Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપના ખેસ પહેરી ધારાસભ્ય-નેતાઓના છાજીયા લીધા:વર્ષોથી પાકા રસ્તાની વાટમાં સ્થાનિકોએ પિત્તો ગુમાવ્યો, માણસામાં વિકાસની વાતો વચ્ચે કાદવમાં બાળપણ!

    3 days ago

    માણસા તાલુકામાં સૌનો સાથ, સૌનો વિકાસના મંચ પરથી અપાતા મસમોટા ભાષણોની પોલ વેડા ગામના ચામુંડાનગર વિસ્તારમાં ખુલ્લી પડી ગઈ છે. અત્રેના વિસ્તારને દાયકાઓથી પાકા રસ્તા જેવી પાયાની સુવિધાથી વંચિત રખાતા તંત્રની ઘોર ઉપેક્ષા અને ચુંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતાથી કંટાળેલા સ્થાનિકોનો આક્રોશ આખરે જ્વાળામુખી બનીને બહાર આવ્યો છે. કાગળ પર મંજૂર થતી યોજનાઓ જમીન પર ન દેખાતા આજે ચામુંડાનગરના પુરુષો, મહિલાઓ અને અબાલવૃદ્ધોએ ભાજપનો જ ખેસ ધારણ કરી સ્થાનિક નેતાગીરી સામે મોરચો માંડી ધારાસભ્યના છાજીયા લઈ આકરા સૂત્રોચ્ચાર કરીને તંત્રની ઊંઘ ઉડાડી દીધી હતી. વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો છતાં તંત્ર નિંભર ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં વિકાસની ગુલબાંગો વચ્ચે એક ચોંકાવનારી વાસ્તવિકતા સામે આવી છે. માણસા તાલુકાના વેડા ગામે આવેલ ચામુંડાનગર વિસ્તારમાં વર્ષોથી પાકા રસ્તાના અભાવે સ્થાનિક રહીશો ભારે યાતનાઓ ભોગવવા મજબૂર બન્યા છે. વારંવારની લેખિત અને મૌખિક રજૂઆતો છતાં અસંવેદનશીલ તંત્ર અને સ્થાનિક નેતાઓના કાન સુધી અવાજ ન પહોંચતા આખરે રહીશોની ધીરજ ખૂટી છે. ભાજપના શાસનમાં જ વિકાસથી વંચિત રહેલા ચામુંડાનગરના રહીશોએ આખરે રસ્તા મુદ્દે ભાજપનો જ ખેસ પહેરીને બાળકો અને મહિલાઓ સાથે રસ્તા પર ઉતરી આવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. 100 પરિવાર કાચા અને ભયજનક રસ્તાઓ પર ચાલવા મજબૂર વેડા ગામના ચામુંડાનગરમાં વસવાટ કરતા આશરે 100 જેટલા ઠાકોર સમાજના કુટુંબો આજે પણ કાચા અને ભયજનક રસ્તાઓ પરથી પસાર થવા મજબૂર છે. ચોમાસું શરૂ થતાં જ આ આખો વિસ્તાર વિખૂટો પડી જાય છે અને કાદવનું સામ્રાજ્ય સ્થપાઈ જાય છે. પરિણામે નાના બાળકોનો અભ્યાસ રઝળી પડે છે કારણ કે કાદવમાંથી પસાર થઈને શાળાએ પહોંચવું અતિ જોખમી બને છે. મુખ્યમંત્રી સુધી લેખિત ગુહાલ છતાં પ્રશ્ન કાગળ પર જ અટક્યો આ ઉપરાંત કોઈ આકસ્મિક આરોગ્ય વિષયક ઈમરજન્સી ઊભી થાય ત્યારે ખરાબ રસ્તાના લીધે એમ્બ્યુલન્સ પણ ગામ સુધી પહોંચી શકતી નથી. દર્દીઓને સમયસર સારવાર ન મળવાથી અનેકવાર જીવનું જોખમ ઊભું થવાની ગંભીર સ્થિતિ સર્જાય છે. ત્યારે સ્થાનિકો સહનશક્તિની હદ ત્યારે આવી ગઈ જ્યારે મામલતદારથી લઈને સીધા મુખ્યમંત્રી સુધી વારંવાર લેખિત ગુહાલ લગાવવા છતાં આ પ્રશ્ન કાગળ પર જ અટકી રહ્યો. આખો વિસ્તાર નરકાગાર જેવી જિંદગી જીવવા મજબૂર આ અંગે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે વોટબેંક તરીકે ઉપયોગ કર્યા પછી નેતાઓ પોતાની જવાબદારી ભૂલી જાય છે. વહીવટી અધિકારીઓની અણઆવડત અને રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આજે આખો વિસ્તાર નરકાગાર જેવી જિંદગી જીવી રહ્યો છે. ગ્રામજનોએ હવે આરપારની લડાઈનું બ્યુગલ ફૂંકી દીધું છે. આજે પુરુષો, મહિલાઓ અને બાળકોએ ભાજપનો ખેસ ધારણ કરી મામલતદાર કચેરી પહોંચી સ્થાનિક નેતાઓ અને ધારાસભ્ય વિરુધ સુત્રોચારો કરી આવેદનપત્ર આપ્યું હતું. સમસ્યાનો ત્વરિત અને કાયમી ઉકેલ લાવવા માગ આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થાનિક અગ્રણી નરેન્દ્રભાઈ ઠાકોરે ચીમકી આપી છે કે જો આ વર્ષો જૂની સમસ્યાનો ત્વરિત અને કાયમી ઉકેલ લાવીને ચામુંડાનગરમાં પાકા રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સમગ્ર તાલુકા કક્ષાએ વધુ ઉગ્ર અને ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    નિવૃત કર્મચારીઓના હક્કના એરિયર્સમાં પાલિકાની ‘આળસ’!:લેખિત બાંહેધરી આપી પણ ત્રણ માસથી ચુકવણી નહીં; કલેક્ટરની ચીફ ઓફિસરને તાત્કાલિક ચુકવણીની તાકીદ
    Next Article
    પશુપાલકો-ખેડૂતોને ₹ પ્રતિ કિલોના ભાવે ઘાસચારો અપાશે:જામજોધપુરના ગ્રામ્ય વિસ્તારોમાં ઘાસચારાની તીવ્ર અછત હતી, સરકારને ધારાસભ્ય હેમંત ખવાની રજૂઆત રંગ લાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment