Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાલપુર પોલીસે વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપ્યો:આરબલુસ ગામમાં દરોડો પાડી રૂ. 1.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો, 6 આરોપી ફરાર

    2 days ago

    લાલપુર પોલીસે જામનગરના આરબલુસ ગામની સીમમાં દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 9,024 બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂ. 1.30 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, દરોડા દરમિયાન વાડી માલિક સહિત છ આરોપીઓ ફરાર થઈ ગયા હતા, જેમની શોધખોળ પોલીસે શરૂ કરી છે. પોલીસે સ્થળ પરથી 9,024 બોટલ વિદેશી દારૂ (કિંમત રૂ. 69,55,548), 18,000 નંગ ઢાંકણાં (ચપલા) (કિંમત રૂ. 36 લાખ), એક મેસી ફર્ગ્યુસન 7250 ડીઆઈ ટ્રેક્ટર, ટ્રોલી અને કન્ટેનર ટ્રક સહિત કુલ રૂ. 1,30,55,548 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ દરોડો લાલપુર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ટીનુભા બચુભા જાડેજાની ફરિયાદના આધારે તા. 4 ઓગસ્ટ, 2026 ના રોજ આરબલુસ ગામની એક વાડીમાં પાડવામાં આવ્યો હતો. ત્યાં વેચાણના હેતુસર સંતાડી રાખેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ગુનામાં હરદેવસિંહ મંગળસિંહ જાડેજા, ભાવેશ જેઠા પરમાર, દશરથસિંહ વનરાજસિંહ જાડેજા, ટ્રેક્ટરના ચાલક-માલિક, કન્ટેનરના ચાલક-માલિક તેમજ સ્થળ પરથી નાસી ગયેલા કાળા રંગના સ્પોર્ટ્સ યુટિલિટી વાહન (એસયુવી)ના ચાલક-માલિક સહિત તપાસમાં ખુલાસો થાય તે તમામને આરોપી બનાવવામાં આવ્યા છે. તમામ આરોપીઓ હાલ ફરાર હોવાથી પોલીસે તેમની સઘન શોધખોળ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આરોપીઓએ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરમીટ વિના વેચાણના હેતુસર બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી વાડીમાં સંગ્રહ કર્યો હતો. તેમણે એકબીજાની મદદગારી અને ષડયંત્ર રચીને આ ગુનો આચર્યો હતો. લાલપુર પોલીસે ગુજરાત પ્રોહિબિશન અધિનિયમની કલમ 65(એ)(ઈ), 81, 83, 116(બી) અને 98(2) હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ ફરાર આરોપીઓને ઝડપી પાડવા અને દારૂના જથ્થાના સ્ત્રોતને શોધવા માટે કાર્યવાહી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પીડીપીયુથી ભાઇજીપુરા સુધી રખડતા ઢોરનો ત્રાસ:ગાંધીનગરના પ્રથમ આઇકોનિક રોડ અને મેયરના વોર્ડમાં જ ગેરકાયદે પાર્કિંગ અને દબાણો
    Next Article
    કચ્છ કલેક્ટરે ખીરસરા-વીંજાણની મુલાકાત લીધી:સ્થળ પર ગ્રામજનોની સમસ્યાઓ સાંભળી, તાત્કાલિક ઉકેલના આદેશ આપ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment