Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગડતની વિનોબા આશ્રમશાળાના જુડો ખેલાડીઓ વિજેતા:જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સફળતા મેળવી

    8 hours ago

    તાપી જિલ્લામાં રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત 70મી અખિલ ભારતીય શાળાકીય રમતગમત સ્પર્ધા અંતર્ગત જુડો સ્પર્ધા સંપન્ન થઈ છે. તાપીના રમતગમત સંકુલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં ડોલવણ તાલુકાની વિનોબા આશ્રમશાળા, ગડતના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી સફળતા મેળવી છે. આશ્રમશાળાના અંડર-14 વયજૂથના ભાઈઓની કેટેગરીમાં રિયન રાજેશભાઈ ગામીત અને અર્પણ જયંતિભાઈ ગામીતે શાનદાર દાવપેચ રમીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. તેવી જ રીતે, અંડર-14 બહેનોની સ્પર્ધામાં પ્રિયાંશી સંદીપભાઈ કોંકણી, તેજલ રવિન્દ્રભાઈ વસાવા અને હેત્વી પરીક્ષિતભાઈ ભગરિયાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ ઉપરાંત, દીપાંશુ દિલીપભાઈ ગામીતે દ્વિતીય ક્રમ અને પ્રાર્થના રવિદાસભાઈ ગામીતે તૃતીય ક્રમ હાંસલ કર્યો હતો. આમ, અંડર-14 ભાઈઓ અને બહેનો મળીને કુલ 7 રમતવીરો વિજેતા બન્યા છે. આ તમામ વિજેતા રમતવીરોને તાપી જુડો એસોશિયેશનના કિરણભાઈ ચૌધરીનું સચોટ માર્ગદર્શન અને પ્રોત્સાહન પ્રાપ્ત થયું હતું. જિલ્લા કક્ષાએ સફળતા મેળવ્યા બાદ હવે આ ખેલાડીઓ આગામી રાજ્યકક્ષાની જુડો સ્પર્ધામાં તાપી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. આ સફળતા બદલ શાળાના આચાર્ય, શિક્ષકગણ, ગ્રામજનો અને તાપી જિલ્લાના રમતોત્સાહી નાગરિકોએ વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ આપી છે.
    Click here to Read More
    Previous Article
    કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ:83 વિદ્યાર્થીઓને રોકડ ઇનામ, 147ને પ્રશસ્તિપત્ર અપાયા
    Next Article
    વેસુ કેનાલ રોડ પર મસમોટા ભૂવાથી તંત્રમાં દોડધામ:સુરત મનપાએ જેસીબી સહિતની મશીનરી સાથે સમારકામ હાથ ધર્યું, કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રોડ ધસી પડ્યાનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment