Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિવૃત કર્મચારીઓના હક્કના એરિયર્સમાં પાલિકાની ‘આળસ’!:લેખિત બાંહેધરી આપી પણ ત્રણ માસથી ચુકવણી નહીં; કલેક્ટરની ચીફ ઓફિસરને તાત્કાલિક ચુકવણીની તાકીદ

    3 days ago

    વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબ મળવાપાત્ર એરિયર્સની રકમ ન ચૂકવાતા ભારે આક્રોશ વ્યાપ્યો છે. વર્તમાન કર્મચારીઓને નિયમિત ધોરણે ચુકવણી થતી હોવા છતાં, નિવૃત્ત કર્મચારીઓને પેન્શનના અભાવે આર્થિક કટોકટીનો સામનો કરવો પડી રહ્યો છે. પોતાના હક્કના નાણાં મેળવવા માટે વયોવૃદ્ધ કર્મચારીઓ વર્ષોથી પાલિકા કચેરીના ધક્કા ખાવા મજબૂર બન્યા છે. ચીફ ઓફિસરની લેખિત બાંહેધરી પણ પોકળ સાબિત થઈ અગાઉના ચીફ ઓફિસરને 6 થી 7 વખત રૂબરૂ રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા કર્મચારીઓએ તાલુકા અને જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદો કરી હતી. મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ બાદ પાલિકા ચીફ ઓફિસર દ્વારા દર મહિને 2 નિવૃત્ત કર્મચારીઓને એરિયર્સ ચૂકવવાની લેખિત બાંહેધરી આપવામાં આવી હતી. જોકે, આ બાંહેધરી આપ્યાના 3 મહિના વીતી ગયા હોવા છતાં એક પણ કર્મચારીને ચુકવણી કરવામાં આવી નથી. ઉડાવ જવાબો અને તંત્રના બેજવાબદાર વલણથી રોષ રજૂઆત કરવા પહોંચતા નિવૃત્ત કર્મચારીઓને 'મુખ્યમંત્રી સ્વાગત ઓનલાઈન ફરિયાદ કરી છે તો હવે ત્યાંથી જ રકમ ચૂકવણીનો ચુકાદો કરાવી લ્યો' તેવા ઉડાવ અને અપમાનજનક જવાબો આપવામાં આવી રહ્યા છે. નિવૃત્ત ફૂડ સેફ્ટી ઓફિસર હસમુખ હિરપરા સહિતના કર્મચારીઓએ પાલિકા તંત્રના આવા સંવેદનાહીન વલણ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે. ગ્રાન્ટ ઉપલબ્ધ હોવા છતાં પાલિકાની ચુકવણીમાં નીતિમત્તાનો અભાવ ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સના 29 June, 2026 ના હુકમ અન્વયે નગરપાલિકાને કર્મચારીઓના પગાર-ભથ્થાં પેટે રૂ.4.57 કરોડની ની મૂળભૂત ગ્રાન્ટ મળી ચૂકી છે. આટલી માતબર રકમ ઉપલબ્ધ હોવા છતાં નિવૃત્ત કર્મચારીઓના બાકી લેણાં ચૂકવવામાં પાલિકા તંત્રની દાનત અને ઈચ્છાશક્તિનો સ્પષ્ટ અભાવ દેખાઈ રહ્યો છે. કલેક્ટરે નારાજગી વ્યક્ત કરી ચીફ ઓફિસરને તાકીદ કરી આખરે કંટાળેલા નિવૃત્ત કર્મચારીઓએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાને રૂબરૂ મળીને સમગ્ર મામલે લેખિત રજૂઆત કરી હતી. કલેક્ટરે પાલિકાના આ વલણ સામે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી અને ચીફ ઓફિસરને ટેલિફોનિક સૂચના આપી નિવૃત્ત કર્મચારીઓના એરિયર્સનો તાત્કાલિક ચુકાદો લાવવા આકરા આદેશો આપ્યા છે. હવે જોવાનું એ રહે છે કે કલેક્ટરની આકરી તાકીદ બાદ કર્મચારીઓને તેમના હક્કના નાણાં ક્યારે મળે છે.
    Click here to Read More
    Previous Article
    નાસિરનગર પીડિતોના પુનર્વસન માટે HCના આદેશ બાદ સર્વે:માત્ર પિટિશનરોનો સર્વે કરાતાં રોષ; નેતાઓ-વકીલની રજૂઆત બાદ તમામ 59 અસરગ્રસ્ત પરિવારોનો સર્વે કરાયો
    Next Article
    ભાજપના ખેસ પહેરી ધારાસભ્ય-નેતાઓના છાજીયા લીધા:વર્ષોથી પાકા રસ્તાની વાટમાં સ્થાનિકોએ પિત્તો ગુમાવ્યો, માણસામાં વિકાસની વાતો વચ્ચે કાદવમાં બાળપણ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment