Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મનપાની ફૂડ સેફ્ટી શાખાની ખાણીપીણીના 83 એકમો પર તપાસ:વિવિધ વાનગીઓના 36 નમુના લેબમાં મોકલાયા, વાસી મસાલો, 25 લિટર પાણીપુરીનું દૂષિત પાણી સહિતનો નાશ

    11 hours ago

    ચોમાસાની ઋતુની શરૂઆત થતાં જ પાણીજન્ય અને ખોરાકજન્ય રોગચાળો ફેલાવાનો ભય સતત મંડરાતો રહે છે. નાગરિકોના સ્વાસ્થ્યની સુરક્ષાના દાવા સાથે મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા જુલાઈ મહિના દરમિયાન શહેરના અમુક નિશ્ચિત અને હાઇલાઇટ થતી જગ્યાઓની ખાણીપીણીની લારીઓ અને પેઢીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. કોર્પોરેશનની આ કાર્યવાહીને કારણે ભેળસેળિયા અને અસ્વચ્છતા રાખતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 83 પેઢીઓમાં તપાસ, 79 પ્રાથમિક પરીક્ષણો હાથ ધરાયા મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા દ્વારા જુલાઈ મહિના દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ વાન દ્વારા સતત પેટ્રોલિંગ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન ટેસ્ટિંગ કેમિસ્ટ દ્વારા કુલ 83 જેટલી પેઢીઓની રૂબરૂ તપાસ કરવામાં આવી હતી. આ સ્થળ પર જ કેમિસ્ટ દ્વારા તેલ, વિવિધ મસાલા, અને પીવાના પાણી જેવા પદાર્થોના 79 પ્રાથમિક પરીક્ષણો હાથ ધરાયા હતા. વાસી મસાલો, 25 લિટર પાણીપુરીનું દૂષિત પાણી સહિતનો નાશ આ પ્રાથમિક તપાસ દરમિયાન જે ખાદ્યસામગ્રી આરોગ્ય માટે હાનિકારક અને દૂષિત જણાઈ આવી હતી તેનો સ્થળ પર જ ત્વરિત નાશ કરવામાં આવ્યો હતો. જેમાં માનવ આરોગ્ય માટે જોખમી એવા 25 લિટર પાણીપુરીનું દૂષિત પાણી, 8 કિલોગ્રામ જેટલો વાસી મસાલો તેમજ 6 જેટલા બ્રેડ અને પાઉંના પેકેટોનો સમાવેશ થાય છે. વિવિધ વાનગીઓના કુલ 36 નમૂનાઓ લેવાયા એજ રીતે શહેરના પ્રખ્યાત ઘ-4 ગાર્ડન વિસ્તારમાં ખાસ ઝુંબેશ ચલાવીને 20 જેટલી ખાણીપીણીની લારીઓનું તપાસકામ કરવામાં આવ્યું હતું, જેમાં 10 પેઢીઓના પાણીનું પીએચ (pH) ટેસ્ટિંગ પણ કરાયું હતું. આ ઉપરાંત પૃથ્થકરણ અર્થે લેબોરેટરીમાં મોકલવા માટે ફૂડ સેફ્ટી ઓફિસર્સ દ્વારા વિવિધ વાનગીઓના કુલ 36 નમૂનાઓ લેવામાં આવ્યા છે. ખોરાક પેક કરવા માટે ન્યૂઝપેપરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો જેમાં પાણીપુરીનું પાણી, મસાલો, સેવપૂરી, ભેળપુરી, કચ્છી કડક, દાબેલી, મોમોસ, ચોળાફળી અને બરફના ગોળા જેવી ચીજોનો સમાવેશ થાય છે. આ તપાસ દરમિયાન દંડનીય કાર્યવાહીની સાથે વેપારીઓમાં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરાયો હતો. મનપાએ તમામ સંચાલકોને તાકીદ કરી હતી કે ખોરાક પીરસવા કે પેક કરવા માટે ન્યૂઝપેપરનો ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવો અને માત્ર આરોગ્યપ્રદ સામગ્રી જ વાપરવી. અમુક નિશ્ચિત અને હાઇલાઇટ થતી જગ્યાઓ પર દરોડા! ઉલ્લેખનીય છેકે ગાંધીનગર મહાનગરપાલિકાનું ફૂડ સેફ્ટી વિભાગ ચોમાસાની ઋતુ આવતાં જ કામગીરીના મોટા મોટા દાવાઓ કરીને વાહવાહ લૂંટવામાં મશગૂલ બની ગયું છે. અમુક નિશ્ચિત અને હાઇલાઇટ થતી જગ્યાઓ પર દરોડા પાડી વાસી ખોરાકનો નાશ કરી મનપાના અધિકારીઓ જાણે બહુ મોટું તીર મારી લીધું હોય તેમ હરખપદુડા થઈને દોડધામ મચાવી રહ્યા છે. પરંતુ રાયસણ અને પીડીપીયુ રોડ પર ધમધમતી અસંખ્ય ખાણીપીણીની લારીઓ અને નોનવેજના એકમો સામે તંત્ર દ્વારા રહસ્યમય મૌન ધારણ કરી લેવામાં આવ્યું છે. ખુલ્લામાં ચાલતા નોનવેજના સ્ટોલ પર ભારે દુર્ગંધ અને અસ્વચ્છતા આ વિસ્તારમાં દરરોજ સેંકડો વિદ્યાર્થીઓ અને સ્થાનિકો ખાણીપીણી માટે એકઠા થતા હોય છે, છતાં પણ અહીં વેચાતા ખાદ્યપદાર્થોની ગુણવત્તા તપાસવાની તસદી લેવામાં આવતી નથી. ખુલ્લામાં ચાલતા નોનવેજના સ્ટોલ પરથી ભારે દુર્ગંધ અને અસ્વચ્છતા ફેલાતી હોય છે.એવામાં કાર્યવાહી કરવાના બદલે મહાનગરપાલિકા ધ્વારા નાગરિકોને અપીલ કરાઈ છે કે તેઓ બહારનું ખાતી વખતે સ્વચ્છતાની ખાતરી કરે અને કોઈપણ ફરિયાદ માટે પાલિકાના હેલ્પડેસ્ક અથવા ફૂડ સેફ્ટી કનેક્ટ એપનો ઉપયોગ કરે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં બે અલગ-અલગ બનાવમાં બે વૃદ્ધનાં મોત:નાગરવાડાના વૃદ્ધને ગભરામણ થઈ તો બીજાને છાતીમાં દુખાવો થયો હતો, બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમમાં ખસેડાયા
    Next Article
    આદિવાસી દર્દીઓ માટે ગુજરાત સરકારની ‘સંજીવની’:ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ-રોબોટિક સર્જરીનો વધારાનો ખર્ચ સરકાર ઉઠાવશે, PMJAY અને મા-કાર્ડની મર્યાદા બાદ મહત્તમ 3 લાખ સુધી સહાય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment