Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચમો વેદ:કોઈ પણ જાતનું મરચું કે તીખું ખાવાનું સદતું નથી, તીખાશ માટે રસોઈમાં શું વાપરવું?

    2 days ago

    વૈદ્ય પ્રેરક શાહ પ્રશ્ન: મારા નણંદની ઉંમર 78 વર્ષ છે. તેઓ છેલ્લા 15 વર્ષથી બ્લડપ્રેશરની દવા નિયમિત લે છે. જૂની કબજિયાત છે અને ક્યારેક પેટમાં ચૂંક પણ આવે છે. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી તેમને આખા શરીરમાં ખૂબ ખંજવાળ આવે છે. ખૂબ ખંજવાળવાથી શરીર પર લાલ ચકામા થઈ જાય છે. એલોપથીની દવા લેવાથી ઊંઘ આવી જાય છે અને દવાની અસર રહે ત્યાં સુધી જ રાહત મળે છે, ત્યારબાદ ફરી ખંજવાળ શરૂ થઈ જાય છે. આ બાબતે ખાવા-પીવામાં શું પરેજી રાખવી? છેલ્લા એક મહિનાથી ડૉક્ટરે તેમને ઘઉં બંધ કરાવ્યું છે.{ પ્રતિભા ત્રિવેદી, આણંદ ઉત્તર: આખા શરીરમાં લાંબા સમયથી ખંજવાળ થવાના કારણોમાં ત્વચાની શુષ્કતા, દવાઓની આડઅસર, એલર્જી તેમજ લીવર, કિડની કે થાઇરોઇડની તકલીફો પણ હોઈ શકે છે.હાલ પૂરતું તેમણે ખૂબ તીખું, ખાટું, તળેલું અને પેકેટવાળું ખાવાનું ટાળવું. ચકામાનો ફોટો પાડીને મોકલો તો વધુ ખ્યાલ આવે.આવા જ લક્ષણોવાળા શીતપિત્ત, ઉદર્દ અને કોઠ એવા ત્રણ રોગ આયુર્વેદમાં બતાવ્યા છે. મોર્ડનમાં આ લક્ષણો Urticaria (Hives) સાથે મળતા આવે છે. આટલી લાંબી તકલીફમાં કારણ શોધીને સારવાર કરાવવી વધુ જરૂરી છે. માત્ર ખંજવાળની દવા લેતા રહેવું યોગ્ય નથી. પ્રશ્ન: નાકમાં મસા થાય? થયા હોય તો એની કેવી રીતે ખબર પડે? એની કોઈ સારવાર થાય? { રાજીવ ઠાકોર ઉત્તર: હા, નાકની અંદર મસા (Nasal Polyp) થઈ શકે છે. તેમાં નાક સતત બંધ રહેવું, શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર શરદી થવી, નાકમાંથી સુગંધ ઓછી આવવી અથવા નાકમાંથી પાણી પડવું જેવા લક્ષણો જોવા મળે છે. પરંતુ દરેક નાક બંધ થવાનું કારણ મસા જ હોય એવું નથી. નાકની અંદર તપાસ કરીને જ તેનું નિદાન થઈ શકે છે. જરૂર પડે તો એક્સ-રે, નાસલ એન્ડોસ્કોપી અથવા CT સ્કેન કરાવવામાં આવે છે. આયુર્વેદમાં યોગ્ય નિદાન બાદ ઔષધો અને જરૂરિયાત મુજબ નસ્યકર્મથી પણ લાભ મળી શકે છે. પ્રશ્ન: મને ડૉક્ટરે GERD રોગનું નિદાન કરેલું છે. આ રોગ વિશે મને સમજવું છે. તેની આયુર્વેદિક સારવાર હોય તો જણાવશો.{ પ્રફુલ્લ જાધવ ઉત્તર: પેટમાં રહેલું એસિડ અથવા ખોરાક વારંવાર ઉપરની તરફ અન્નનળીમાં આવે તેને GERD (Gastroesophageal Reflux Disease) કહે છે. તેના કારણે છાતીમાં બળતરા, ખાટા ઓડકાર, ગળામાં બળતરા કે ખોરાક ઉપર આવતો હોય તેવી તકલીફ થઈ શકે છે. નિયમિત સમયે થોડું-થોડું જમવું, જમ્યા પછી તરત ન સૂવું, રાત્રે મોડું જમવાનું ટાળવું અને તીખું, તળેલું, ખૂબ ખાટું તથા વધુ ચા-કોફી ઓછાં કરવાં. યોગ્ય ડાયેટ અને લાઈફસ્ટાઇલની સાથે આયુર્વેદિક ઔષધોથી પણ લાભ થઈ શકે છે. કેટલાક દર્દીઓમાં વિરેચન જેવી પંચકર્મ સારવાર પણ ઉપયોગી બની શકે છે. પ્રશ્ન: મારી ઉંમર ૩૨ વર્ષ છે અને મારી પિત્તપ્રકૃતિ છે. મને તીખું ખાવાનું સદતું નથી. હું લાલ કે લીલું, કોઈ જાતનું મરચું ખાઈ શકતી નથી. તો તીખાશ માટે મારે રસોઈમાં શું વાપરવું? { કાજલ કંસારા ઉત્તર: પિત્તપ્રકૃતિ ધરાવતા લોકોને મરચાં અને વધુ તીખા પદાર્થોથી બળતરા, એસિડિટી કે અન્ય તકલીફ થઈ શકે છે. રસોઈમાં તીખાશ માટે મરચાંના બદલે ત્રિકટુનો મર્યાદિત ઉપયોગ કરી શકાય છે. મરચાં મૂળ ભારતીય દ્રવ્ય નથી. તેને ભારતમાં વિદેશીઓ (મોટેભાગે પોર્ટુગીઝો) લાવ્યા. આયુર્વેદના પ્રાચીન ગ્રંથોમાં તીખા સ્વાદ માટે ફક્ત ત્રિકટુનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્રિકટુમાં સૂંઠ, મરી અને લીંડીપીપરનો સમાવેશ થાય છે. આજના સમયમાં મરચાંનો વધુ પડતો ઉપયોગ અને તીખા, ગરમ મસાલાવાળા ખોરાકને કારણે જોવા મળતી એસિડિટી, છાતીમાં બળતરા અને પાચનતંત્રની તકલીફો અગાઉની સરખામણીમાં વધી ગઈ છે ત્યારે જો મરચાં અનુકૂળ ન આવતાં હોય તો તીખાશ માટે મરચાંના બદલે યોગ્ય પ્રમાણમાં ત્રિકટુનો ઉપયોગ કરી શકાય. પ્રશ્ન: મને હાલમાં જ ડાયાબિટીસ હોવાનું નિદાન થયું છે. મારા વૈદ્યે મને કોઈ દવા શરૂ કરી નથી, પરંતુ નિયમિત કસરત અને ડાયટ કરવાની સલાહ આપી છે. લોકો કહે છે કે જાંબુ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તો મારે જાંબુ ખાવાં જોઈએ કે જાંબુના ઠળિયાનો પાવડર લેવો જોઈએ? { મુકેશ પરીખ ઉત્તર: જાંબુ ડાયાબિટીસના દર્દીઓ માટે સામાન્ય રીતે યોગ્ય ફળ માનવામાં આવે છે. આ ઋતુમાં મળતાં તાજાં જાંબુ મર્યાદિત પ્રમાણમાં ખાઈ શકાય. પરંતુ માત્ર જાંબુ ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય છે એવું માનવું યોગ્ય નથી. જાંબુના ઠળિયાનો પાવડર પણ આયુર્વેદમાં પ્રમેહ અને મૂત્રસંબંધિત તકલીફોમાં ઉપયોગમાં લેવાય છે. પરંતુ માત્ર લોકો કહે છે તેથી ઠળિયાનો પાવડર શરૂ કરવો યોગ્ય નથી. તમારા વૈદ્યે હાલમાં દવા વગર ડાયેટ અને લાઈફસ્ટાઇલમાં ફેરફારની સલાહ આપી છે, તેથી તેમની સલાહનું પાલન કરો અને નિયમિત ફોલોઅપ કરાવતા રહો. જરૂર પડે ત્યારે જ દવા શરૂ કરવી કે નહીં તે રિપોર્ટ અને તમારી સ્થિતિ પ્રમાણે નક્કી થાય.
    Click here to Read More
    Previous Article
    જ્ઞાન-વિજ્ઞાન:PCOSનાં નિદાન પછી આટલું ધ્યાન રાખવું અનિવાર્ય
    Next Article
    મૂડ માઈન્ડ:બધાની ભૂલોનું ભારણ… એક માના ખભા પર...!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment