Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપા સામે સવાલો:પોરબંદરમાં જર્જરિત આવાસો બન્યા ડેન્જર ઝોન , કે.કે.નગરમાં વધુ એક મકાનની છત ધસી પડી

    15 hours ago

    પોરબંદરમાં જર્જરિત આવાસો હવે ડેન્જર ઝોન બન્યા હોય તેમ વધુ એક ફ્લેટની છત ધસી પડી હતી.ત્યારે તંત્રની ઘોર બેદરકારી સામે સ્થાનિકોમાં પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે. શહેરમાં સરકારી આવાસોની જર્જરિત હાલત વધુ એક વખત માસૂમ જીવ માટે જોખમી સાબિત થઈ છે. પોરબંદરના કે.કે.નગર આવાસ યોજનાના બ્લોક નંબર 12માં આજે એક મકાનની છતનો મોટો ભાગ અચાનક પત્તાની મહેલની જેમ ધસી પડ્યો હતો. આ દુર્ઘટના સમયે રૂમમાં બે નાના બાળકો હાજર હતા, જેઓનો સદનસીબે આબાદ બચાવ થયો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, છતનો કાટમાળ જ્યારે નીચે પડ્યો ત્યારે મોટો અવાજ આવ્યો હતો. સદનસીબે કાટમાળ બાળકો પર ન પડતાં મોટી જાનહાનિ ટળી છે. જો કે, આ અકસ્માતે આવાસમાં રહેતા સેંકડો પરિવારોની ઊંઘ ઉડાવી દીધી છે. વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં તંત્ર કેમ નિંદ્રાધીન છે તેવો સવાલ લોકમુખે ચર્ચાઈ રહ્યો છે. મનપા સામે સવાલો,મોટી દુર્ઘટના-લોકોના મોતની રાહત જોઇ રહ્યુ છે તંત્ર આવાસોની અત્યંત બિસ્માર અને જર્જરિત હાલત અંગે સ્થાનિક રહીશો દ્વારા અગાઉ પણ અનેક રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. તેમ છતાં મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા સમયસર કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. તંત્રની આ ઘોર ઉદાસીનતા સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનો આરોપ છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને લોકોના મોતની રાહ જોઈ રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વાયરલેસ નજીક ગોળાઈ પર સર્જાયો અકસ્માત:ઇજાગ્રસ્ત યુવકને 108 મારફતે સરકારી હોસ્પિટલમાં ખસેડાયો
    Next Article
    31 લાખનું ત્રીજું ટેન્ડર બહાર પડાયું:કર્લી જળાશયમાં ગાંડીવેલ દૂર કરવામાં મજૂરો ફેઈલ જતાં મનપાએ કામ અટકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment