Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એર ઇન્ડિયાની ફુકેટ-દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સમાં ફસાઈ:અચાનક વિમાન નીચે ઉતરવા લાગ્યું, હવામાં જોરદાર આંચકા લાગ્યા, ઘણા મુસાફરો ઘાયલ; સીલિંગને પણ નુકસાન

    14 hours ago

    એર ઇન્ડિયાની ફુકેટ (થાઇલેન્ડ)-દિલ્હી ફ્લાઇટ AI2379ને સોમવારે ઉડાન દરમિયાન ટર્બ્યુલન્સ (તીવ્ર હવાના આંચકા)નો સામનો કરવો પડ્યો હતો. એરલાઇન અનુસાર, ક્રૂઝ દરમિયાન વિમાનની ઊંચાઈમાં થોડા સમય માટે ફેરફાર થયો હતો, પરંતુ પાઇલટે પરિસ્થિતિ સંભાળી લીધી હતી અને વિમાનનું દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. એર ઇન્ડિયાએ જણાવ્યું કે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ સુરક્ષિત છે. હાલમાં કોઈના ગંભીર રીતે ઘાયલ થવાની માહિતી નથી. જોકે, કેટલાક મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને સામાન્ય ઈજાઓ થઈ છે, જેમને સાવચેતીના ભાગરૂપે એરપોર્ટ પરની મેડિકલ સુવિધામાં તપાસ અને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અચાનક વિમાન ખૂબ જ ઝડપથી નીચે આવવા લાગ્યું ફ્લાઇટમાં સવાર એક યાત્રીએ જણાવ્યું કે અચાનક વિમાન ખૂબ જ ઝડપથી નીચે આવવા લાગ્યું, જેના કારણે ઘણા મુસાફરો ઘાયલ થયા અને તેમને ઇજાઓ પહોંચી. આ અકસ્માત પછી બધા મુસાફરો ડરી ગયા હતા. એક મુસાફરે જણાવ્યું કે ફ્લાઇટ ઉડાન ભરતી વખતે અચાનક ખૂબ નીચે આવી ગઈ, જેના કારણે ઘણા મુસાફરોના માથા સીધા સીલિંગ સાથે અથડાયા. ઘણા લોકોના માથા પર સોજો પણ આવ્યો છે. એર ઇન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા કંપનીની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. ઘાયલ લોકોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે અને ઘટનાની તપાસમાં સંબંધિત અધિકારીઓ સાથે સંપૂર્ણ સહયોગ કરવામાં આવી રહ્યો છે. ટર્બ્યુલન્સ શું છે? વિમાનમાં ટર્બ્યુલન્સ અથવા હલચલનો અર્થ થાય છે- હવાના તે પ્રવાહમાં અવરોધ આવવો, જે વિમાનને ઉડવામાં મદદ કરે છે. આવું થવા પર વિમાન ડોલવા લાગે છે અને અનિયમિત વર્ટિકલ મોશનમાં જતું રહે છે એટલે કે તેના નિયમિત માર્ગ પરથી હટી જાય છે. આને જ ટર્બ્યુલન્સ કહેવાય છે. ઘણીવાર ટર્બ્યુલન્સને કારણે અચાનક જ વિમાન ઊંચાઈ પરથી થોડા ફૂટ નીચે આવવા લાગે છે. આ જ કારણ છે કે ટર્બ્યુલન્સને કારણે વિમાનમાં સવાર મુસાફરોને એવું લાગે છે, જાણે વિમાન પડવાનું હોય. ટર્બ્યુલન્સમાં પ્લેનનું ઉડવું અમુક અંશે એવું જ છે, જેમ કે - ખાડાટેકરાવાળા રસ્તા પર કાર ચલાવવી. કેટલાક ટર્બ્યુલન્સ હળવા હોય છે, જ્યારે કેટલાક ગંભીર હોય છે. કોઈપણ વિમાનને સ્થિર રીતે ઉડવા માટે જરૂરી છે કે તેની પાંખોની ઉપર અને નીચેથી વહેતી હવા નિયમિત હોય. ઘણીવાર હવામાન અથવા અન્ય કારણોસર હવાના પ્રવાહમાં અનિયમિતતા આવી જાય છે, જેનાથી એર પોકેટ્સ બને છે અને આ જ કારણોસર ટર્બ્યુલન્સ થાય છે. ટર્બ્યુલન્સ તીવ્રતાના આધારે ત્રણ પ્રકારના હોય છે શું ટર્બ્યુલન્સને કારણે પ્લેન ક્રેશ થઈ શકે છે? આધુનિક ટેકનિકના સુધારાને કારણે ટર્બ્યુલન્સને કારણે પ્લેન ક્રેશ થવાની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે, પરંતુ ટર્બ્યુલન્સથી પ્લેન ક્રેશ થવાની શક્યતા રહે છે. 1960ના દાયકામાં દુનિયામાં થયેલા કેટલાક વિમાન અકસ્માતો ટર્બ્યુલન્સને કારણે જ થયા હતા. 1994માં અમેરિકામાં US એર ફ્લાઇટ 1016 વાવાઝોડાને કારણે સર્જાયેલા ટર્બ્યુલન્સને લીધે લેન્ડિંગ સમયે ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 37 લોકોના મોત થયા હતા. 1999માં અમેરિકન એરલાઇન ફ્લાઇટ 1420 વાવાઝોડાને કારણે સર્જાયેલા ટર્બ્યુલન્સ પછી લેન્ડિંગ સમયે એરપોર્ટ પર રનવેથી આગળ નીકળીને ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 145માંથી 11 લોકોના મોત થયા હતા. 2001માં વેક ટર્બ્યુલન્સને કારણે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 587 ટેકઓફના થોડા સમય પછી ક્રેશ થઈ ગઈ હતી, જેના કારણે તેમાં સવાર તમામ 260 લોકોના મોત થયા હતા. આધુનિક પ્લેન એવી રીતે બનાવવામાં આવે છે કે તેઓ દરેક પ્રકારના ટર્બ્યુલન્સનો સામનો કરી શકે. પાયલટને પણ આનો સામનો કરવાની ટ્રેનિંગ આપવામાં આવે છે. વધુ અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    કેજરીવાલે PM આવાસ સુધી માર્ચ કાઢી, પોલીસે રોક્યા:ફિરોઝશાહ રોડ પર ધરણાં પર બેઠા, બોલ્યા- E20ના વિરોધમાં 2 લાખથી વધુ લોકોના પત્રો સોંપીશું
    Next Article
    વડોદરામાં બે અલગ-અલગ બનાવમાં બે વૃદ્ધનાં મોત:નાગરવાડાના વૃદ્ધને ગભરામણ થઈ તો બીજાને છાતીમાં દુખાવો થયો હતો, બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયા

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment