Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'અમિત ઠાકર MLA-ભાજપ ન્યાય દિલાના':'મેરી મોત કી વજહ યહ દોનો હૈ'; પૈસા બાબતે ત્રાસ આપતા પિતા-પુત્રના ફોટો સાથેનું વોટ્સએપ સ્ટેટસ મૂકી અમદાવાદના યુવકે ફાંસો ખાધો

    13 hours ago

    અમદાવાદ શહેરના સરખેજમાં યુવકે પિતા-પુત્રના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો છે. પિતા-પુત્રએ મૃતક યુવકને ઉછીના પૈસા આપ્યા હતા જેના બદલામાં યુવકને ભાગીદારીમાંથી છૂટો કરી દીધો હતો, છતાં પિતા-પુત્ર યુવક પાસે અવારનવાર પૈસાની માંગણી કરતા હતા. જેમના ત્રાસથી કંટાળીને સુરેશ નામના યુવકે 3 ઓગસ્ટે સવારના સમયે ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. યુવકે વોટ્સએપમાં આપઘાત માટે જવાબદાર વ્યક્તિનો ફોટો મૂકી લખાણ લખ્યું છે. આ ઉપરાંત વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પાસે ન્યાયની માંગણી કરતું પણ સ્ટેટ્સ મૂક્યું છે. સરખેજ પોલીસે આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પિતા-પુત્ર સાથે ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો મૂળ રાજસ્થાનનો અને સરખેજના ઉજાલા સર્કલ પાસે દ્વારકેશનગર સોસાયટીમાં રહેતા 28 વર્ષના સુરેશે ઓક્ટોબર 2025માં મિત્ર કાળુ પ્રજાપતિ અને રાહુલ કાળુ પ્રજાપતિ સાથે સરખેજ ઉજાલા સર્કલ પાસે સાવરીયા મોબાઇલ મની ટ્રાન્સફરની દુકાન ભાગીદારીમાં ચાલુ કરી હતી. છ મહિના પછી ધંધો સેટ થઈ ગયો હતો.જે બાદ સુરેશ વતનમાં ગયો હતો.સુરેશ લાંબા સમયથી વતનમાંથી પરત ના આવતા રાહુલ અને તેના પિતા કાળુએ સુરેશના ભાઈને જણાવ્યું હતું કે સુરેશ ક્યારે આવશે અમારે તેની પાસેથી પૈસા લેવાના છે. ભાગ છૂટો કર્યા બાદ પણ પિતા-પુત્ર અવારનવાર પૈસા માંગતા હતા ભાઈ તેજપાલે સુરેશને ફોન કરીને પૂછ્યું ત્યારે તેણે રાહુલ અને કાળુ પ્રજાપતિને પૈસા આપવાની વાત કબૂલી હતી. સુરેશ મે મહિનામાં અમદાવાદ પરત આવ્યો હતો અને નવી દુકાને ગયો ત્યારે રાહુલ અને કાળુએ કહ્યું હતું કે આ દુકાનમાં તારે આવવાનું નથી અને દુકાનના નફાના પૈસા આપવાના નથી. દુકાન બનાવવા માટે જે ખર્ચ થયો તે પૈસા પણ તારે આપવાના નથી, એમ કહીને સુરેશનો દુકાનમાંથી ભાગ છૂટો કરી દીધો હતો. ભાગ છૂટો કર્યા બાદ પણ પિતા-પુત્ર અવારનવાર સુરેશ પાસે પૈસાની માંગણી કરતા હતા. પૈસા ન આપે તો લારી ઉઠાવવાની ધમકી આપી હતી જ્યારે સુરેશે કહ્યું કે હવે મારે કોઈ પૈસા આપવાના થતા નથી ત્યારે પિતા-પુત્રએ સુરેશને ધમકી આપી હતી કે પૈસા નહીં આપે તો તારી લારી ઉઠાવી લઈશ. ત્રણ દિવસ પહેલા રાતના સમયે સુરેશ ઘરે ઉદાસ હતો ત્યારે તેના ભાઈએે પૂછતા જણાવ્યું કે રાહુલ અને કાળુ પ્રજાપતિ અવારનવાર પૈસાની માંગણી કરી માનસિક રીતે હેરાન કરે છે. 3 ઓગસ્ટની સવારે સુરેશે ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો. બનાવની જાણ થતા સુરેશનો ભાઈ આસપાસના લોકો અને પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સુરેશના મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી. સુરેશના વોટ્સએપ સ્ટેટસમાં આરોપીઓના ફોટા પોલીસ તપાસ દરમિયાન સુરેશના વોટ્સએપમાં સ્ટેટસ મળી આવ્યું હતું જેમાં તેણે કાળુ અને રાહુલ પ્રજાપતિનો ફોટો મૂક્યો હતો,જેમાં લખ્યું હતું કે મેરી મોત કી વજહ યહ દોનો હૈ, મેરા સબ કુછ બરબાદ કર દિયા. સુરેશે બીજું પણ વોટ્સએપ સ્ટેટસ મૂક્યું હતું, જેમાં મિસ યુ પપ્પા ઓલ ફેમિલી, જિસકા ભી મેને પેસા લિયા આપકા નહિ લોટા પાયા, મુજે માફ કર દેના, મુજે ન્યાય દિલાના અમિતભાઈ ઠાકર MLA વેજલપુર. સુરેશના ફોનમાંથી મળી આવેલા સ્ટેટસના આધારે પોલીસે કાળુ પ્રજાપતિ અને રાહુલ પ્રજાપતિ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    झारखंड JPSC: पेपर लीक, अनशन और गोदी मीडिया से सवाल
    Next Article
    પાટણ-ગોઝારિયા હાઈવે પર ખાડાને કારણે ટ્રક પુલ સાથે અથડાઈ:એક્ટિવા ચાલકને બચાવવા જતા અકસ્માત થયો; લોકોમાં રોષ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment