Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 30 ગુના આચરનાર અસામાજિક તત્વ સામે પાસા:આરોપી પર લૂંટ, હત્યાના પ્રયાસ તથા પ્રોહિબિશનના ગુના; LCB પોલીસે ઝડપી ભાવનગર જેલ મોકલ્યો

    1 day ago

    પાટણ જિલ્લામાં જાહેર વ્યવસ્થા ખોરવનાર અને લૂંટ, હત્યાના પ્રયાસ તથા પ્રોહિબિશન જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હારીજના મંગળજી ઠાકોર સામે પાટણ LCB પોલીસે પાસા હેઠળ કાર્યવાહી કરી છે. જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ બાદ આરોપીની અટકાયત કરીને તેને ભાવનગરની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. પાટણ પોલીસ અધિક્ષક વી. કે. નાયી દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ સૂચનાના આધારે, પાટણ LCB પોલીસ ઇન્સપેક્ટર આર. જી. ઉનાગરના સુપરવિઝન હેઠળ PCC સેલે કાર્યવાહી કરી હતી. તેમણે હારીજ અમરતપુરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં રહેતા 33 વર્ષીય મંગળજી કરણજી ઉર્ફે કરણાજી મથુરજી ઠાકોરનો ગુનાહિત ઇતિહાસ એકત્રિત કરીને પાસા દરખાસ્ત તૈયાર કરી હતી. આ દરખાસ્તના આધારે પાટણ જિલ્લા મેજિસ્ટ્રેટે આરોપી વિરુદ્ધ પાસા હેઠળ અટકાયતી હુકમ કર્યો હતો. હુકમ મળ્યા બાદ LCB પાટણની ટીમે આરોપીને શોધી કાઢી તેની અટકાયત કરી હતી. તેને હારીજ પોલીસ સ્ટેશનને સોંપ્યા બાદ ભાવનગરની મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ ચોપડે નોંધાયેલી માહિતી મુજબ, આરોપી મંગળજી ઠાકોર વિરુદ્ધ હારીજ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, લૂંટ, હત્યાના પ્રયાસ, રાયોટિંગ, મારામારી અને હથિયાર ધારા સહિત કુલ 30 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આ સમગ્ર કામગીરી LCB પાટણ અને હારીજ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા કર્મચારીઓની ટીમે સંયુક્ત રીતે પાર પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરત લેન્ડ ગ્રેબિંગ કેસમાં કીર્તિ પટેલની ધરપકડ:લાજપોર જેલમાં કેદ સો.મીડિયા ઈન્ફ્લુએન્સરની પુણા પોલીસે કસ્ટડી મેળવી, વૃદ્ધ દંપતીનો ફ્લેટ પચાવી પાડ્યાની ફરિયાદ
    Next Article
    મોરારી ફરસાણને મનપાની નોટિસ:મીઠાઈમાં જીવાત મળ્યાની ફરિયાદ બાદ કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment