Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસુ કેનાલ રોડ પર મસમોટા ભૂવાથી તંત્રમાં દોડધામ:સુરત મનપાએ જેસીબી સહિતની મશીનરી સાથે સમારકામ હાથ ધર્યું, કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે રોડ ધસી પડ્યાનો આક્ષેપ

    7 घंटे पहले

    સુરતમાં છેલ્લા એક મહિનામાં પડેલા રેકોર્ડબ્રેક 60 ઈંચ જેટલા ભારે વરસાદ બાદ હવે રસ્તાઓ ધોવાઈ જવાની અને ભૂવા પડવાની સમસ્યાઓ સામે આવી રહી છે. વરસાદે વિરામ લેતાં જ શહેરના પોશ વિસ્તાર ગણાતા વેસુ કેનાલ રોડ પર અચાનક એક મસમોટો ભૂવા પડી જતાં વાહનચાલકોની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ઊભા થયા છે. કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને નબળી કામગીરી પર આક્ષેપ સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ રસ્તો હાલમાં જ નવો બનાવવામાં આવ્યો હતો. રસ્તાની નીચેથી ડ્રેનેજ લાઈન પસાર થઈ રહી છે. કોન્ટ્રાક્ટર દ્વારા ડ્રેનેજ લાઈન અને રસ્તાના નિર્માણ દરમિયાન કરવામાં આવેલી નબળી ગુણવત્તાવાળી કામગીરી અને લાપરવાહીના કારણે જ આ રોડ ધસી પડ્યો હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. પાલિકા તંત્રની કામગીરી અને સમારકામ વેસુ કેનાલ રોડ જેવા સતત ધમધમતા માર્ગ પર ભૂવા પડવાની જાણ થતાં જ મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કોઈ અકસ્માત કે હોનારત ન સર્જાય તે માટે ભૂવાની આસપાસ તાત્કાલિક બેરિકેડિંગ લગાવીને વિસ્તાર કોર્ડન કરી દેવાયો હતો. જેસીબી અને જરૂરી મશીનરી ઘટનાસ્થળે પહોંચાડીને ભૂવા પૂરવાની તથા રસ્તાના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગડતની વિનોબા આશ્રમશાળાના જુડો ખેલાડીઓ વિજેતા:જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સફળતા મેળવી
    Next Article
    झारखंड JPSC: पेपर लीक, अनशन और गोदी मीडिया से सवाल

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment