Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હવે પછી રૂપિયા માંગવા આવીશ તો જાનથી મારી નાખીશ':જોગસપાર્ક પાસે મજૂરીના રૂ.600 માગતા ત્રિકમથી હુમલો, સામસામે ફરિયાદ નોંધાઈ

    17 hours ago

    ભાવનગરમાં મજૂરીના રૂપિયા ચૂકવવાના મુદ્દે બે મજૂરો વચ્ચે થયેલો વિવાદ હિંસક બનતા બંને પક્ષે એકબીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. એક તરફ રૂ. 600ની મજૂરી માંગતા ત્રિકમ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ફરિયાદ નોંધાવી છે. જ્યારે સામાં પક્ષ તરફ મજૂરીના પૈસા અગાઉ અન્ય વ્યક્તિને ચૂકવી દીધા હોવાનું જણાવતાં ઉશ્કેરાયેલા મજૂરે તગારું મારી ઈજા પહોંચાડી અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. બંને ફરિયાદોના આધારે નિલમબાગ પોલીસે સામસામે ગુનાઓ નોંધી તપાસ શરૂ કરી છે. અન્ય એક અજાણ્યા મજૂરને નાણાં આપી દેતા મામલો બિચક્યો સરકારી હોસ્પિટલ સામે આવેલ જોગસપાર્કની ફૂટપાથ પર રહેતા અને મજૂરી કામ કરતા ભરતભાઈ ભગાભાઈ સરવૈયા (ઉં.વ. 45) ભોપા વણઝારા નામના શખ્સ સાથે ટ્રેક્ટર મારફતે માટી, કપચી અને મકાન તોડકામના ફેરા મારવાના કામ અર્થે ગયા હતા. ગાળો આપીને માથાના ભાગે ત્રિકમ મારી દીધું કામ પતાવીને પરત ફર્યા બાદ, ભરતભાઈએ પોતાની મહેનતના રૂ. 600 માંગતા ભોપા વણઝારાએ અન્ય એક અજાણ્યા મજૂરને નાણાં આપી દીધા હોવાનું જણાવ્યું હતું. ભરતભાઈએ પોતાની મજૂરીના નાણાં પોતાને જ આપવાનો આગ્રહ રાખતા આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળો આપીને માથાના ભાગે ત્રિકમ મારી દીધું હતું. 'હવે પછી રૂપિયા માંગવા આવીશ તો જાનથી મારી નાખીશ' હુમલા દરમિયાન ઈજાગ્રસ્તના પરિવારજનો અને બાળકો આવી પહોંચતા આરોપી 'હવે પછી રૂપિયા માંગવા આવીશ તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપીને પોતાના બાઈક પર ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિક લોકોની મદદથી ઈજાગ્રસ્તને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. આ સમગ્ર મામલે નીલમબાગ પોલીસે આરોપી ભોપા વણઝારા સામે BNS ની વિવિધ કલમો તથા જીપી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સામાપક્ષે પણ ફરિયાદ નોંધાવી સામાપક્ષે શહેરના ભરતનગરમાં આવેલ નવા કૈલાશનગરમાં રહેતા અને મજૂરી કામ કરતા ભોપાભાઈ છોટુભાઈ પરમારે ભરત સામે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ મુજબ,3 ઓગસ્ટ, 2026ના સાંજના છ એક વાગ્યે તેઓ તેના મજુરને મજુરીના પૈસા આપવા સહકારી હાટ પાસે બેઠા હતા. તે દરમ્યાન ભરત નામનો મજુર અગાઉની તેની મજુરીના પૈસા લેવા આવ્યો હતો. મોઢાના ભાગે તગારુ માર્યું હતું જે પૈસા તેઓએ ભરતના મિત્ર મુન્નાભાઇને આપી દીધા છે, તેમ જણાવતા જે ભરત સારુ ન લાગતા ઉશ્કેરાઈને તેઓને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી મુઢમાર તેમજ મોઢાના ભાગે તગારુ મારી ઇજા કરી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસે ભરત સામે BNS એક્ટ 115(2),351(2),351(3) તેમજ જીપી એક્ટ 135 મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ધારાસભ્યએ ખેડૂતને ગાળ કાઢી, VIDEO:100ની સ્પીડે મોત આવ્યું, બહુચરાજીમાં સગીરે બોલેરોથી ત્રણને કચડ્યા, સુરતમાં મોબાઇલની લતે બાળકનો જીવ લીધો
    Next Article
    વલસાડમાં મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે રોજગાર મેળો:487માંથી 251મહિલા ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment