Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે રોજગાર મેળો:487માંથી 251મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

    11 hours ago

    વલસાડ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ અને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, ગાંધીનગરના સહયોગથી વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા જિલ્લા રોજગાર કચેરી દ્વારા પારડીના પ્રજાપતિ હોલ ખાતે "મહિલા સ્વાવલંબન દિવસ" નિમિત્તે મહિલા રોજગાર/સ્વરોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ નારી વંદન ઉત્સવ અંતર્ગત યોજાયો હતો અને તેની અધ્યક્ષતા જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલે કરી હતી. આ ભરતી મેળામાં કુલ ૭ નોકરીદાતા કંપનીઓએ ભાગ લીધો હતો. કુલ ૪૮૭ મહિલા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી સ્થળ પર જ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા દ્વારા ૨૫૧ મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. વલસાડના જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈએ મહિલાઓના આર્થિક સશક્તિકરણ, રોજગાર અને સ્વરોજગારની તકો તેમજ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અને ઉપલબ્ધ સહાય અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખે મહિલાઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો અને તેમને આત્મનિર્ભર તથા આર્થિક રીતે સશક્ત બનવા પ્રેરણા આપી હતી. વલસાડના જિલ્લા રોજગાર અધિકારી પી. એલ. પટેલે મેળામાં ઉપસ્થિત વિવિધ કંપનીઓના HR મેનેજરોનું સ્વાગત કર્યું હતું. તેમણે મહિલા ઉમેદવારોને રોજગાર માટે જરૂરી કૌશલ્ય, આત્મવિશ્વાસ સાથે ઇન્ટરવ્યૂ આપવાની તૈયારી અને ઉપલબ્ધ રોજગારની તકો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લીડ બેંક તરફથી સગુણા પટેલે નાણાકીય સાક્ષરતા, બેંકિંગ સેવાઓ, બચત, લોન અને નાણાકીય આયોજન અંગે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું. RSETI (ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા) દ્વારા સ્વરોજગાર માટેની તાલીમ, ઉદ્યોગ સ્થાપન માટેની તકો અને સંસ્થાની કામગીરી વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. વિવિધ કંપનીઓએ સ્થળ પર જ મહિલા ઉમેદવારોના ઇન્ટરવ્યૂ લીધા હતા અને રોજગાર માટેની આગળની પ્રક્રિયા શરૂ કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના અધિકારીઓ, લીડ બેંક મેનેજર અને તેમના પ્રતિનિધિઓ, પારડી ITI ના સ્ટાફ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના કર્મચારીઓ, DRDA કચેરીના કર્મચારીઓ, સ્કિલ ટ્રેનિંગ સેન્ટરના પ્રતિનિધિઓ, વિવિધ કંપનીઓના HR મેનેજરો તેમજ મોટી સંખ્યામાં મહિલા લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    'હવે પછી રૂપિયા માંગવા આવીશ તો જાનથી મારી નાખીશ':જોગસપાર્ક પાસે મજૂરીના રૂ.600 માગતા ત્રિકમથી હુમલો, સામસામે ફરિયાદ નોંધાઈ
    Next Article
    પાટણમાં મહિલા સ્વરોજગાર અને લોન મેળાનું આયોજન:430 મહિલાઓએ નોંધણી કરાવી; વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય અને સાધનસામગ્રીનું વિતરણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment