Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વટવામાં નશાયુક્ત કફ સીરપની બોટલોનું માતા-પુત્ર વેચાણ કરતાં:ANTF ટીમે દરોડો પાડી 498 બોટલો કબજે કરી, પુત્રની ધરપકડ, માતા ફરાર

    9 hours ago

    અમદાવાદમાં દિન પ્રતિદિન નશાકારક દ્રવ્યોના વેચાણમાં વધારો થઈ રહ્યો છે, ખાસ કરીને પૂર્વ વિસ્તારના વટવામાં નશાકારક ચીજ વસ્તુઓનું વેચાણ વધી રહ્યું છે ત્યારે અમદાવાદ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની ટીમ દ્વારા વટવા વિસ્તારમાં આવેલા ચાર માળિયા ખાતે આવેલા મકાનમાં દરોડો પાડીને 478 કફ સીરપની બોટલો જપ્ત કરવામાં આવી છે. માતા અને પુત્ર ભેગા મળીને કફ સીરપનું વેચાણ કરતા હતા ત્યારે પોલીસે પુત્રની ધરપકડ કરી છે જ્યારે માતા ફરાર છે. વટવા પોલીસની જાણ બહાર ટાસ્ક ફોર્સની ટીમે દરોડો પાડીને નશાયુક્ત કફ સીરપ બોટલો વેચનારા શખ્સને ઝડપી પાડ્યો છે. નશાયુક્ત કફ સીરપની બોટલોનું માતા-પુત્ર વેચાણ કરતાં નશા મુક્ત રાજ્ય બનાવવા માટે નશાકારક ચીજ વસ્તુઓનું વેચાણ કરનારા તત્વો સામે કાર્યવાહી કરવા માટે ગાંધીનગર સીઆઈડી અંતર્ગત એન્ટી નાર્કોટિક્સની ટીમ બનાવવામાં આવી છે. ત્યારે ગાંધીનગર વહીવટી શાખામાં ફરજ બજાવનારા પીએસઆઇ ડી. બી. સોલંકીને બાતમી મળી હતી કે અમદાવાદના વટવા વિસ્તારમાં ચાર માળિયામાં એક મહિલા અને તેનો પુત્ર ગેરકાયદેસર કફ સીરપનું વેચાણ કરે છે. તેથી તેઓ દ્વારા અમદાવાદ ઝોનના એન્ટી નાર્કોટિક્સ ટીમને જાણ કરવામાં આવી હતી જેથી ટીમ દ્વારા વટવા ચાર માળિયા ખાતે આવેલા મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. એકસરખી કુલ 478 જેટલી બોટલો મળી, માતા જથ્થો લાવતી પોલીસે મહંમદ સારિક ઉર્ફે બાલી હુસૈન શેખ અને ઝરીના શેખના ઘરમાં દરોળો પાડ્યો હતો, ત્યારે તેમને ચાર જેટલા થેલા મળી આવ્યા હતા. જેમાં તપાસ કરતા કફ સીરપની બોટલો મળી આવેલી હતી. એકસરખી કુલ 478 જેટલી બોટલો મળી આવેલી હતી. નશાયુક્ત કફ સીરપની બોટલો મળી આવેલી હતી જે તમામ બોટલોને પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી હતી. પોલીસ દ્વારા મોહમ્મદારીકની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે આ કફ સીરપનો જથ્થો તેની માતા ઝરીનાબેન લાવે છે અને તેઓ છૂટક ધંધો કરે છે. મકાન પણ ભાડે રાખવામાં આવ્યું છે અને હાલમાં તેની માતા હાજર નથી. જેથી પોલીસે મહંમદ સારીકની ધરપકડ કરી છે. અગાઉ ગાંજો પીવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો એક મહિના પહેલા પણ શહેરના વટવા વિસ્તારમાં જ ગાંજો પીવા બાબતે મારામારીનો બનાવ બન્યો હતો. ફરિયાદીના ઘરની બહાર કેટલાક લોકો ગાંજો પીવા બાબતે બોલાચાલી થઈ હતી જેમાં યુવકના માથામાં ઇજા પણ થઈ હતી. ત્યારે વટવા વિસ્તારમાં ચાર માળિયા ખાતે જ આવા નશાકારક પદાર્થોનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે અને સ્થાનિક પોલીસની જગ્યાએ નાર્કોટિક્સ સેલની ટીમને માહિતી મળતા તેમના દ્વારા દરોડો પાડી અને કાર્યવાહી કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર સાંસદની કેન્દ્ર સરકારને રજૂઆત:અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો માટે રાહત પેકેજની માંગ
    Next Article
    માતા-પિતાએ હોમવર્કનું કહેતાં ધો-7નો વિદ્યાર્થીનો પંખે લટકી ગયો:એકના એક દીકરાના મોતથી પરિવારનું હૈયાફાટ રુદન; સુરતમાં મોબાઇલની લત જીવલેણ બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment