Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત લેન્ડ ગ્રેબિંગ કેસમાં કીર્તિ પટેલની ધરપકડ:લાજપોર જેલમાં કેદ સો.મીડિયા ઈન્ફ્લુએન્સરની પુણા પોલીસે કસ્ટડી મેળવી, વૃદ્ધ દંપતીનો ફ્લેટ પચાવી પાડ્યાની ફરિયાદ

    1 day ago

    સુરતની વિવાદિત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. બદનક્ષી અને ખંડણી જેવા ગંભીર ગુનાઓમાં જેલવાસ ભોગવી રહેલી કીર્તિ પટેલ સામે હવે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ નવો ગુનો દાખલ થયો છે. પુણા પોલીસ સ્ટેશનની ટીમે લાજપોર મધ્યસ્થ જેલમાંથી તેની કસ્ટડી મેળવી વિધિવત ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કીર્તિ પેટેલે મકાન પચાવી પાડ્યાનો માલિકનો આક્ષેપ મકાનમાલિક વૃદ્ધ કીર્તિભાઈ ઈશ્વરદાસ પટેલે પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું હતું કે, તેઓ વર્ષ 2019થી પોતાના જ મકાનનો કબજો મેળવવા માટે સતત ધક્કા ખાઈ રહ્યા છે. કીર્તિ પટેલ મકાન ખાલી ન કરતા તેમના બાળકો સહિત આખો પરિવાર ભારે માનસિક તણાવ તેમજ હેરાનગતિ ભોગવી રહ્યો છે. કીર્તિ પટેલે જૂઠું બોલીને મકાન ભાડે મેળવ્યું મકાનમાલિકે એકલી છોકરીને મકાન આપવાની ના પડતા કીર્તિ પટેલે હું, મારા ભાઈ અને ભાભી અમે ત્રણ જણા સાથે જ રહેવાના છીએ કહીને દલાલ રમેશભાઈ મારફતે ઘર ભાડે રાખ્યું હતું. જોકે, તેણે ભાડા કરાર માટે કોઈ જરૂરી કાયદાકીય દસ્તાવેજો આપ્યા નહોતા. મકાનમાં આવ્યા બાદ મારપીટ અને ઝઘડાઓ થતાં મકાનમાલિકે ઘર ખાલી કરવા કહ્યું હતું. આ પણ વાંચો.. સાહેબ... બે હાથ જોડી વિનંતી, ખાલી કરતી નથી ને દાદાગીરી કરે છે, અમારો ફ્લેટ અપાવો' 2019થી અત્યાર સુધી ભાડું ચૂકવ્યું નથી પરંતુ કીર્તિ પટેલે 'મને બીજે મકાન મળતું નથી, હું ખાલી કરી દઈશ' તેવા જુદા જુદા બહાના બતાવી સમય પસાર કરવાનું શરૂ કર્યું હતું અને મકાનનો કબજો છોડ્યો નહોતો. પોલીસ સ્ટેશને મામલો પહોંચવા છતાં કીર્તિ પટેલે બહાના બતાવીને મકાન ખાલી કરવાનો ઇનકાર કર્યો હતો. કીર્તિ પટેલે કોરોના સમયગાળાના સરકારી નિયમોનો ગેરલાભ ઉઠાવી મકાન ખાલી પણ ન કર્યું અને 2019થી અત્યાર સુધી ભાડું પણ ચૂકવ્યું નથી. પોલીસ કાર્યવાહી અને આગળની વિગત અંતે કંટાળીને મકાનમાલિકે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ કીર્તિ પટેલની 30 જુલાઈના રોજ અન્ય કેસમાં ધરપકડ કરાઈ હતી. તે જ દિવસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ દાખલ થયો હતો. 5 દિવસથી લાજપોર જેલમાં કેદ કીર્તિ પટેલની પુણા પોલીસે કસ્ટડી મેળવી છે અને હવે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આ સિવાય તેની સામે નોંધાયેલા અન્ય કેસોમાં પણ આગામી દિવસોમાં ધરપકડ થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    તમિલનાડુના વિરોધ પક્ષના નેતા સ્ટાલિનને પૂછપરછ બાદ મુક્ત કરાયા:પોલીસે અભિનેત્રી તૃષા પર વાંધાજનક ટિપ્પણીના કેસમાં ધરપકડ કરી હતી; ઉદયનિધિએ કહ્યું- બદલાની કાર્યવાહી
    Next Article
    પાટણમાં 30 ગુના આચરનાર અસામાજિક તત્વ સામે પાસા:આરોપી પર લૂંટ, હત્યાના પ્રયાસ તથા પ્રોહિબિશનના ગુના; LCB પોલીસે ઝડપી ભાવનગર જેલ મોકલ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment