Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર સાંસદની કેન્દ્ર સરકારને રજૂઆત:અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજની માંગ

    8 hours ago

    સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ સી. શિહોરાએ કેન્દ્ર સરકાર સમક્ષ ગુજરાતના અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો માટે વિશેષ રાહત પેકેજની માંગ કરી છે. તેમણે આ અંગે કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણને વિગતવાર પત્ર લખ્યો છે. પત્રમાં સાંસદે જણાવ્યું છે કે વર્ષ 2026 દરમિયાન ગુજરાતમાં પડેલા અભૂતપૂર્વ વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આના પરિણામે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. ઉપરાંત, હજારો ખેડૂતોના મકાનો, પશુધન, કૃષિ સાધનો, સિંચાઈ વ્યવસ્થા તેમજ ગ્રામ્ય માળખાકીય સુવિધાઓને પણ ભારે નુકસાન પહોંચ્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. સાંસદે કેન્દ્ર સરકારને અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વે હાથ ધરવા, પાક અને મિલકતના નુકસાનનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરાવવા, યોગ્ય વળતર ચૂકવવા અને ક્ષતિગ્રસ્ત મકાનોના પુનઃનિર્માણ માટે વિશેષ સહાય આપવા વિનંતી કરી છે. તેમણે કૃષિ લોનમાં રાહત આપવા અને પુનર્વસનના કાર્યો યુદ્ધના ધોરણે શરૂ કરવાની પણ માંગ કરી છે. સાંસદે ભારપૂર્વક જણાવ્યું કે આ માત્ર પાકના નુકસાનનો મુદ્દો નથી, પરંતુ લાખો ખેડૂત પરિવારોની આજીવિકા અને ગ્રામ્ય અર્થતંત્ર સાથે જોડાયેલો પ્રશ્ન છે. આથી, સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ અસરગ્રસ્ત જિલ્લાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ અને વ્યાપક રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી તેમણે રજૂઆત કરી છે.
    Click here to Read More
    Previous Article
    'તમારું બાંધકામ SMC પાસે તોડાવી નાખીશ':ધમકી આપી 4 લાખ માંગનાર શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યનો વીડિયો ઉતારી બિલ્ડરે ફરિયાદ નોંધાવી
    Next Article
    વટવામાં નશાયુક્ત કફ સીરપની બોટલોનું માતા-પુત્ર વેચાણ કરતાં:ANTF ટીમે દરોડો પાડી 498 બોટલો કબજે કરી, પુત્રની ધરપકડ, માતા ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment