Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રીંછે સીમમાં આતંક મચાવ્યો; અનેક ઘાયલ:વહેલી સવારે પાલનપુર તાલુકાના હસનપુર-ખરોડપુર ગામની સીમનો બનાવ; ઘાયલોને સારવાર માટે ખસેડાયા

    1 day ago

    પાલનપુર તાલુકાના હસનપુર-ખરોડપુર ગામની સીમમાં વહેલી સવારે અંદાજે 6:00 વાગ્યે એક હિંસક રીંછ ઘૂસી આવતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. ગામના સ્થાનિક કિસ્મતસિંહના જણાવ્યા અનુસાર, રીંછે ગામમાં પ્રવેશ કરી એક ઘરમાં ઘૂસીને વૃદ્ધા પર અચાનક હુમલો કર્યો હતો. વૃદ્ધાને બચાવવા માટે વચ્ચે પડેલા તેમના પુત્ર પર પણ રીંછે હુમલો કરી તેને ઈજાગ્રસ્ત કર્યો હતો. બચાવ કામગીરી અને વધુ લોકો પર આક્રમણ આ ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને વન વિભાગને જાણ કરવામાં આવી હતી. ગામ લોકો જ્યારે રીંછને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે રસ્તામાં સામને મળેલા અન્ય 2 થી 4 લોકોને પણ રીંછે અડફેટે લીધા હતા. આ હિંસક હુમલામાં કુલ 6 થી 7 લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અને વન વિભાગની કામગીરી ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા તમામ 6 થી 7 લોકોને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વન વિભાગની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ હતી અને રીંછને પકડવા માટે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. વન વિભાગ દ્વારા ગ્રામજનોને સુરક્ષિત રહેવા, સાવચેતી રાખવા અને રીંછની નજીક ન જવાની ખાસ અપીલ કરવામાં આવી છે અને હજુ સુધી રીંછ પકડાઈ શક્યું નથી
    Click here to Read More
    Previous Article
    સ્પ્રેડ હેપ્પીનેસ સંસ્થાએ મિત્રતા દિવસની અનોખી ઉજવણી કરી:વૃદ્ધાશ્રમમાં દાદા-દાદી સાથે સમય વિતાવી ₹1.25 લાખનું કરિયાણું આપ્યું
    Next Article
    મહેસાણામાં પૂરપાટ આવતા પીકઅપ ડાલાએ અલ્ટો કારને અડફેટે લીધી:અકસ્માતમાં ચાલક કારમાં જ ફસાયો, માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા; લાંધણજ પોલીસે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment