Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્માષ્ટમીના તહેવારો અને લોકમેળા પહેલાં જ નાના ચલણની કટોકટી‎:બજારમાં છુટ્ટાની ભારે તંગી: 10- 20ની નોટો ગાયબ થતાં ગ્રાહકો-વેપારીઓ વચ્ચે ઘર્ષણ

    13 hours ago

    પોરબંદર જિલ્લાના સ્થાનિક બજારોમાં છેલ્લા કેટલાક સમયથી નાની નોટો અને પરચૂરણની ભારે અછત સર્જાતાં સામાન્ય નાગરિકો તેમજ વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બજારમાંથી રૂ. 1,2 અને 5 ની નોટો તો પહેલાંથી જ ગાયબ થઈ ગઈ હતી, પરંતુ હવે સ્થિતિ એટલી વિકટ બની છે કે રૂ. 10 અને રૂ.20 ની નોટો મેળવવી પણ મુશ્કેલ બની ગઈ છે. વેપારી હિતેષભાઇ ઉનડકટના જણાવ્યા મુજબ, ગ્રાહકો પાસેથી મોટા મૂલ્યની નોટો આવતા સામે છુટ્ટા આપવા મુશ્કેલ બની રહ્યા છે. બજારમાં રૂ. 10 નો સિક્કો પણ સહેલાઈથી મળતો નથી. છુટ્ટા પૈસાના મુદ્દે લે-વેચ વખતે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે રોજબરોજ બોલાચાલી અને ઘર્ષણના બનાવો બની રહ્યા છે, જેના કારણે નાના વેપારીઓના ધંધા પર પણ માઠી અસર પડી રહી છે. હાલમાં જન્માષ્ટમીના તહેવારો નજીક આવી રહ્યા છે અને પોરબંદરમાં પરંપરાગત લોકમેળાનું પણ આયોજન થનાર છે. આવા સમયે જો નાની નોટો અને પરચૂરણની અછત દૂર નહીં થાય, તો મેળાઓ અને તહેવારો દરમિયાન સામાન્ય પ્રજા તથા સ્ટોલધારકોને ખૂબ જ મોટી હાલાકી ભોગવવી પડશે. બેંકો વ્યવસ્થા ગોઠવે તે જરૂરી જિલ્લાની તમામ બેંકો દ્વારા વહેલી તકે નાની નોટો અને પરચૂરણનું બહોળા પ્રમાણમાં વિતરણ કરવામાં આવે, જેથી તહેવારો ટાણે પ્રજાને પડતી હાલાકી માંથી રાહત મળી શકે. ઉલ્લેખનીય છેકે અગાઉ પણ વેપારી સંસ્થા દ્વારા પરચૂરણ અને નોટ બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    31 લાખનું ત્રીજું ટેન્ડર બહાર પડાયું:કર્લી જળાશયમાં ગાંડીવેલ દૂર કરવામાં મજૂરો ફેઈલ જતાં મનપાએ કામ અટકાવ્યું
    Next Article
    1 Killed, Dozens Injured In Russian Missile Strikes On Ukraine's Kyiv

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment