Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આદિવાસી દર્દીઓ માટે ગુજરાત સરકારની ‘સંજીવની’:ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ-રોબોટિક સર્જરીનો વધારાનો ખર્ચ સરકાર ઉઠાવશે, PMJAY અને મા-કાર્ડની મર્યાદા બાદ મહત્તમ 3 લાખ સુધી સહાય

    10 hours ago

    ગુજરાત સરકારે અનુસૂચિત જનજાતિ (આદિવાસી) સમાજના ગંભીર બીમારીથી પીડાતા દર્દીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નાણાકીય રીતે નબળા આદિવાસી પરિવારોને મોંઘી અને આધુનિક સારવાર મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે વર્ષ 2026-27થી નવી સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના માટે પ્રથમ વર્ષે ₹2 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આદિજાતિ વિકાસ વિભાગે આ યોજનાને વહીવટી મંજૂરી આપી છે. યોજના હેઠળ કિડની, લીવર, હૃદય અને પેનક્રિયાઝ જેવા અંગોના ટ્રાન્સપ્લાન્ટ તેમજ રોબોટિક સર્જરી સહિતની જટિલ સારવાર માટે નાણાકીય સહાય આપવામાં આવશે. PMJAY-મા કાર્ડ બાદનો વધારાનો ખર્ચ સરકાર ઉઠાવશે આ યોજનાની સૌથી મહત્વની બાબત એ છે કે દર્દીને આયુષ્માન ભારત PMJAY અથવા મા-કાર્ડ હેઠળ મળતી સહાય બાદ સારવારનો જે ખર્ચ બાકી રહે, તેમાં મહત્તમ ₹3 લાખ સુધીની સહાય રાજ્ય સરકાર આપશે. ઉદાહરણથી સમજો: સરકારી હોસ્પિટલ IKDRCમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ ₹6 લાખ થાય અને PMJAY હેઠળ ₹3 લાખની સહાય મળતી હોય તો બાકી રહેલા ₹3 લાખ આ યોજના હેઠળ ચૂકવવામાં આવશે. ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાના કિસ્સામાં પણ સરકારી હોસ્પિટલમાં નક્કી કરાયેલા સારવારના દરને આધારે સહાયની મર્યાદા નક્કી થશે. એટલે ખાનગી હોસ્પિટલમાં સારવારનો ખર્ચ વધુ હોય તો પણ સરકારની સહાય સરકારી નિર્ધારિત દરની મર્યાદા સુધી જ મળશે. IKDRC બની નોડલ એજન્સી યોજનાના અમલીકરણની મુખ્ય જવાબદારી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝિસ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ને સોંપવામાં આવી છે. દર્દીએ યોજના હેઠળ લાભ મેળવવા માટે ફરજિયાતપણે IKDRCનો સંપર્ક કરવો પડશે. ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાની હોય તો પણ IKDRCની મંજૂરી લેવી જરૂરી રહેશે. ઉપરાંત, IKDRCની ટ્રાન્સપ્લાન્ટ કમિટી પાસેથી ક્લિનિકલ મંજૂરી મેળવ્યા બાદ જ સહાયનો લાભ મળશે. કોણ લાભ લઈ શકશે? 1.લાભાર્થી ગુજરાતનો અનુસૂચિત જનજાતિનો વ્યક્તિ હોવો જરૂરી. 2,સત્તાવાર જાતિનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. 3.દર્દી પાસે PMJAY અથવા મા-કાર્ડ હોવું જરૂરી. 4.અંગ ટ્રાન્સપ્લાન્ટ માટે સહાય માત્ર આદિવાસી દર્દી એટલે કે અંગ મેળવનાર (Recipient) ને મળશે. 5.અંગદાતા કોઈપણ જ્ઞાતિનો હોય તો પણ આદિવાસી દર્દીને મળતી સહાય પર તેની અસર નહીં થાય. 6.શાળાના બાળકોને આ યોજનામાં અલગથી આવરી લેવાશે નહીં, કારણ કે તેમને સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ હેઠળ મફત સારવારની જોગવાઈ છે. ઓનલાઈન પ્રક્રિયા, DBTથી સહાય યોજનામાં નાણાકીય ગેરરીતિ અને ભ્રષ્ટાચાર અટકાવવા માટે પ્રક્રિયા ઓનલાઈન રાખવામાં આવશે. લાભાર્થીને સહાય DBT (Direct Benefit Transfer) અથવા CM ડેશબોર્ડ પોર્ટલ મારફતે આપવામાં આવશે. યોજનાના મોનિટરિંગ માટે સમયાંતરે સોશિયલ ઓડિટ અને થર્ડ પાર્ટી વેરિફિકેશન પણ કરવામાં આવશે. આ નિર્ણયથી ગંભીર બીમારીઓની મોંઘી સારવારનો ખર્ચ ઉઠાવવામાં મુશ્કેલી અનુભવતા આદિવાસી પરિવારોને મોટી રાહત મળવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    મનપાની ફૂડ સેફ્ટી શાખાની ખાણીપીણીના 83 એકમો પર તપાસ:વિવિધ વાનગીઓના 36 નમુના લેબમાં મોકલાયા, વાસી મસાલો, 25 લિટર પાણીપુરીનું દૂષિત પાણી સહિતનો નાશ
    Next Article
    MLA ખેડાવાલાના મતવિસ્તાર ખાડિયામાં કોંગ્રેસના કાર્યકર્તાઓનો કામ ન થયાનો આક્ષેપ:ગટર અને પાણીના કામ ન થયા, ખાલી કોન્ટ્રાક્ટરોના બિલો બનતા હોવાનો આરોપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment