Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મગફળી, કપાસ માટે સાનૂકુળ સ્થિતિ, પિયતનું સંકટ ટળ્યું‎:વરસાદથી સા.કાં.માં નીચાણવાળા કેટલાક ખેતરોમાં પાણી ભરાયા

    1 day ago

    સાબરકાંઠા જિલ્લામાં ગત સપ્તાહમાં વરસેલા વરસાદને પગલે ખેડૂત આલમ ખુશ ખુશાલ છે પરંતુ તલોદ અને પ્રાંતિજ તાલુકામાં એક સાથે થયેલ વરસાદને પગલે કેટલાક ખેતર પાણીથી તરબતર થતાં જમીન ધોવાવા સહિત વાવેતર ડૂબી જવાની અને ઉગેલો પાક પીળો પડી જવાનો ભય સેવાઈ રહ્યો છે. સતત વરસાદને કારણે મકાઈ, મગફળી, જુવાર, સોયાબીન તેમજ ઘાસચારા જેવા પાકોને જીવતદાન મળ્યું છે. વરસાદના કારણે પાકના વિકાસ માટે જરૂરી ભેજ મળતાં ખેડૂતોને સારા ઉત્પાદનની આશા જાગી છે અને પિયતનું હાલ પૂરતું સંકટ ટળ્યું છે. હિંમતનગરના સૂરજપુરાના નગીનભાઈ પટેલે જણાવ્યું કે ગાંભોઈ પંથકમાં સતત વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલીક જગ્યાએ ખેતરો ધોવાઈ જતાં ખેડૂતોને નુકસાન પણ વેઠવું પડ્યું છે. જો કે બે દિવસથી વરસાદનું જોર ઘટતાં ખેતરોમાંથી પાણીનો નિકાલ થવા માંડ્યો છે . ખેતીવાડી અધિકારી બી.જે.જોશીએ જણાવ્યું કે જિલ્લામાં માફકસર વરસાદ થયો છે કોઈ જગ્યાએ નુકસાનની માહિતી મળી નથી
    Click here to Read More
    Previous Article
    12 કંપનીઓ 200થી વધુ જગ્યાઓ માટે ઇન્ટરવ્યૂ લેશે:લાડભવનમાં આજે મહિલાઓ માટે રોજગાર-એપ્રેન્ટીસ ભરતી મેળો, સ્વરોજગાર અંગે માર્ગદર્શન અપાશે
    Next Article
    ટ્રીપલ અકસ્માત:હિંમતનગર-તલોદ હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment