Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    31 લાખનું ત્રીજું ટેન્ડર બહાર પડાયું:કર્લી જળાશયમાં ગાંડીવેલ દૂર કરવામાં મજૂરો ફેઈલ જતાં મનપાએ કામ અટકાવ્યું

    14 hours ago

    પોરબંદરના કર્લી જળાશયમાં દિન-પ્રતિદિન વધતી જતી ગાંડીવેલ (જલકુંભી) પર્યાવરણ અને સ્થાનિકો માટે મોટો માથાનો દુખાવો બની ગઈ છે. મનપા તંત્ર દ્વારા રહી રહીને જાગ્યા બાદ આ વેલ દૂર કરવા રેટ કોન્ટ્રાક્ટથી મજૂરો રોકીને કામગીરી શરૂ કરાઈ હતી. પરંતુ દિવ્ય ભાસ્કરના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે કે, મજૂરોની કામગીરી કાચબા ગતિએ ચાલતી હોવાથી મનપાએ આખરે કામગીરી વચ્ચેથી જ બંધ કરી દેવી પડી છે. જ્યાં મશીનો મુકાવી કામગીરી કરવાની થતી હોય ત્યાં મજૂરો રાખવામાં આવ્યા હતા આ સમગ્ર જળાશય માંથી ગાંડીવેલ દૂર કરવામાં હાથેથી કામગીરી કરવામાં અસમર્થ રહ્યા હતા અને હજુ 4 મહિના સુધી પણ કામગીરી પૂરી થઈ શકે તેમ ન હોય જેથી હાલ મજૂરો દ્વારા કામગીરી ઠપ્પ કરવામાં આવી છે અને હવે મનપાએ ફરી એકવાર રૂ. 31 લાખના અંદાજિત ખર્ચે ત્રીજી વખત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. આ વખતે મજૂરોને બદલે મશીનોથી સફાઈ કરવાનો નવો દાવો કરવામાં આવ્યો છે. ગ્રાઉન્ડ લેવલે શું સ્થિતિ છે? મજૂરોના ભરોસે મોટું જળાશય: વિશાળ વિસ્તારમાં ફેલાયેલી ગાંડીવેલને સામાન્ય મજૂરોના હાથે સાફ કરાવવાનું આયોજન નિષ્ફળ ગયું છે. પ્રજાના નાણાંનો વ્યય અગાઉના પ્રયાસો અને રેટ કોન્ટ્રાક્ટ પાછળ થયેલો સમય અને ખર્ચ પાણીમાં ગયો છે. મશીનરી જ એકમાત્ર વિકલ્પ હવે મનપા મશીનરી લાવીને આગામી 1 માસમાં આખું જળાશય ગાંડીવેલ મુક્ત કરવાનો દાવો કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મનપા સામે સવાલો:પોરબંદરમાં જર્જરિત આવાસો બન્યા ડેન્જર ઝોન , કે.કે.નગરમાં વધુ એક મકાનની છત ધસી પડી
    Next Article
    જન્માષ્ટમીના તહેવારો અને લોકમેળા પહેલાં જ નાના ચલણની કટોકટી‎:બજારમાં છુટ્ટાની ભારે તંગી: 10- 20ની નોટો ગાયબ થતાં ગ્રાહકો-વેપારીઓ વચ્ચે ઘર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment