Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પીડીપીયુથી ભાઇજીપુરા સુધી રખડતા ઢોરનો ત્રાસ:ગાંધીનગરના પ્રથમ આઇકોનિક રોડ અને મેયરના વોર્ડમાં જ ગેરકાયદે પાર્કિંગ અને દબાણો

    2 days ago

    ગાંધીનગર શહેરને સ્માર્ટ અને આધુનિક લુક આપવા માટે કરોડો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ભાઇજીપુરાથી પીડીપીયુ સુધીનો શહેરનો પ્રથમ આઇકોનિક રોડ હાલમાં તંત્રની વ્હાલા દવલાની નીતિના લીધે આફતરૂપ બની ગયો છે. જે માર્ગને મોડેલ રોડ તરીકે વિકસાવવામાં આવ્યો હતો તે જ માર્ગ આજે રખડતા પશુઓ માટે આશીર્વાદરૂપ અને સામાન્ય વાહનચાલકો માટે અકસ્માતનું ઘર બની ચૂક્યો છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. મેયરના વોર્ડમાં જ ગેરકાયદે દબાણો, આડેધડ પાર્કિંગ, રખડતા ઢોરોનો ત્રાસ ગાંધીનગર મેયરના વોર્ડમાં ગેરકાયદેસર દબાણો, આડેધડ પાર્કિંગ, રખડતા ઢોરોનો ત્રાસ દિનપ્રતિદિન માઝા મૂકી રહ્યો છતાં મનપા તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ભાઇજીપુરાથી પીડિપીયુ રોડ પર કરોડો રૂપિયાનું આંધણ કરીને બનાવવામાં આવેલ પ્રથમ આઇકોનિક રોડ પર માત્ર રખડતા ઢોર જ નહીં પરંતુ આડેધડ વાહનોનું પાર્કિંગ અને રસ્તાની બંને બાજુ થતા ગેરકાયદે દબાણોએ પણ ભારે માથાનો દુખાવો ઊભો કર્યો છે. એસ્ટેટ વિભાગના કુડાસણ અને રિલાયન્સ ચોકડી વિસ્તારોમાં જ આંટાફેરા! અહીં સાયકલ ટ્રેક અને ફૂટપાથ પર દબાણો થઈ જતાં પગપાળા ચાલનારાઓ અને સાયકલ ચાલકો માટે રસ્તા પરથી પસાર થવું જોખમી બની ગયું છે. જેથી સ્થાનિક રહીશો અને વાહનચાલકો સતત અકસ્માતના ભય નીચે જીવી રહ્યા છે. નવાઈની વાત તો એ છે કે મનપાનું એસ્ટેટ વિભાગ માત્ર કુડાસણ અને રિલાયન્સ ચોકડી જેવા ચોક્કસ વિસ્તારોમાં જ આંટાફેરા મારીને કામગીરી બતાવી વાહવાહ લૂંટવામાં મશગૂલ છે. આઇકોનિક માર્ગ પર એસ્ટેટ શાખાના આંખ આડા કાન! જ્યારે પાટનગરના કરોડોના ખર્ચે બનેલા આ આઇકોનિક માર્ગ પર સર્જાયેલી ગંભીર સમસ્યાઓ પ્રત્યે એસ્ટેટ શાખાએ આંખ આડા કાન કર્યા હોય તેવું ચિત્ર ઉપસી આવ્યું છે. અહીં યોગ્ય અને નક્કર કાર્યવાહીના અભાવે શહેરની શાન ગણાતો આ રોડ હવે બદહાલીના આરે આવીને ઊભો રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા ક્યારે આડેધડ દબાણો અને ઢોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં આવશે તે મોટો સવાલ છે.
    Click here to Read More
    Previous Article
    લોન સસ્તી નહીં થાય, EMI પણ નહીં ઘટે:વ્યાજ દર 5.25% પર યથાવત; RBI ગવર્નરે કહ્યું- આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતાના કારણે મોંઘવારી વધી
    Next Article
    લાલપુર પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો:આરબલુસ ગામમાં દરોડો પાડી રૂ. 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો, 6 આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment