Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરારી ફરસાણને મનપાની નોટિસ:મીઠાઈમાં જીવાત મળ્યાની ફરિયાદ બાદ કાર્યવાહી

    1 day ago

    પોરબંદરમાં એમ.જી. રોડ પર આવેલી મોરારી ફરસાણ નામની મીઠાઈની દુકાનને મહાનગરપાલિકા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. દુકાનમાંથી ખરીદવામાં આવેલી મીઠાઈમાં જીવાત મળી આવ્યાની ફરિયાદ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. રાણા કંડોરણા ગામના એક યુવાને મોરારી ફરસાણમાંથી મીઠાઈ ખરીદી હતી. આ મીઠાઈમાં જીવાત જોવા મળતાં ગ્રાહકે ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને ફૂડ વિભાગ સહિત સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆત કરી હતી. આ રજૂઆતના આધારે મહાનગરપાલિકાએ દુકાનનું નિરીક્ષણ કર્યું હતું. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ-2006 હેઠળ દુકાનને વિવિધ નિયમોનું પાલન કરવા માટે નોટિસ આપવામાં આવી છે. નોટિસમાં ખાદ્યપદાર્થો ઢાંકીને રાખવા, સ્વચ્છતા જાળવવા, માખી-જીવજંતુથી બચાવની વ્યવસ્થા કરવા, પીવાનું ક્લોરિનેટેડ પાણી વાપરવા, રજિસ્ટ્રેશન/લાયસન્સ રિન્યૂ કરાવવા, પ્રતિબંધિત રંગો અને પ્રિઝર્વેટિવનો ઉપયોગ ન કરવા તેમજ વારંવાર વપરાયેલ ખાદ્યતેલનો ઉપયોગ ન કરવા સહિતની સૂચનાઓનો સમાવેશ થાય છે. નિયમોનું પાલન ન થાય તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં વાસી અને અખાદ્ય ખોરાકના વેચાણ અંગે અવારનવાર ફરિયાદો સામે આવતી રહે છે. આવી સ્થિતિમાં ગ્રાહકો દ્વારા ફૂડ વિભાગ દ્વારા વધુ અસરકારક અને નિયમિત તપાસની માંગ કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 30 ગુના આચરનાર અસામાજિક તત્વ સામે પાસા:આરોપી પર લૂંટ, હત્યાના પ્રયાસ તથા પ્રોહિબિશનના ગુના; LCB પોલીસે ઝડપી ભાવનગર જેલ મોકલ્યો
    Next Article
    ભરૂચમાં વરસાદના 5 દિવસ બાદ પાણીનો નિકાલ:સતત 3 દિવસ ધોધમાર વરસ્યો, સોસાયટીઓમાંથી પાણી ઓસરતા સ્થાનિકોએ રાહત અનુભવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment