Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીઠી મૂંઝવણ:મને માતૃત્વ ધારણ કરવાની તીવ્ર ઇચ્છા છે, પણ પતિ એ માટે માનતા જ નથી

    2 days ago

    મોહિની મહેતા પ્રશ્ન: મારા મિત્રને એક છોકરી ગમે છે, પરંતુ એ છોકરીને પહેલાંથી જ બીજા યુવાન સાથે સંબંધ છે. એવું પણ જાણવા મળ્યું છે કે એ યુવતીનાં લગ્ન એના પ્રેમી સાથે થવાના છે. મારો મિત્ર ખૂબ દુ:ખી છે અને ડિપ્રેશનમાં સરી પડ્યો છે. એને કઇ રીતે સમજાવવો? { એક યુવાન ઉત્તર: તમારા મિત્રને જે યુવતી ગમે છે, તેને બીજા યુવાન સાથે પ્રેમ છે અને તમારા જણાવ્યા મુજબ, એનાં લગ્ન પણ એના પ્રેમી સાથે થવાનાં છે. આટલું જાણ્યા પછી પણ જો તમારો મિત્ર એ યુવતી માટેથી દુ:ખી અને ડિપ્રેશનમાં રહેતો હોય, તો એને કોઇ સારા સાયકોલોજિસ્ટ પાસે લઇ જાવ. તેઓ એને આ અંગે યોગ્ય ટ્રીટમેન્ટ અને જરૂરી લાગશે તો એન્ટિ-ડિપ્રેશન્ટ દવાઓ પણ લખી આપશે. તે સાથે તમારા મિત્રને સમજાવવાનો પણ પ્રયત્ન કરો કે એ યુવતી ન મળી, તો એનાથી કોઇ વધારે સારી યુવતી મળી શકશે. એથી ડિપ્રેશન કે દુ:ખ અનુભવવાની જરૂર નથી. પ્રશ્ન: અમારાં લગ્નને ચાર વર્ષ થયાં. હજી પણ મારા પતિ ઇચ્છતા નથી કે અમારે સંતાન હોય. મને માતૃત્વ ધારણ કરવાની તીવ્ર ઇચ્છા છે, પણ પતિ આ માટે માનતા જ નથી. એમને કઇ રીતે મનાવવા? { એક મહિલા ઉત્તર: તમારાં લગ્નને ચાર વર્ષ થઇ ગયા છે અને હજી તો તમારા પતિ સંતાન ન ઇચ્છતા હોય તો તે માટેનું કારણ જાણવાનો પ્રયત્ન કરો. તમારા સાસરિયાંમાંથી કોઇ વડીલને વાત કરો અને તમને સંતાનપ્રાપ્તિની ઇચ્છા હોવાનું જણાવો. તે સાથે તમારા પતિ એ માટે માનતા નથી એ પણ જણાવો. કદાચ તેમના પરિવારજનો ખાસ કરીને વડીલોના કહેવાથી તમારા પતિ સંતાન માટે સંમત થાય અને તમે માતૃત્વ ધારણ કરી શકો. પ્રશ્ન: ઘણાં વર્ષો પહેલાં મારે એક યુવતી સાથે પ્રેમ હતો. એના લગ્ન અન્યત્ર થઇ ગયાં પછી મેં ક્યારેય એને મળવાનો પ્રયત્ન નથી કર્યો. થોડા દિવસ પહેલાં એ અનાયાસ મળી, ત્યારે મને ખબર પડી કે એણે તો છૂટાછેડા લઇ લીધા છે. એની વાત જાણ્યા પછી મારા મનમાં ફરી એને પામવાની ઇચ્છા જાગી છે. હું એને આ અંગે વાત કરું?{ એક યુવાન ઉત્તર: તમારી પ્રેમિકાનાં લગ્ન પછી તમે એને મળવાનું બંધ કર્યું, પણ હવે તમને ખબર પડી કે એણે છૂટાછેડા લીધા છે, તો તમને ફરી એની સાથે લગ્ન કરવાની ઇચ્છા જાગી છે. જોકે તમારે આના માટે સૌથી પહેલાં તમારી ભૂતપૂર્વ પ્રેમિકાની મરજી શું છે, તે પણ જાણવાની જરૂર છે. આ લગ્ન માટે તમારા પરિવારજનો સંમતિ આપશે કે નહીં, તે અંગે પણ પહેલાં જાણી લો. જો બધાની સંમતિ હોય અને તમારી ભૂતપૂર્વ પ્રેમિકા પુન:લગ્ન કરવા રાજી હોય તો તમે આગળ વધી શકો છો. પ્રશ્ન: મારી દીકરો અઢાર વર્ષનો છે. એ સતત મોબાઇલમાં જ વ્યસ્ત રહે છે. એ્ને અભ્યાસ અંગે કંઇ કહીએ, તો એવી દલીલ કરે છે કે હું પાસ થઇ જઇશ. તેની ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ સતત મોબાઇલમાં વ્યસ્ત રહેવાનું કારણ એ જણાવતો નથી. અમારે શું કરવું? { એક મહિલા ઉત્તર: અત્યારની પેઢીને મોબાઇલ અને ઇન્ટરનેટ મળે એટલે એ તમામ બાબતો વિસરી જાય છે. તમે દીકરાને અભ્યાસ અંગે કહો છો, તો એની દલીલ હોય છે કે પાસ થઇ જઇશ, પરંતુ અભ્યાસમાં માત્ર પાસ થવાનું જ પૂરતું નથી. ભવિષ્યમાં એ કોઇ ઉચ્ચ હોદ્દાની નોકરી મેળવી શકે તે માટે એણે અભ્યાસમાં મહેનત પણ કરવાની જરૂર છે. જો એ અત્યારે અભ્યાસમાં ધ્યાન નહીં આપે, તો એનું ભવિષ્ય અંધકારમય બની જશે. તમે એને મોબાઇલ ભલે લઇ આપ્યો, પરંતુ સાથોસાથ એ અભ્યાસ પ્રત્યે ધ્યાન આપે તેની કાળજી પણ રાખો એ જરૂરી છે. પ્રશ્ન: મારે સંતાનમાં એક જ દીકરો છે. પતિના અવસાન પછી એ્ને સારું ભણાવ્યો અને પગભર કર્યો, પરંતુ એણે એની પ્રેમિકા સાથે લગ્ન કરીને મારી સાથે કોઇ જાતનો સંબંધ રાખ્યો નથી. મને એના આવા વર્તનથી ખૂબ લાગી આવે છે કે આ દિવસ જોવા માટે મેં મારી જિંદગી એની પાછળ ઘસી કાઢી? મારે શું કરવું? { એક મહિલા ઉત્તર: માત્ર તમારી જ નહીં, અનેક માતા-પિતાની આવી ફરિયાદ હોય છે કે પોતાના દીકરાને મોટા કરે, ભણાવે-ગણાવે અને જ્યારે શાંતિથી સંતાનો સાથે રહેવાની ઉંમર થાય, ત્યારે એ જ દીકરાઓ માતા-પિતાને નિરાધાર કરી દે છે. તમારા દીકરાએ પણ એવું જ કર્યું છે. તમે એને પતિના અવસાન પછી ભણાવ્યો, પગભર કર્યો અને એ એને ગમતી યુવતી સાથે લગ્ન કરીને તમારી સાથેનો સંબંધ ભૂલી ગયો છે. તમને એનું દુ:ખ થાય એ સ્વાભાવિક છે, પરંતુ તમારા દીકરાને સમય આવ્યે પોતાની ભૂલ આપમેળે જ સમજાશે. પ્રશ્ન: મારાં લગ્ન થઇ ગયાં છે, પણ થોડા દિવસથી મારો ભૂતપૂર્વ પ્રેમી સંપર્કમાં આવવાથી મને સાસરામાં ગમતું નથી. પતિ મને સારી રીતે રાખે છે, પણ હવે એમનો પ્રેમ પણ નથી ગમતો. હું ફરી મારા પ્રેમી પાસે પાછી જવા ઇચ્છું છું. { એક યુવતી ઉત્તર: તમને સાસરામાં કોઇ જાતની તકલીફ નથી અને પતિ પણ સારી રીતે રાખે છે. તમને પ્રેમ કરે છે, પરંતુ હવે તમારો ભૂતપૂર્વ પ્રેમી તમારા સંપર્કમાં આવ્યો એટલે તમને આ બધું અણગમતું થઇ ગયું છે. તમને ફરી તમારા પ્રેમી પાસે જવાનું મન થાય છે, પણ એક વાત યાદ રાખો કે પ્રેમાળ પતિ અને સ્નેહસભર સાસરિયું છોડીને પ્રેમી પાસે જવાની તમારી ઇચ્છા યોગ્ય નથી. જો તમને તમારા પ્રેમી સાથે જ રહેવું હતું તો લગ્ન કરીને બીજા યુવાનની જિંદગી ખરાબ કરવાનો અર્થ નહોતો. તમારા માટે હિતાવહ એ જ છે કે તમે સાસરિયાં અને પતિ સાથે સારી રીતે રહો અને ભૂતકાળને ભૂલી જાવ.
    Click here to Read More
    Previous Article
    મૂડ માઈન્ડ:બધાની ભૂલોનું ભારણ… એક માના ખભા પર...!
    Next Article
    એકબીજાને ગમતાં રહીએ:કિશોર કુમારઃ ગંભીર અવાજવાળો રમૂજી માણસ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment