Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ-ગોઝારિયા હાઈવે પર ખાડાને કારણે ટ્રક પુલ સાથે અથડાઈ:એક્ટિવા ચાલકને બચાવવા જતા અકસ્માત થયો; લોકોમાં રોષ

    8 hours ago

    પાટણ-ગોઝારિયા નેશનલ હાઈવે પર ચાણસ્મા નજીક મંગળવારે રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરના વિશાળ ખાડાને કારણે એક એક્ટિવા ખાડામાં પડ્યું હતું. પાછળથી આવી રહેલા ટ્રક ચાલકે એક્ટિવા ચાલકને બચાવવાનો પ્રયાસ કરતાં ટ્રક પુલની દિવાલ સાથે અથડાઈ હતી. સદનસીબે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. આ ઘટના ચાણસ્મા નજીક ભારત પેટ્રોલ પંપ પાસે જીતોડા જવાના રસ્તા નજીક બની હતી. એક્ટિવા ચાલક ખાડામાં પડતાં ટ્રક ચાલકે તાત્કાલિક બ્રેક મારી હતી અને એક્ટિવા ચાલકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રયાસમાં ટ્રક ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને ટ્રક ધડાકાભેર પુલની દિવાલ સાથે અથડાઈ હતી. આ અકસ્માતને કારણે પાટણ-ગોઝારિયા નેશનલ હાઈવેના અધૂરા કામ અને નબળી ગુણવત્તા સામે ફરી સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણાધીન આ હાઈવે હજુ પૂર્ણ થયો નથી, તેમ છતાં અનેક સ્થળોએ રોડ દબાઈ ગયો છે, મોટા ખાડા પડી ગયા છે અને રોડ પર કાંકરી છવાયેલી રહે છે. આ સ્થિતિ ખાસ કરીને ટુ-વ્હીલર ચાલકો માટે જોખમી બની છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર ખાડાઓમાં થીગડાં મારીને કામગીરી પૂરી કરવામાં આવે છે. થોડા જ દિવસોમાં ફરી એ જ જગ્યાએ ખાડા પડી જાય છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો હાઈવેના નિર્માણમાં ગુણવત્તાના ધોરણોનું પાલન થયું છે કે નહીં તે અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. નાગરિકોએ હાઈવેનું કામ કરતી કંપની, દેખરેખ રાખતા અધિકારીઓ અને સંબંધિત વિભાગોની કામગીરીની ઉચ્ચસ્તરીય તપાસ કરીને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે. PWD અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈને સમગ્ર પાટણ-ચાણસ્મા-મહેસાણા હાઈવેનું નિરીક્ષણ કરે, તમામ ખાડાઓનું કાયમી સમારકામ કરાવે અને જ્યાં રોડ દબાઈ ગયો છે ત્યાં ગુણવત્તાપૂર્વક પુનઃનિર્માણ કરાવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિકોનું કહેવું છે કે જો હજુ પણ માત્ર કાગળ પરની કામગીરી કરીને જવાબદારીમાંથી છૂટવાનો પ્રયાસ કરવામાં આવશે, તો આગામી દિવસોમાં વધુ ગંભીર અકસ્માતો અને જાનહાનિ સર્જાઈ શકે છે. આવી કોઈપણ દુર્ઘટના માટે જવાબદાર કોન્ટ્રાક્ટર, દેખરેખ રાખનાર અધિકારીઓ અને સંબંધિત વિભાગોની જવાબદારી નિશ્ચિત થવી જોઈએ.
    Click here to Read More
    Previous Article
    'અમિત ઠાકર MLA-ભાજપ ન્યાય દિલાના':'મેરી મોત કી વજહ યહ દોનો હૈ'; પૈસા બાબતે ત્રાસ આપતા પિતા-પુત્રના ફોટો સાથેનું વોટ્સએપ સ્ટેટસ મૂકી અમદાવાદના યુવકે ફાંસો ખાધો
    Next Article
    તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરો યોજાઈ:ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment