Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં બે અલગ-અલગ બનાવમાં બે વૃદ્ધનાં મોત:નાગરવાડાના વૃદ્ધને ગભરામણ થઈ તો બીજાને છાતીમાં દુખાવો થયો હતો, બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયા

    12 hours ago

    વડોદરા શહેરમાં અચાનક છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ (ગભરામણ) થવાના કારણે બે અલગ-અલગ બનાવોમાં બે વૃદ્ધ પુરુષોના મોત નિપજ્યા હોવાના બનાવ સામે આવ્યા છે. બંને દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે વડોદરાની સયાજી જનરલ (SSG) હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બંને કિસ્સામાં અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રથમ બનાવ વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી ખોડીયાર માતાની ગલી, નવાબવાડા ખાતે રહેતા 71 વર્ષીય શેખ ગુલામ અહમદને પોતાના ઘરે અચાનક ગભરામણ થવા સાથે શ્વાસ લેવામાં ભારે તકલીફ ઉપડી હતી. પરિવાર દ્વારા તેમને તુરંત સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલના ઇમરજન્સી કેઝ્યુઅલ્ટી વિભાગમાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજો બનાવ એકલેશ્વર ગીરનામ સોસાયટીમાં રહેતા 61 વર્ષીય જાફર આલમ અબ્દુલ રહમાન નામના વૃદ્ધને કપુરાઈ હાઈવે નજીક અચાનક છાતીમાં અસહ્ય દુખાવો અને ગભરામણ થતાં તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા. તેમને પણ SSG હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા, જ્યાં તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયા આ બંને બનાવો અંગે કારેલીબાગ અને કપુરાઈ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બંને બનાવોમાં પોલીસે પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરી મોતનું સાચું કારણ જાણવા પેનલ પીએમ અંગેની કાર્યવાહી શરૂ કરી છે અને રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ જાણવા મળશે.
    Click here to Read More
    Previous Article
    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ:અચાનક વિમાન નીચે ઉતરવા લાગ્યું, હવામાં જોરદાર આંચકા લાગ્યા, ઘણા મુસાફરો ઘાયલ; સીલિંગને પણ નુકસાન
    Next Article
    મનપાની ફૂડ સેફ્ટી શાખાની ખાણીપીણીના 83 એકમો પર તપાસ:વિવિધ વાનગીઓના 36 નમુના લેબમાં મોકલાયા, વાસી મસાલો, 25 લિટર પાણીપુરીનું દૂષિત પાણી સહિતનો નાશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment