Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોન સસ્તી નહીં થાય, EMI પણ નહીં ઘટે:વ્યાજ દર 5.25% પર યથાવત; RBI ગવર્નરે કહ્યું- આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતાના કારણે મોંઘવારી વધી

    1 day ago

    રિઝર્વ બેંકે નવા નાણાકીય વર્ષની ત્રીજી મિટિંગમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેને 5.25% પર યથાવત રાખ્યો છે. આનાથી લોન મોંઘી કે સસ્તી નહીં થાય અને EMI પણ વધશે કે ઘટશે નહીં. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ આજે 5 ઑગસ્ટે આ અંગે માહિતી આપી હતી. RBIની છેલ્લી બેઠક જૂનમાં થઈ હતી રિઝર્વ બેંકે નવા નાણાકીય વર્ષની બીજી બેઠક જૂનમાં કરી હતી. તેમાં રેપો રેટને 5.25% પર યથાવત રાખ્યો હતો. જોકે, 2027માં મોંઘવારીના અંદાજને 4.6%થી વધારીને 5.1% કરવામાં આવ્યો હતો. આ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો યોજાવાની છે, આ આ નાણાકીય વર્ષની ત્રીજી બેઠક છે. પ્રથમ બેઠક એપ્રિલમાં થઈ હતી. RBI વ્યાજ દરમાં ફેરફાર કરવામાં ઉતાવળ નહીં કરે નિષ્ણાતોનું કહેવું છે કે ક્રૂડ ઓઇલની ઊંચી કિંમતો અને અમેરિકી ફેડરલ રિઝર્વના કડક વલણ છતાં RBI હાલ વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કરવાની ઉતાવળ નહીં કરે. કેન્દ્રીય બેંકનું સંપૂર્ણ ધ્યાન ઘરેલું મોંઘવારી, લિક્વિડિટી અને આર્થિક વિકાસ પર રહેવાની અપેક્ષા છે. ડિસેમ્બરમાં થઈ શકે છે વધારો ઇક્વિરસ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ મૌલિક પટેલે પણ દરોમાં ફેરફાર ન થવાની અપેક્ષા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધારો અને હવામાનની અસરને કારણે જથ્થાબંધ અને છૂટક મોંઘવારીમાં તેજી જોવા મળી રહી છે. આ દબાણોને કારણે આખા વર્ષ માટે CPI 4.9 ટકા રહેવાનો અંદાજ છે. પટેલે કહ્યું કે વૈશ્વિક સ્તરે કડક થતી નાણાકીય નીતિઓને જોતાં RBI ભવિષ્યના નિર્ણયોમાં સાવચેતી રાખશે. ઇક્વિરસ સિક્યોરિટીઝને આશા છે કે ડિસેમ્બરની પોલિસી સમીક્ષામાં RBI 25 બેસિસ પોઇન્ટનો વધારો કરી શકે છે. રિઝર્વ બેંક રેપો રેટ શા માટે વધારે છે અને ઘટાડે છે? રેપો રેટ મોંઘવારી સામે લડવાનું એક સાધન છે. જ્યારે મોંઘવારી વધુ હોય છે, ત્યારે સેન્ટ્રલ બેંક તેને વધારીને અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો પોલિસી રેટ વધુ હશે તો બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન મોંઘી થશે. બદલામાં, બેંકો ગ્રાહકો માટે લોન મોંઘી કરી દે છે. આનાથી અર્થતંત્રમાં નાણાંનો પ્રવાહ ઓછો થાય છે. નાણાંનો પ્રવાહ ઓછો થવાથી માગ ઘટે છે અને મોંઘવારી ઓછી થાય છે. જ્યારે અર્થતંત્ર ખરાબ સમયમાંથી પસાર થાય છે, ત્યારે રિકવરી માટે નાણાંનો પ્રવાહ વધારવાની જરૂર પડે છે. આવા સમયે, સેન્ટ્રલ બેંક પોલિસી રેટ ઘટાડે છે. આનાથી બેંકોને સેન્ટ્રલ બેંક પાસેથી મળતી લોન સસ્તી થઈ જાય છે અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે.
    Click here to Read More
    Previous Article
    बिना एक भी रुपया खर्च किए जर्मनी शिफ्ट हुई ये भारतीय लड़की, बोलीं- 'विदेश जाने का सपना ऐसे भी पूरा हो सकता है'
    Next Article
    પીડીપીયુથી ભાઇજીપુરા સુધી રખડતા ઢોરનો ત્રાસ:ગાંધીનગરના પ્રથમ આઇકોનિક રોડ અને મેયરના વોર્ડમાં જ ગેરકાયદે પાર્કિંગ અને દબાણો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment