Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં મહિલા સ્વરોજગાર અને લોન મેળાનું આયોજન:430 મહિલાઓએ નોંધણી કરાવી; વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને સાધનસામગ્રીનું વિતરણ

    10 hours ago

    પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ૪ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ મહિલા આર્થિક વિકાસ નિગમના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં મહિલા સ્વરોજગાર અને લોન ધિરાણ મેળાનું સફળતાપૂર્વક આયોજન થયું. આ મેળામાં કુલ ૧૨૬ કંપનીઓએ ભાગ લઈ મહિલાઓ માટે રોજગાર અને સ્વરોજગારની તકો ઉપલબ્ધ કરાવી. આ કાર્યક્રમમાં જિલ્લા રોજગાર કચેરી, વિવિધ બેંકો, ઉદ્યોગ સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રની અગ્રણી કંપનીઓ સહિત ૧૨૬ નોકરીદાતા સંસ્થાઓએ ભાગ લીધો હતો. આશરે ૪૩૦ મહિલાઓએ આ મેળામાં નોંધણી કરાવી રોજગાર, કૌશલ્ય વિકાસ, લોન સહાય અને ઉદ્યોગસાહસિકતા અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ મહિલાઓને આત્મનિર્ભર બનવા, સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અને રોજગારના નવા અવસરોનો સદુપયોગ કરવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો હતો. મહિલા અને બાળ અધિકારીએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. વિવિધ કંપનીઓ દ્વારા ભરતી પ્રક્રિયા, કૌશલ્ય વિકાસ અને ઉપલબ્ધ રોજગારની તકો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, બેંક અધિકારીઓએ મહિલાઓને વિવિધ લોન યોજનાઓ અને આર્થિક સહાય અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે મહિલા સ્વાવલંબન યોજના, મિશન મંગલમ અને પી.એમ. વિશ્વકર્મા યોજના સહિતની વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને સાધનસામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા મહિલા સ્વાવલંબન દિવસના મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. નોંધાયેલ તમામ મહિલાઓને માહિતી પુસ્તિકા, આઈ.ઈ.સી. સામગ્રી અને ફૂડ પેકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મહિલાઓને આર્થિક રીતે સશક્ત, સ્વરોજગારી અને આત્મનિર્ભર બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ સાબિત થયો હતો.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે રોજગાર મેળો:487માંથી 251મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી
    Next Article
    કાંકરિયાની દીવાન-બલ્લુભાઈ શાળામાં વાર્ષિક ઇનામ વિતરણ:83 વિદ્યાર્થીઓને રોકડ ઇનામ, 147ને પ્રશસ્તિપત્ર અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment