Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણામાં પૂરપાટ આવતા પીકઅપ ડાલાએ અલ્ટો કારને અડફેટે લીધી:અકસ્માતમાં ચાલક કારમાં જ ફસાયો, માથા સહિત શરીરના ભાગે ગંભીર ઈજા; લાંધણજ પોલીસે ગુનો નોંધ્યો

    1 day ago

    મહેસાણા તાલુકાના જુની શેઢાવી રામપુરા વિસ્તારમાં રહેતા અને રોયલ ટચ કંપનીમાં નોકરી કરતા 32 વર્ષીય અપુર્વસિંહ બાબુજી ચાવડા ગઈકાલે સવારે પોતાની અલ્ટો કાર (GJ-05-CJ-9305) લઈને નોકરી પરથી ઘરે પરત ફરી રહ્યા હતા. સવારના નવેક વાગ્યાના સુમારે નવી શેઢાવી ગામની સીમમાંથી પસાર થતી વખતે સામેથી પૂરઝડપે આવેલા પીકઅપ ડાલા (GJ-02-Z-8138) ના ચાલકે તેમની કારને જોરદાર ટક્કર મારી હતી. પીકઅપ ડાલાની ટક્કરથી કારચાલકને ગંભીર ઈજાઓ પૂરઝડપે આવતા પીકઅપ ડાલાની ટક્કરથી કારચાલક અપુર્વસિંહ કારમાં દબાઈ ગયા હતા. અકસ્માત સર્જીને પીકઅપ ડાલાનો ચાલક પોતાનું વાહન સ્થળ પર જ મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાસ્થળે એકઠા થયેલા લોકો અને પરિજનોએ 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડ્યા હતા. તબીબી તપાસમાં અપુર્વસિંહને છાતીના ભાગે અને જમણા પગે ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. લાંધણજ પોલીસે પીકઅપ ડાલાના ચાલક ગુનો નોંધ્યો હોસ્પિટલ વર્ધીના આધારે લાંધણજ પોલીસ સ્ટેશનમાં ઈજાગ્રસ્ત અપુર્વસિંહ ચાવડાની ફરિયાદ પરથી પીકઅપ ડાલાના ફરાર ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. લાંધણજ પોલીસે આ મામલે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રીંછે સીમમાં આતંક મચાવ્યો; અનેક ઘાયલ:વહેલી સવારે પાલનપુર તાલુકાના હસનપુર-ખરોડપુર ગામની સીમનો બનાવ; ઘાયલોને સારવાર માટે ખસેડાયા
    Next Article
    રાજારામના અવેડા પાસેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ:ક્રાઇમ બ્રાન્ચે 3.36 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો, શખ્સ ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment