Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં વરસાદના 5 દિવસ બાદ પાણીનો નિકાલ:સતત 3 દિવસ ધોધમાર વરસ્યો, સોસાયટીઓમાંથી પાણી ઓસરતા સ્થાનિકોએ રાહત અનુભવી

    1 day ago

    ભરૂચ જિલ્લામાં ભારે વરસાદના પાંચ દિવસ બાદ આખરે જળબંબાકારની સ્થિતિનો અંત આવ્યો છે. શહેરના અનેક વિસ્તારો, ખાસ કરીને નગરપાલિકાના વોર્ડ નંબર-2 હેઠળની સોસાયટીઓમાંથી વરસાદી પાણીનો નિકાલ થતાં સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. હવામાન વિભાગની આગાહી બાદ ભરૂચમાં સતત ત્રણ દિવસ સુધી ધોધમાર વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેનાથી સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી લાંબા સમય સુધી ભરાયેલા રહેતા નગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અને ડ્રેનેજ વ્યવસ્થા અંગે સવાલો ઉભા થયા હતા. જોકે, વરસાદી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક નગરપાલિકાના સભ્યો અને તંત્ર સતત સ્થળ પર રહી પાણીના નિકાલ માટે પ્રયાસરત રહ્યા હતા. પાંચ દિવસની જહેમત બાદ, પ્રેશર મશીનની મદદથી ડ્રેનેજ લાઇનની સફાઈ અને પાણીના નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી પૂર્ણ થતાં સોસાયટીઓમાં ભરાયેલું પાણી ઓસરી ગયું હતું. સ્થાનિક રહેવાસીઓએ માંગ કરી છે કે આગામી ચોમાસા દરમિયાન આવી સ્થિતિ ફરી ન સર્જાય તે માટે નગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી વધુ અસરકારક રીતે કરવામાં આવે. તેમણે ડ્રેનેજ નેટવર્કનું સમયસર જાળવણી અને ડીસિલ્ટિંગ કરવાની પણ અપીલ કરી છે, જેથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ સુનિશ્ચિત થઈ શકે.
    Click here to Read More
    Previous Article
    મોરારી ફરસાણને મનપાની નોટિસ:મીઠાઈમાં જીવાત મળ્યાની ફરિયાદ બાદ કાર્યવાહી
    Next Article
    CMનો રાજકોટવાસીઓને સફાઈનો પ્રશ્ન, કોંગ્રેસે સાવરણો લઈને જવાબ આપ્યો:મ્યુ. કમિશનર બંગલા પાસે, મેયરના વોર્ડની સબરજીસ્ટ્રાર કચેરીમાં સફાઈ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment