Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રીપલ અકસ્માત:હિંમતનગર-તલોદ હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારી

    1 day ago

    ​હિંમતનગર-તલોદ રોડ પર આવેલા તાજપુર કેમ્પ નજીક મેશ્વો નદીના પુલ પાસે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રકની ટક્કરે કાર પાછી ફંગોળાતા પાછળ આવી રહેલ કાર સાથે અથડાઈ હતી ગત તા.01-08-26ના રોજ બપોરના સુમારે રોઝડથી હરસોલ તરફ જઈ રહેલી કારને સામેથી પૂરઝડપે આવી રહેલા ટ્રક નં. જીજે-31-યુ-4978ના ચાલકે જોરદાર ટક્કર મારી હતી. ​આ અકસ્માત એટલો જોરદાર હતો કે કાર 15 ફૂટ જેટલી પાછળ ધકેલાઈ જતાં પાછળથી આવતી અન્ય કાર નં. જીજે-08-આર-0003 સાથે અથડાઈ હતી. આ ટ્રીપલ અકસ્માતમાં કારમાં સવાર સિરાજઅહેમદ રેટીયાને માથાના તથા જમણા હાથમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જ્યારે અન્ય સાથીદારોને પણ શરીરે ઓછી-વત્તી ઈજાઓ થઈ હતી. ​ઘટનાની જાણ થતાં દોડી આવેલ લોકોએ ઈજાગ્રસ્તોને તરત જ હિંમતનગર ખાતેના ખાનગી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ડ્રાઈવર પોતાની ટ્રક લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. ભોગ બનનારના પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    મગફળી, કપાસ માટે સાનૂકુળ સ્થિતિ, પિયતનું સંકટ ટળ્યું‎:વરસાદથી સા.કાં.માં નીચાણવાળા કેટલાક ખેતરોમાં પાણી ભરાયા
    Next Article
    ભાસ્કર વિશેષ‎:મંદિરોથી સંસ્કાર- સંસ્કૃતિ- સત્સંગનું જતન થાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment