Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંકુલોમાં જગ્યા હોવા છતાં બહાર પાર્કિંગ:કોર્ટ અને કલેક્ટર કચેરી પાસે પાર્કિંગની સમસ્યા વિકટ બની

    1 day ago

    જિલ્લા સેવા સદન (કલેક્ટર કચેરી) અને જિલ્લા કોર્ટ સંકુલમાં પાર્કિંગ માટે જગ્યા ઉપલબ્ધ હોવા છતાં યોગ્ય આયોજનના અભાવે દરરોજ અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ રહી છે. વાહનોના આડેધડ પાર્કિંગ તેમજ પાર્કિંગ વિસ્તારમાં થયેલા દબાણોના કારણે માર્ગો અવરોધાતા અરજદારો, વકીલો, કર્મચારીઓ અને અધિકારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કટોકટીના સમયે વાહન તાત્કાલિક બહાર કાઢવું પણ મુશ્કેલ બનતું હોવાની ફરિયાદ ઉઠી છે. દરરોજ મોટી સંખ્યામાં આ કચેરીઓમાં અરજદારો, વકીલો અને પક્ષકારો આવે છે. આ મુદ્દે કોંગ્રેસ સમિતિના વોર્ડ નં. 3ના પ્રમુખ મેહુલ પટેલે જિલ્લા વહીવટીતંત્રને રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે કલેક્ટર કચેરીને અડીને આવેલા પાર્કિંગ વિસ્તારમાં દબાણો દૂર કરીને પાર્કિંગ માટે યોગ્ય માર્કિંગ કરવામાં આવે તો હાલ ઉપયોગમાં ન આવતી જગ્યા કાર્યક્ષમ બની શકે. કોર્ટ સંકુલ, કલેક્ટર કચેરી અને પોસ્ટ ઓફિસમાં આવતા વાહનોનું પણ સુવ્યવસ્થિત પાર્કિંગ થઈ શકે તેમ છે. રજૂઆતમાં કલેક્ટર કચેરીની બહારના આડેધડ પાર્કિંગને પણ વ્યવસ્થિત કરવાની તેમજ બ્લોક પેવિંગ દ્વારા ઇકો-ફ્રેન્ડલી પાર્કિંગ વિકસાવવાની માંગ કરવામાં આવી છે. દરરોજ મોટી સંખ્યામાં આ કચેરીઓમાં અરજદારો, વકીલો અને પક્ષકારો આવે છે. તેમના વાહનો અને કર્મચારીઓના વાહનો માટે સંકુલમાં પાર્કિંગ વ્યવસ્થા સુધારવા તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી અરજદારોમાં માંગ ઉઠવા પામી છે.
    Click here to Read More
    Previous Article
    ‘હવે જો તું ટેમ્પો માંગીશ તો ટાંટીયા ભાંગી નાખીશ’:સગા મામાએ ભાણિયાનો ટેમ્પો કંપનીમાં ભાડે મૂકી માસિક ભાડું અપાવવાની લાલચ આપી ગીરવે મૂકી દીધો
    Next Article
    'Only Time I Saw Him Angry': Ex-Punjab Kings Coach Reveals Episode Involving KL Rahul

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment