Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર વિશેષ‎:મંદિરોથી સંસ્કાર- સંસ્કૃતિ- સત્સંગનું જતન થાય છે

    1 day ago

    લંડનના કુમકુમ મંદિર ખાતે 13મા પાટોત્સવની ઉજવણીમાં ઘનશ્યામ મહારાજનું પૂજન અર્ચન કરાયુું હતું. ત્યારબાદ પંચામૃત અને પુષ્પોથી અભિષેક કરાયો હતો. આ પ્રસંગે અમદાવાદથી પ્રેમવત્સલદાસજી સ્વામી અને શાસ્ત્રી હરીકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે બધો ધાર્મિક વિધિ કરાવી હતી. ત્યારબાદ તેમણે ઉપસ્થિત સત્સંગીઓને કથામૃતનું પાન કરાવ્યું હતું. કુમકુમ મંદિરના મોટીવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ મંદિરોની વિશેષતા અંગે જણાવ્યું હતું કે મંદિરો સમાજ નિર્માણ અને સંસ્કૃતિ જતનનું દિવ્ય કેન્દ્ર છે. વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને સનાતન મૂલ્યોને જીવંત રાખવામાં મંદિરોની ભૂમિકા અતિ મહત્વની રહી છે. લંડન જેવા આધુનિક અને વેગવંતા શહેરમાં મંદિર એ માત્ર શ્રદ્ધાનું ધામ નથી, પણ સમાજ નિર્માણનું વટવૃક્ષ છે. જેમ ખોરાકને બગડતો અટકાવવા માટે ફ્રિજની જરૂર પડે છે. તેમ આજના આધુનિક યુગમાં મનુષ્યના મન, ચરિત્ર અને સંસ્કારોને સુરક્ષિત રાખવા માટે સમાજને મંદિરની અનિવાર્ય જરૂરિયાત છે. મંદિરોને કારણે લોકો અઠવાડિયે રવિસભા અને સત્સંગમાં જોડાય છે.જેનાથી કૌટુંબિક પ્રેમ, ભાઈચારો અને સદભાવના સુદ્રઢ બને છે. મંદિર યુવાનોને દુર્વ્યસનોથી દૂર રાખી ઉચ્ચ સંસ્કાર, સેવાભાવના અને માનસિક શાંતિ પ્રદાન કરે છે.જેમ બીજા દેશમાં પ્રવેશવા માટે એમ્બેસીમાંથી વિઝા લેવા પડે છે, તેમ શ્રી સ્વામિનારાયણના અક્ષરધામ (મોક્ષ)ના વિઝા મેળવવા મંદિર એ પૃથ્વી પરની દિવ્ય વિઝા ઓફિસ છે. શાસ્ત્રી હરીકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી જણાવ્યું હતું કે વિદેશમાં ઉછરતી નવી પેઢી પોતાની મૂળ ભારતીય ભાષા, કળા અને મૂલ્યો સાથે જોડાયેલી રહે તે માટે મંદિર સંસ્કારપીઠનું કાર્ય કરે છે. તેથી મંદિરમાં અવશ્ય આવીને સત્સંગનો લાભ લેવો જોઈએ.​ ટૂંકમાં, મંદિરો છે તો આપણી સંસ્કૃતિ અને નીતિ-મૂલ્યો સુરક્ષિત છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રીપલ અકસ્માત:હિંમતનગર-તલોદ હાઇવે પર ટ્રકે કારને ટક્કર મારી
    Next Article
    સેન્સેક્સ 150 પોઈન્ટ વધીને 78,800 પર પહોંચ્યો:નિફ્ટીમાં 150 પોઈન્ટનો ઘટાડો, તે 24,600 પર ટ્રેડિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment