Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'તમારું બાંધકામ SMC પાસે તોડાવી નાખીશ':ધમકી આપી 4 લાખ માંગનાર શિક્ષણ સમિતિના પૂર્વ સભ્યનો વીડિયો ઉતારી બિલ્ડરે ફરિયાદ નોંધાવી

    11 hours ago

    સુરતના લિંબાયત વિસ્તારમાં સામાજિક કાર્યકર્તાની ઓળખ ધરાવતા અને કાયદાના જાણકાર હોવાનો દાવો કરતા રઈશ અહમદ મોહંમદશફી શેખ સામે 4 લાખની બળજબરીથી ખંડણી માંગવા અંગે ગંભીર પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નોંધનીય છે કે આરોપી રઈશ શેખ વર્ષ 2010થી 2015 સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સુરતનો પૂર્વ સભ્ય રહી ચૂક્યો છે અને હાલમાં લિંબાયત પોલીસ સ્ટેશનની શાંતિ સમિતિનો પણ સભ્ય છે. આ ઉપરાંત તે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં સક્રિય હતો, પરંતુ તેની પક્ષવિરોધી પ્રવૃત્તિઓ તેમજ ઉઘરાણાની અવારનવાર મળતી ફરિયાદોને ધ્યાને રાખી સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ ઉધનાવાલાએ તેને આશરે 6 મહિના અગાઉ જ પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધો હતો. તેમ છતાં સામાજિક કાર્યકર્તાનો નકાબ પહેરીને તે વેપારીઓ અને બિલ્ડરો પાસેથી રૂપિયા પડાવતો હોવાનો ખુલાસો થયો છે. ‘SMCનું કન્સ્ટ્રક્શન તોડાવી નાખવાની ધમકી’ ફરિયાદી જુબેર ખલીઉલ્લા અંસારી (ઉંમર 30 વર્ષ, રહે. અંબાનગર સોસાયટી, ઉધના), જેઓ બિલ્ડિંગ મટીરીયલ્સનો ધંધો કરે છે, તેમણે બે મહિના પહેલાં ગોવિંદનગર, લિંબાયત ખાતે પ્લોટ નં. 314 અને 315 વાળી ખુલ્લી જગ્યા ખરીદી હતી. તમામ સરકારી ધારાધોરણો મુજબ બાંધકામ શરૂ કરાયું હતું. જોકે, 17 જુલાઈ 2026ના રોજ આરોપી રઈશ શેખ ફરિયાદીની ‘ઉબેત ફોમ’ (ખાતા નં. 292, 293) નામની ઓફિસે ધસી આવ્યો હતો. તેણે ધમકી આપી હતી કે ‘તમારું બાંધકામ ગેરકાયદે છે અને SMC વાળા ગમે ત્યારે તોડી પાડશે.’ ફરિયાદીએ બાંધકામ કાયદેસર હોવાનું કહેતા રઈશ શેખે રોફ ઝાડીને કહ્યું હતું કે, ‘હું અગાઉ પણ SMC પાસે તમારું H-2 ગોવિંદનગરવાળું કન્સ્ટ્રક્શન તોડાવી ચૂક્યો છું, એટલે આ પણ તોડાવી દઈશ. જો આ બચાવવું હોય તો SMCમાં વ્યવહાર કરવો પડશે અને મને 4 લાખ આપવા પડશે.’ ‘ચાર લાખની માંગણી કરી માનસિક ત્રાસ આપતો હતો’ આરોપી દ્વારા SMC મારફતે બાંધકામ તોડી પાડવાનો અને ગેરકાયદે બાંધકામના કેસમાં જેલમાં પૂરી દેવાનો ડર બતાવવામાં આવતા ફરિયાદી જુબેર અંસારી અત્યંત ગભરાઈ ગયા હતા. તે સમયે ડરના માર્યા તેમણે પૈસા આપવાની બાંહેધરી આપી હતી. પરંતુ ધંધામાં આર્થિક નુકસાન થયું હોવાના કારણે તેઓ 4 લાખની રકમ ચૂકવી શક્યા નહોતા. આથી, 25 જુલાઈ 2026ના રોજ બપોરે આશરે 3 વાગ્યે રઈશ શેખ ફરીથી ઉબેત ફોમ ઓફિસની બહાર આવ્યો હતો અને એક અઠવાડિયામાં નાણાંની સગવડ કરવા આખરી અલ્ટીમેટમ આપ્યું હતું. આટલેથી ન અટકતાં, આરોપી અવારનવાર રૂબરૂ આવીને તેમજ વોટ્સએપ કોલ કરીને સતત ચાર લાખ રૂપિયાની માંગણી કરી માનસિક ત્રાસ આપતો હતો. ‘કંટાળેલા બિલ્ડરે વીડિયો અને ઓડિયો પુરાવા ભેગા કર્યા’ અવારનવારની ધમકીઓ અને બ્લેકમેઈલિંગથી કંટાળી ગયેલા બિલ્ડરે આખરે હિંમત દાખવી હતી. આરોપી રઈશ શેખ જ્યારે પણ પૈસાની ઉઘરાણી કરવા આવતો અથવા ફોન કરતો, ત્યારે ફરિયાદીએ ચાલાકીપૂર્વક તેનું વીડિયો શૂટિંગ અને ઓડિયો રેકોર્ડિંગ કરી લીધું હતું. આ વાઇરલ પુરાવાઓમાં આરોપી રઈશ શેખ ખુલ્લેઆમ પૈસાની લેતી-દેતી અંગે વાટાઘાટો કરતો અને SMCનો ડર બતાવીને ખંડણી માંગતો સ્પષ્ટપણે કેમેરામાં કેદ થઈ ગયો હતો. આરોપીની આ કરતૂતોના નક્કર પુરાવા હાથમાં આવતાં ફરિયાદીને કાયદાકીય લડાઈ લડવાનું બળ મળ્યું હતું. માનસિક રીતે ભાંગી પડેલા ફરિયાદીએ નોંધાવી FIR સતત ધમકીઓ અને તોડબાજીના કારણે બિલ્ડર જુબેર અંસારી માનસિક રીતે ભાંગી પડ્યા હતા. તેમણે આખી ઘટનાની જાણ પોતાના પરિવારના સભ્યોને કરી હતી. પરિવારે હિંમત આપતાં અને કાયદાનો સહારો લેવાનું જણાવતાં, ફરિયાદીએ હિંમત કરીને લિંબાયત પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીએ આરોપી રઈશ શેખ વિરુદ્ધ એકત્રિત કરેલા તમામ વીડિયો અને ઓડિયો પુરાવાઓ પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા. આ પુરાવાઓના આધારે પોલીસે આરોપીની કરતૂતોનો પર્દાફાશ કરી તેની સામે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી. શાંતિ સમિતિના સભ્યની તોડબાજી સામે કાર્યવાહી થતાં ચર્ચા ફરિયાદી જુબેર અંસારીની વિગતવાર ફરિયાદના આધારે લિંબાયત પોલીસે રઈશ અહમદ મોહંમદશફી શેખ વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 176 મુજબ ગુનો રજિસ્ટર કરી જાહેર રિપોર્ટ તૈયાર કર્યો છે. આ સમગ્ર મામલાની આગળની તપાસ પીએસઆઈ (PSI) કે.પી. જાડેજાને સોંપવામાં આવી છે. પોલીસ હવે આરોપી સામે કાયદેસરના પગલાં ભરી તેની ધરપકડ કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. શાંતિ સમિતિના સભ્ય તરીકે રહીને તોડબાજી કરનાર નેતા સામે કાર્યવાહી થતાં જ સમગ્ર સુરતમાં ભારે ચર્ચા જાગી છે.
    Click here to Read More
    Previous Article
    One year after Dharali: The growing cost of building in a fragile Himalaya
    Next Article
    સુરેન્દ્રનગર સાંસદની કેન્દ્ર સરકારને રજૂઆત:અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment