Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘હવે જો તું ટેમ્પો માંગીશ તો ટાંટીયા ભાંગી નાખીશ’:સગા મામાએ ભાણિયાનો ટેમ્પો કંપનીમાં ભાડે મૂકી માસિક ભાડું અપાવવાની લાલચ આપી ગીરવે મૂકી દીધો

    1 day ago

    વડોદરાના બાપોદ વિસ્તારમાં રહેતા જયેશભાઈ પટેલનો ટેમ્પો કંપનીમાં ભાડે મૂકવાના નામે મેળવી, તેમના સગા મામા મનિષ પટેલે નડિયાદમાં બારોબાર ગીરવે મૂકી દઈ છેતરપિંડી આચરી હોવાની ઘટના સામે આવી છે. ભાડાની રકમ અને ટેમ્પો પરત માંગતાં મામાએ ભાણિયાને ગાળો આપી ટાંટિયા ભાંગી નાખવાની ધમકી પણ આપી હતી. ભાડાની લાલચ આપી ટેમ્પો મેળવ્યો બાપોદ વિસ્તારના હીરાબા નગરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતા જયેશભાઈ પટેલે બેંક લોનથી સુપર કૅરી ટેમ્પો ખરીદ્યો હતો. નડિયાદના ઉત્તરસંડા ખાતે રહેતા તેમના સગા મામા મનિષ પટેલે આણંદની કંપનીમાં ટેમ્પો ભાડે મૂકી દર મહિને રૂ. 30,000 અપાવવાની લાલચ આપી ટેમ્પો, આર.સી. બુક અને ચેક મેળવી લીધા હતા. શરૂઆતમાં થોડું ભાડું આપ્યા બાદ નાણાં બંધ કર્યા શરૂઆતમાં મામાએ બે મહિના થોડી રકમ ભાડા પેટે મોકલી હતી, પરંતુ ત્યારબાદ નાણાં આપવાનું સાવ બંધ કરી દીધું હતું. જયેશભાઈએ અવારનવાર ફોન કરી ભાડું અને ટેમ્પો પરત માંગતાં મામાએ ગલ્લા-તલ્લા કરી ઉશ્કેરાઈને "હવે ટેમ્પો માંગીશ તો ટાંટીયા ભાંગી નાખીશ" તેવી ધમકી આપી હતી. ખાનગી તપાસમાં ગીરવે મૂક્યાનો ખુલાસો મામાના વર્તનથી શંકા જતાં જયેશભાઈએ તપાસ કરાવતાં ખુલાસો થયો હતો કે મામાએ ટેમ્પો કોઈ કંપનીમાં મૂકવાને બદલે નડિયાદમાં બારોબાર ગીરો મૂકી દીધો હતો. વિશ્વાસઘાત અને છેતરપિંડી થતાં જયેશભાઈ પટેલે મામા મનિષભાઈ રમણભાઈ પટેલ વિરુદ્ધ કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કાશ્મીરના કુપવાડામાં વાદળ ફાટ્યા:બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત, યુપીના 72 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
    Next Article
    સંકુલોમાં જગ્યા હોવા છતાં બહાર પાર્કિંગ:કોર્ટ અને કલેક્ટર કચેરી પાસે પાર્કિંગની સમસ્યા વિકટ બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment