Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈશ્વિક ભારત:આજનું ચીન મેડ ઈન ઈન્ડિયા છે?

    9 hours ago

    નેહા રાવલ ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક છે. તેનો વિશ્વના અન્ય અનેક દેશો પર ઊંડો સામાજિક, આધ્યાત્મિક અને આર્થિક પ્રભાવ રહ્યો છે. ભારત અને ચીન વિશ્વની બે સૌથી પ્રાચીન જીવંત સંસ્કૃતિઓ ગણાય છે. એટલું જ નહીં, ભારત અને ચીન વચ્ચેનું સાંસ્કૃતિક આદાન-પ્રદાન બે હજાર વર્ષથી પણ વધુ સમય સુધી વિસ્તરેલું છે. ધર્મ, વેપાર અને અર્થતંત્રનાં માધ્યમથી આ બંને દેશો વચ્ચે વ્યાપક આપ-લે થઈ હતી. એક તરફ ભારતે ચીન પાસેથી ચાની ખેતી, રેશમનું ઉત્પાદન, કાગળ બનાવવાની કળા અને બ્લોક પ્રિન્ટિંગની તકનીકો શીખી. તો બીજી તરફ, બૌદ્ધ ધર્મના પ્રસારને કારણે ચીન પર ભારતનો પદચિહ્ન અને સાંસ્કૃતિક પ્રભાવ અત્યંત વ્યાપક બન્યો. ચીની ફિલસૂફ હુ શિહના શબ્દોમાં: ‘ભારતે પોતાની સરહદ પાર એક પણ સૈનિક મોકલ્યા વિના, પૂરી 20 સદીઓ સુધી ચીન પર સાંસ્કૃતિક રીતે વિજય મેળવ્યો અને પોતાનું આત્મિક પ્રભુત્વ જમાવ્યું.’ સફેદ ઘોડાનું મંદિર : પ્રથમ બૌદ્ધ મંદિર ચીનના લોયંગ શહેરમાં આવેલું ‘વ્હાઇટ હોર્સ ટેમ્પલ’ (સફેદ ઘોડાનું મંદિર) પરંપરાગત રીતે ચીનમાં નિર્માણ પામેલું સર્વપ્રથમ બૌદ્ધ મંદિર માનવામાં આવે છે. તેની સ્થાપના ઈ.સ. 68માં પૂર્વીય હાન રાજવંશ દરમિયાન થઈ હતી. એક દંતકથા મુજબ, હાન વંશના સમ્રાટ મિંગને પોતાના મહેલ ઉપર એક સુવર્ણ દેવતા ઊડતા હોવાનું સ્વપ્ન આવ્યું. તેમના સલાહકારોએ આ સ્વપ્નનું અર્થઘટન ‘ભગવાન બુદ્ધના દર્શન’ તરીકે કર્યું. આથી સમ્રાટે બૌદ્ધ ધર્મ વિશે વધુ જાણવા માટે ભારત તરફ પોતાના દૂતો મોકલ્યા. પછી એ દૂતો બે ભારતીય સાધુઓ— કશ્યપ માતંગ અને ધર્મરત્ન સાથે ચીન પરત ફર્યા. તેમની સાથે બૌદ્ધ ગ્રંથો, શિલાલેખો અને બુદ્ધની પવિત્ર છબીઓ હતી, જે સફેદ ઘોડા પર લાવવામાં આવી હતી. સમ્રાટ મિંગે ઈ.સ. 68માં આ ભારતીય સાધુઓ અને પવિત્ર શાસ્ત્રોને સન્માનપૂર્વક રાખવા માટે એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું. શાસ્ત્રો વહન કરનાર પ્રાણીના માનમાં આ મંદિરનું નામ ‘સફેદ ઘોડાનું મંદિર’ રાખવામાં આવ્યું. આજે તેને ચીની બૌદ્ધ ધર્મનું જન્મસ્થળ અને ચીનમાં બૌદ્ધ ધર્મની સંસ્થાકીય સ્થાપનાનું પ્રારંભિક બિંદુ માનવામાં આવે છે. વુ ઝેતિયન : ચીનની એકમાત્ર મહિલા સમ્રાટ ચીની ઇતિહાસનું બીજું એક અત્યંત રસપ્રદ ઉદાહરણ છે ચીનની એકમાત્ર મહિલા સમ્રાટ વુ ઝેતિયન (ઈ.સ. 690-705). ચીની કન્ફ્યુશિયન પરંપરા મુજબ મહિલા સમ્રાટ બની શકતી નહોતી. તેથી વુ ઝેતિયને શાસક તરીકે પોતાની કાયદેસરતા અને સ્વીકૃતિ સ્થાપિત કરવા માટે ભારતીય બૌદ્ધ સાધુઓ, શાસ્ત્રો અને શાહી વિચારધારાનો આશરો લીધો અને સફળતાપૂર્વક 45 વર્ષ સુધી શાસન કર્યું. ભારતના મહાન બૌદ્ધ શાસક અશોકને આદર્શ માનીને તેમણે ‘ચક્રવર્તી’ની ભારતીય મનોધારણા અપનાવી. તેમણે સમ્રાટ અશોકના અનુકરણમાં 8,40,000 સ્તૂપો બનાવવાનો સંકલ્પ પણ કર્યો હતો. તેમના દરબારના ભારતીય બૌદ્ધ સાધુઓએ ‘મહારાણી વુના વિશિષ્ટ બૌદ્ધ ધર્મ’ તરીકે ઓળખાતા ગૂઢ વિચારો ફેલાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી. ચીનની લોંગમેન ગુફાઓમાં આવેલી 17 મીટર ઊંચી ‘વૈરોચન બુદ્ધ’ની ભવ્ય મૂર્તિ વુ ઝેતિયનના મુખ્ય આર્થિક દાનથી પૂર્ણ થઈ હતી. આ મૂર્તિમાં સ્ત્રીત્વનાં સુંદર લક્ષણો જોવા મળે છે, જેના આધારે વિદ્વાનો માને છે કે તેનું ઘડતર મહારાણી વુના પોતાના સ્વરૂપ પરથી કરવામાં આવ્યું હતું. (ક્રમશ:)
    Click here to Read More
    Previous Article
    બુધવારની બપોરે:અમદાવાદમાં મૌસમ ક્યારેય ના છલકે!
    Next Article
    બ્લેક એન્ડ વ્હાઈટ:અસહમત થવાને મુદ્દે સહમતિ શા માટે નહીં!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment