને મહિલા કોર્પોરેટરના પતિને માર્યા, હાથ-આંગળીમાં ફેક્ચર

    2 days ago

    સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે હિંસક વળાંક લઈ ચૂક્યો છે. ઉત્તર સુરતના ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ ભાજપના બે કદાવર નેતાઓ વચ્ચે બોલાચાલી બાદ થયેલી હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટરના પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ અને મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાના પતિ મનહર વોરા વચ્ચેની આ મારામારીમાં મનહર વોરાને હાથ અને આંગળીના ભાગે ફેક્ચર થતાં સમગ્ર રાજકીય વર્તુળોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સોસાયટીના પ્રશ્નોની બેઠક લોહિયાળ બની વોર્ડ નંબર 5 (ફૂલપાડા-અશ્વિનીકુમાર) માં આવેલી ભાતની વાડી સોસાયટીના પડતર પ્રશ્નો અને ડિમોલિશન સંબંધિત રજૂઆતો અંગે ચર્ચા કરવા ધારાસભ્ય કાંતિ બલરે બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સ્થાનિક આગેવાનો અને વોર્ડના કોર્પોરેટરો હાજર હતા. સ્થાનિક આગેવાનો પોતાની રજૂઆત કરીને નીકળ્યા બાદ, અંદરોઅંદરની વર્ચસ્વની લડાઈ બહાર આવી હતી અને જોતજોતામાં બેઠકનો માહોલ ગરમ થઈ ગયો હતો. આક્ષેપોથી વાત વણસી ને મારામારી સુધી પહોંચી બેઠક દરમિયાન મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત અને સંકલન ન રાખવાના આક્ષેપો કર્યા હતા. ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે સામસામે બોલાચાલી થતાં વાત છૂટા હાથની મારામારી સુધી પહોંચી ગઈ હતી. હાજર લોકો કઈ સમજે તે પહેલાં જ ઝપાઝપીમાં મનહર વોરાને હાથ તથા આંગળીના ભાગે ફેક્ચર થઈ ગયું હતું. ધારાસભ્યની હાજરીમાં જ મારામારી ધારાસભ્યના કાર્યાલયમાં મારામારી થતાં હાજર કોર્પોરેટરો અને ધારાસભ્યએ મધ્યસ્થતા કરીને બંનેને માંડ છૂટા પાડ્યા હતા. હાથ અને આંગળીમાં ફેક્ચર થવાને કારણે મનહર વોરાને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતા. પ્રદેશ નેતાગીરી સુધી પહોંચ્યો વિવાદ પક્ષના જ બે જૂથો વચ્ચે ધારાસભ્યની ઓફિસમાં થયેલી મારામારી અને નેતાના પતિને પહોંચેલી શારીરિક ઈજાઓના સમાચાર વાયુવેગે સુરતથી ગાંધીનગર સુધી પહોંચી ગયા છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ડિમોલિશન અને ટીપી વિભાગના નિર્ણયોને લઈને ચાલતી આંતરિક ખેંચતાણમાં હવે નેતાઓ એકબીજાના હાડકાં ભાંગવા સુધી પહોંચી ગયા છે. આ બનાવ સંદર્ભે પ્રદેશ હાઇકમાન્ડ દ્વારા કડક શિસ્તભંગના પગલાં લેવાય છે કે નહીં તેના પર સૌની નજર ટકેલી છે.
    Click here to Read More
    Previous Article
    આચાર સંહિતા પૂર્ણ થયા બાદ મનપાની પ્રથમ સ્થાયી સમિતિની બેઠક:33 કામો એજંડા પર મુકાયા, પાણી, ડ્રેનેજ, રોડના કામોને આગળ ધપાવવા 75 કરોડથી વધુના કામો મંજૂરી માટે મુકાયા
    Next Article
    મોરબી:વીરપરડામાં છલોછલ કૂવામાં પાણીના જોરદાર હિલોળાએ સર્જ્યું આશ્ચર્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment