Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ:83 વિદ્યાર્થીઓને રોકડ ઇનામ, 147ને પ્રશસ્તિપત્ર અપાયા

    9 hours ago

    અમદાવાદના કાંકરિયા સ્થિત દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળામાં ૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ધોરણ ૧ થી ૮ના વિદ્યાર્થીઓનો વાર્ષિક ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં દરેક ધોરણમાં પ્રથમ પાંચ ક્રમાંક મેળવનાર અને વિષયવાર સર્વાધિક ગુણ પ્રાપ્ત કરનાર કુલ ૮૩ તેજસ્વી વિદ્યાર્થીઓને રૂ. ૧૯,૫૦૦ના રોકડ ઇનામો અને રૂ. ૩૨,૦૦૦ના ચેક અર્પણ કરાયા હતા. આ ઉપરાંત, ૧૪૭ વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્રો આપી તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ખોખરા ડેન્ટલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. કૌશલભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સતત પરિશ્રમ, શિસ્ત અને જ્ઞાનપ્રાપ્તિ દ્વારા જીવનમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરવા પ્રેરણા આપી હતી. આ પ્રસંગે ધી પ્રોપ્રાયટરી હાઇસ્કૂલ ટ્રસ્ટના ટ્રસ્ટી કૌશલભાઈ ઠાકોર અને કેમ્પસ કો-ઓર્ડિનેટર શ્રીમતી પાયલબહેન ઠાકોર અતિથિ વિશેષ તરીકે હાજર રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. એલમ્ની એસોસિએશનના હોદ્દેદારો ક્ષિતીજભાઈ ઠાકોર અને બાલકૃષ્ણભાઈ દવે પણ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય બિપીનચંદ્ર પંચાલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓની મહેનત, નિયમિતતા અને શ્રેષ્ઠ સિદ્ધિઓનું સન્માન કરવું એ શાળાની ગૌરવપૂર્ણ પરંપરા છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓમાં સ્વસ્થ સ્પર્ધાની ભાવના, આત્મવિશ્વાસ અને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની પ્રેરણા પૂરી પાડે છે. તેમણે વિદ્યાર્થીઓના શિક્ષણ, સંસ્કાર અને સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ પાઠવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કો-ઓર્ડીનેટર તેજલબહેન ડણાક, અંકિતાબહેન દેસાઈ, હિરલબહેન પી. પટેલ, કૃપાબહેન પંડ્યા અને સોનલબહેન મેકવાનના સહયોગથી સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓની ઉપસ્થિતિએ આ સમારોહને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં મહિલા સ્વરોજગાર અને લોન મેળાનું આયોજન:430 મહિલાઓએ નોંધણી કરાવી; વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને સાધનસામગ્રીનું વિતરણ
    Next Article
    ગડતની વિનોબા આશ્રમશાળાના જુડો ખેલાડીઓ વિજેતા:જિલ્લા કક્ષાની સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી સફળતા મેળવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment