Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી તાલીમ શિબિરો યોજાઈ:ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતીનું માર્ગદર્શન આપવામાં આવ્યું

    9 hours ago

    આત્મા પ્રોજેક્ટ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા તાપી જિલ્લાના તમામ તાલુકાઓ અને ક્લસ્ટરોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા વિશેષ તાલીમ શિબિરોનું આયોજન કરાયું હતું. આ શિબિરો થકી મોટી સંખ્યામાં ખેડૂતોને રાસાયણિક મુક્ત ખેતી અપનાવવા માટે સચોટ માર્ગદર્શન મળ્યું. આ તાલીમ અભિયાન અંતર્ગત વાલોડ, વ્યારા (ચીખલવાવ ક્લસ્ટર), ઉચ્છલ (મોહિની-ખાબદા ક્લસ્ટર), કુકરમુંડા (ફુલાવાડી-ચીરમાતી ક્લસ્ટર), ડોલવણ (ગડત ક્લસ્ટર), નિઝર (સાયલા અને ભીલજાંબી ક્લસ્ટર) તેમજ સોનગઢ-ઉકાઈ તાલુકા સહિતના વિવિધ ક્લસ્ટરો અને ગામોમાં બાયસેગ (BISAG) દ્વારા સત્રો યોજાયા. કાર્યક્રમમાં કૃષિ સખી, કોમ્યુનિટી રિસોર્સ પર્સન (CRP) અને પ્રશિક્ષિત ખેડૂતોએ ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિઓની વિસ્તૃત માહિતી આપી. આ કાર્યક્રમની વિશેષતા એ હતી કે તેમાં માત્ર ખેડૂતો જ નહીં, પરંતુ ગ્રામ પંચાયતના સભ્યો, સ્વસહાય જૂથો (SHG), એફપીઓ, પીએસીએસ, સીબીઓ સભ્યો, શાળાના વિદ્યાર્થીઓ, આંગણવાડી અને આરોગ્ય કાર્યકરોને પણ પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું. આ તમામ વર્ગોને સમાજમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ આઈઈસી (IEC) પ્રવૃત્તિઓ કરવા માર્ગદર્શન અપાયું. તાલીમ દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામો વિશે માહિતગાર કરાયા. આ ઉપરાંત, જમીનની ફળદ્રુપતા વધારવા અને પાક સંરક્ષણ માટે જીવામૃત, ઘનજીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને અગ્નિઅસ્ત્ર જેવી દેશી ઓસડિયા પદ્ધતિઓનું પ્રત્યક્ષ નિદર્શન કરાયું. ખેડૂતોમાં આત્મવિશ્વાસ વધારવા માટે અગાઉ તાલીમ પામેલા પ્રગતિશીલ ખેડૂતોના 'પાંચ સ્તરીય મોડેલ ફાર્મ'ની મુલાકાત પણ યોજવામાં આવી હતી. આ સઘન તાલીમ શિબિરોને કારણે તાપી જિલ્લાના ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અપનાવવાનો ઉત્સાહ જોવા મળ્યો છે. આ પહેલ ભવિષ્યમાં જિલ્લાને કેમિકલ મુક્ત ખેતી તરફ આગળ વધારવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    પાટણ-ગોઝારિયા હાઈવે પર ખાડાને કારણે ટ્રક પુલ સાથે અથડાઈ:એક્ટિવા ચાલકને બચાવવા જતા અકસ્માત થયો; લોકોમાં રોષ
    Next Article
    વલસાડમાં મહિલા રોજગાર મેળામાં 251ની પ્રાથમિક પસંદગી:487 મહિલાઓએ ભાગ લીધો, 'નારી વંદન ઉત્સવ' અંતર્ગત 7 કંપનીઓએ ઇન્ટરવ્યૂ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment