Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધવારની બપોરે:અમદાવાદમાં મૌસમ ક્યારેય ના છલકે!

    8 hours ago

    દરેક નોર્મલ માણસને પોતાનો પહેલો વરસાદ યાદ આવે છે, જેમાં કાં તો ટાઈલ્સ પરથી લપસી પડ્યો હોય ને કાં તો કોઈકની સાથે રોમેન્ટિકલી પલળ્યો હોય! ચાલુ વરસાદે ખભાથી ખભા અડવાની ઘટના જીવનમાં લાંબી યાદો મૂકાવે છે. અફકોર્સ, આ બંને ખભા વિજ્ઞાનીય હોવા જોઈએ. કૂવા સાથે બહાર નીકળ્યા હો એ પહેલો વરસાદ હોસ્પિટલના જનરલ વોર્ડમાં નીકળ્યા હો, એવું લાગે છે. એમને ખભા અડાડીને શું કરવાનું? આમાં ફૈબા કે માસી, મામીઓ ય ન ચાલે. સાથે ભલે હજી સુધી નહિ થયેલી સજની હોય ને ભલે એણે હજી હા ન પાડી હોય, ભલે એને ખભો અડે કે ઢીંચણ, કાંઈ ખબર પડતી ન હોય, છતાં પલળ્યાં તો એની સાથે હતાં ને...એના સ્પર્શો મધુરા જ નહિ, રોમેન્ટિક પણ હોય છે. અફકોર્સ, આવી ઘટનાઓમાં સમય અવધિ પણ લક્ષ્યમાં લેવાય છે. ચાલુ વરસાદે યુવાન પણ સુંદર સ્ત્રીને રસ્તો ક્રોસ કરાવી આપવાની ઘટના આમ નાની ભલે હોય, પણ બે-ચાર ક્ષણ માટે બંને ખભાઓનું અડકવું, લાઈફટાઈમની યાદો છોડી જાય છે. આમાં સ્માર્ટ યુવાનો રસ્તો તાબડતોબ પાર કરાવી આપતા નથી....ટાઈમ લે છે, જેથી પેલીને કોઈ તકલીફ ન પડે! આવા યુવાનો ટૂંકી વાર્તામાં માનતા નથી. એમાં ય, ખભા-સંધાન હજી એકેય વાર થયું ન હોય તો ભોગ તમારા....પેલીને ફરી વાર એનો એ જ રસ્તો પાર કરાવી આપવાની ઓફર કરી શકાતી નથી. આમાં એવું હોય છે કે, જો એ આપણી છત્રી નીચે આવી ને પહેલી વાર ખભો અડ્યો, તો તમને ખૂબ શરમ આવી હોય એવા કંઠે ‘સોરી’ બોલવાનું ને પછી તરત ‘હોં’ લગાડવાનું જ! જો ઘર આવતા સુધીમાં એની બાને વાંધો આવે એમ ન હોય તો સદરહૂ ખભો અડાડેલો જ રાખવાનો, કારણ કે વરસાદ રોમેન્ટિક છે ને છત્રી નાની છે! ટેકનિકલી, તમને કોઈ ખોટા પાડી નહિ શકે! સવાલ એ થાય છે કે, એની પહેલાં કોક કાકાને છત્રીમાં લિફ્ટ આપવી પડે તો અપાય કે નહિ? હિંદુ સંસ્કારો મુજબ તો, વડીલોને પહેલો ચાન્સ અપાય, પણ એવા ચાન્સો આપનારા ઘેર હજી વાંઢા બેઠા છે ને એમની છત્રી નીચે ડોહાઓ જ ભરાય છે. એક વાર એક ડોહો તમારી છત્રી નીચે આવી ગયો ને તરત જ કોક અદભુત લાવણ્યમયી તમારી પાસે લિફ્ટ માંગવા જ જતી હતી ને કાકો ઘુસી ગયો તો શું કરવું? ડોહાને ધક્કો મારીને કઢાય તો નહિ? વળી એ દરમ્યાન પેલીને તો બીજો છત્રીવાળો મળી ગયો હોય તો ‘થૂપ્પિસ’ કહીને પેલાને બહાર તો ના કઢાય ને? આ દર્શાવે છે કે, આપણું ચોમાસું છત્રી નીચે એકલા કાઢી નાંખવું પણ કોઈ ડોહા-ફોહાને અંદર બોલાવવો નહિ! એ તો જતો નહોતો, તે મેં બોર થઈને મારી છત્રી એને આપી દીધી. (કાણી હતી!) ભલે માનવતા ન લાગે, પણ મને કોઈ વૃદ્ધાને રસ્તો ક્રોસ કરાવી આપવાના સોટા કદી ચડતા નથી. એ કેવળ યુવાન જ નહિ, જોવી ગમે એવી ને ખભો અડાડવો ગમે એવી હોવી જોઈએ. જોકે, હું તો માર્કેટમાં વર્ષોથી કરું છું, પણ મને કહેવા દો કે, હવે પહેલાં જેવા ખભા થતા નથી. થતા હોય તો આપણા સ્વપ્નસેવી ખભા સાથે ટકરાતા એટલે કે અડતા નથી, કારણ કે માર્કેટમાંથી છત્રીઓ જ ગાયબ થઇ ગઈ છે. વરસાદ એનાથી ય પહેલો ગાયબ થઇ ગયો છે. ખાસ કરીને, અમદાવાદમાં એકાદ દિવસ વરસાદ પડી જાય, એટલે બહુ થયું! સાવ મુંબઈ જેવું નહિ કે, આપણું શહેર ધોધમાર પલળતું હોય, રસ્તે પાણીડાં ભરાણાં હોય ને આપણી સાથે ખભે ખભો મિલાવીને કોઈ ચાલતું હોય! વરસાદની ઋતુ એવી છે કે, કવિઓને ગાંડા બનાવે ને એક વરસાદમાં આઠ-દસ કવિતા-ગઝલો લખી નાંખે. કોઈ હાસ્યલેખકને આવી ઉપડતી જોઈ? આ લોકો પ્રેક્ટિકલ હોય છે. તમે વરસાદ કે ઠંડી માટે કવિતાઓ લખી તો ધોમધખતી બપોર વિશે કેમ લખતા નથી? ગળચી પરથી પરસેવો લૂછતી પ્રેમિકા ઉપર આપણી ગઝલ-કવિતા તો ઠીક, એકાદું નાનકડું હાઈકુ ય નહિ? કહે છે કે, ગરમીમાં કવિઓને ખાસ કોઈ પ્રેરણા મળતી નથી. શિયાળા ઉપરે ય બહુ ઓછા કવિઓ રઘવાયા થયા છે, પણ ચોમાસું આવે ને એમને ઝનૂનો ઉપડે છે. અહીં ગુજરાતમાં વરસાદ તો જાવા દિયો, ઠંડી ય બે-ચાર કલાક માંડ પડે છે. આ બતાવે છે કે, હાસ્યલેખકો સીઝનલ નથી હોતા, બારેમાસ સ્ફૂર્તિલા રહે છે ને બીજાઓને રાખે છે. શું વરસાદ ને શું ગરમી, એમને કોઈ સીરિયસલી લેતું નથી, કારણ તો એ લોકો જાણે, પણ હાસ્યલેખકોને સાહિત્યકારે ય ગણવામાં ય આવતા નથી. પરિષદોમાં જ્ઞાનસત્રો થાય, પ્રવચન-શ્રેણીઓ થાય પણ હાસ્ય સાહિત્ય માટે ઢેફાં ય ન થાય! અથવા તો...ઢેફાં જ થાય! બાથરૂમમાં નહાવુ અને વરસાદમાં નહાવા વચ્ચે સલામતી પૂરતો ફર્ક છે. બાથરૂમની અંદર કે બહાર તમને બચાવનારું કોઈ ન મળે, ગમે તે તકલીફમાં હો. એ યુદ્ધ તમારે એકલાએ લડવાનું છે-હેલ્પ માટે કોઈને બોલાવી ન શકાય. જ્યારે વરસાદમાં તમારો કોઈ રણીધણી જ નહિ. છાંટા વધારે આવ્યા ને તમે રસ્તા પરના ઝાડ નીચે કે કોઈ દુકાનના ઓટલે ચડી જાઓ, એ ય ક્યાં સુધી? અગાઉથી બીજા એ ઓટલે ચડેલા હોય તો પડેલે મોંઢે ય એને માટે જગ્યા તો કરી આપવી પડે છે. ધોધમાર વરસાદથી બચવા કોઈ બ્રિજ નીચે સ્કુટર ઊભું રાખો, તો એવા તો બીજા ય આઠ-દસ દુ:ખિયાઓ વગર બોલાવે આવી જાય! એમાં તક મળે તો એકબીજાની સામે અજાણતામાં જોઈ લેવાનું હોય છે ને કોઈ ઓળખીતો ભરાયો હોય તો તમારા બેમાંથી એક મરવાનો થાય છે. પલળેલાં સ્કૂટરોમાંથી એકનું ચાલુ ન થાય તો ઓળખાણની કિંમત ચૂકવીને વરસતા વરસાદમાં પેંન્ટની બાંયોના ગોળ પિંડલા વાળી, વાંકા વળી એના સ્કૂટરને ઢસડતું ઢસડતું એ બતાવે એ ગેરેજમાં લઇ જવું પડે છે.... તમારું ભલે પુલ નીચે પડ્યું રહ્યું. એ તો ચાલુ જ છે ને? આનું પતે એટલે લઇ આવવાનું! પણ દોસ્તના સ્કૂટરને ધક્કા મારી આપવામાં ગમ્મે તેટલા થાક્યા હો, ગેરેજ પહોંચ્યા પછી જ ઢીલાઢફ થવાનું, કારણ કે, જેનું બગડ્યું છે, એ તમને એના સ્કૂટર પર બેસાડીને ખેંચી જવાનો નથી! હા, એને ઉતાવળો ઉપડી નહિ હોય તો પાછો પુલ સુધી મૂકી જશે. શ્રેષ્ઠ રસ્તો એ છે કે, પુલ નીચે બન્ને સ્કૂટરો રહેવા દઇ રિક્ષા કરીને ઘેર પાછાં આવતા રહો! સિક્સર - આયર્લેન્ડ સામે શરમ નહોતી આવી તે ઈંગ્લેન્ડ સામે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી T-20 પણ વધુ પડતી શરમજનક રીતે હારી ગયા....! - પતનની શરૂઆત થઇ ચૂકી છે!
    Click here to Read More
    Previous Article
    આંતરમનના આટાપાટા:બેટા, દુનિયામાં શક્તિશાળી કોણ?
    Next Article
    વૈશ્વિક ભારત:આજનું ચીન મેડ ઈન ઈન્ડિયા છે?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment