Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાસિરનગર પીડિતોના પુનર્વસન માટે HCના આદેશ બાદ સર્વે:માત્ર પિટિશનરોનો સર્વે કરાતાં રોષ; નેતાઓ-વકીલની રજૂઆત બાદ તમામ 59 અસરગ્રસ્ત પરિવારોનો સર્વે કરાયો

    3 days ago

    સુરતના નાસિરનગરમાં ગત 30 મેના રોજ થયેલા વિવાદિત ડિમોલિશન બાદ, ગુજરાત હાઇકોર્ટના સ્પષ્ટ આદેશને પગલે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા આજે અસરગ્રસ્ત રહીશોના પુનર્વસન માટે વિધિવત સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાઇકોર્ટના આદેશ બાદ પાલિકા તંત્ર હરકતમાં આવ્યું ડિમોલિશન બાદ શરૂઆતમાં પાલિકાએ પોતાની સંડોવણી ન હોવાનો દાવો કર્યો હતો, પરંતુ કમિશનરે પાલિકાની ભૂમિકા સ્વીકારતાં મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. હાઇકોર્ટે નાસિરનગરના જે રહીશોના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તેમને યોગ્ય વૈકલ્પિક આવાસ અને વ્યવસ્થા પૂરી પાડવા પાલિકાને કડક નિર્દેશ આપ્યા હતા. રજૂઆત બાદ તમામ અસરગ્રસ્તોનો સર્વે શરૂ કરાયો કોર્ટના આદેશ બાદ આજે સર્વે માટે પહોંચેલી પાલિકાની ટીમે માત્ર 26 પિટિશનરોનો જ સર્વે કરવાનો પ્રયાસ કરતાં સ્થાનિકોમાં અસંતોષ ફેલાયો હતો. જોકે, સ્થાનિક કોર્પોરેટર અરશદ ઝરીવાલા, અસલમ સાયકલવાલા અને એડવોકેટ ધવલ રાણાએ સ્થળ પર પહોંચી રજૂઆત કરતાં પાલિકાએ તમામ પીડિતોનો સર્વે હાથ ધર્યો હતો. 59 અસરગ્રસ્ત પરિવારોને વૈકલ્પિક આવાસ અપાશે એડવોકેટ ધવલ રાણાના જણાવ્યા અનુસાર, પાલિકાએ હાઇકોર્ટમાં સોગંદનામું રજૂ કરીને 59 ઘરો ડિમોલિશન થયા હોવાનું સ્વીકાર્યું છે અને તેમની પાસે 120 વૈકલ્પિક આવાસો ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે. આ સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ તમામ અસરગ્રસ્ત પરિવારોને યોગ્ય રીતે પુનર્વસન હેઠળ મકાનોની ફાળવણી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બિગ બોસમાં શું સલમાન સાથે શાહરૂખ જોવા મળશે:સલમાને શૉના પ્રોમોમાં હિન્ટ આપી, શાહરુખની એન્ટ્રીની અટકળો સોશિયલ મીડિયા પર શરૂ
    Next Article
    નિવૃત કર્મચારીઓના હક્કના એરિયર્સમાં પાલિકાની ‘આળસ’!:લેખિત બાંહેધરી આપી પણ ત્રણ માસથી ચુકવણી નહીં; કલેક્ટરની ચીફ ઓફિસરને તાત્કાલિક ચુકવણીની તાકીદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment