Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાશ્મીરના કુપવાડામાં વાદળ ફાટ્યા:બિહારમાં વીજળી પડવાથી 8નાં મોત, યુપીના 72 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ

    1 day ago

    મધ્ય પ્રદેશમાં અત્યાર સુધી સરેરાશ 15.4 ઇંચ વરસાદ થયો છે, જે કોટાના અડધાથી પણ ઓછો છે. ભોપાલ, ગ્વાલિયર, ઉજ્જૈન-જબલપુર સહિત 42 જિલ્લાઓમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડ્યો છે. IMD (હવામાન કેન્દ્ર) અનુસાર, આગામી 2 દિવસ એટલે કે મંગળવાર અને બુધવારે ક્યાંય પણ ભારે વરસાદનું એલર્ટ નથી. ઉત્તર પ્રદેશમાં ચોમાસું ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. સોમવારે લખનઉ, કાનપુર, વારાણસી, બરેલી, આગ્રામાં વરસાદ થયો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ બુધવારે 72 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. બિહારમાં 24 કલાકમાં બાંકાના અલગ-અલગ સ્થળોએ આકાશી વીજળી પડવાથી 8 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ઘાયલ છે. મંગળવાર માટે 25 જિલ્લાઓમાં વાવાઝોડા અને વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે જિલ્લા સીવાન અને ગોપાલગંજમાં ભારે વરસાદની ચેતવણી છે. આ દરમિયાન 60Kmph ની ઝડપે પવનો ફૂંકાવાની પણ શક્યતા છે. IMD એ હિમાચલ પ્રદેશ માટે 3 થી 7 ઓગસ્ટ સુધી ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જોકે, રાજ્ય માટે ફ્લેશ ફ્લડની કોઈ ચેતવણી જાહેર કરવામાં આવી નથી. પહાડી વિસ્તારોમાં મુસાફરી કરતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. કાશ્મીરના કુપવાડામાં સોમવારે વાદળ ફાટ્યા બાદ આવેલા પૂરથી એક મહિલાનું મોત થયું. પોલીસે જણાવ્યું કે વાદળ ફાટવાને કારણે વિસ્તારમાં અચાનક પાણીનો તેજ પ્રવાહ આવી ગયો હતો. આ પછી સોમવારે બાંદીપોરામાં પણ એક વાદળ ફાટ્યું. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    E20 પેટ્રોલ વિરુદ્ધ કેજરીવાલની PM આવાસ સુધી માર્ચ:દિલ્હી પોલીસે કહ્યું- મંજૂરી નથી; પૂર્વ CMનો આરોપ- સરકાર ટ્રમ્પના દબાણમાં છે
    Next Article
    ‘હવે જો તું ટેમ્પો માંગીશ તો ટાંટીયા ભાંગી નાખીશ’:સગા મામાએ ભાણિયાનો ટેમ્પો કંપનીમાં ભાડે મૂકી માસિક ભાડું અપાવવાની લાલચ આપી ગીરવે મૂકી દીધો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment