Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જ્ઞાન-વિજ્ઞાન:PCOSનાં નિદાન પછી આટલું ધ્યાન રાખવું અનિવાર્ય

    2 days ago

    ડૉ. વિજય દવે ગાયનેકોલોજીસ્ટ એક વાર PCOSનું નિદાન કરી દે પછી શરૂ થાય છે સારવાર. પીસીઓએસના તમામ દર્દીઓએ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે, આ રોગ કંટ્રોલેબલ છે કયોરેબલ નથી. ઉપરાંત પીસીઓડી એ એક સામાન્ય પરિસ્થિતિ છે જ્યારે પીસીઓએસ એક અસાધારણ બિમારી છે. પીસીઓએસ એક જટિલ હોર્મોનલ અને એન્ડોક્રાઇન રોગ છે. આ રોગમાં પુરુષ હોર્મોનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. (જેનાથી ઓવરીની ઈંડાં બનાવવાની અને મુક્ત કરવાની પ્રક્રિયા પ્રભાવિત થાય છે.) આ એક ગંભીર રોગ એટલા માટે છે કે, તેનાથી શરીરનાં અન્ય અંગો પ્રભાવિત થતા ટાઈપ-2 ડાયાબિટીસ, હૃદયરોગ-હાઈ બ્લડપ્રેશરની સમસ્યા થવા ઉપરાંત ગર્ભધારણમાં મુશ્કેલી સર્જય છે. સ્ત્રીઓમાં તેનું પ્રમાણ ઓછું હોવા છતાં તે નુકશાનકારક વધુ છે. જ્યારે પીસીઓડીમાં ઉપર જણાવેલી પરિસ્થિતિઓ નથી હોતી. પીસીઓડી ક્યોરેબલ છે. પીસીઓડીની ખાસ સારવારની જરૂર પડતી નથી. જીવન શૈલીમાં બદલાવ, હેલ્ધી ડાયટ, નિયમિત યોગ અને કસરત તેમજ વજનને કાબુમાં રાખવાથી તે મટી શકે. જ્યારે પીસીઓએસમાં જીવનશૈલીમાં બદલાવ સાથે દાક્તરી સારવાર (હોર્મોન સંતુલન માટેની અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઘટાડવાની દવાઓ) લેવી પડે. પીસીઓએસની સારવાર અને ઉપાયો • મેંદો, ખાંડ, જંકફુડ અને પેકેજડ ફુડ સંદંતર બંધ કરવા.(તે કોલેસ્ટેરોલ વધારશે, હ્દયરોગને નોતરશે.) • લીલા શાકભાજી, ઋતુ અનુસાર ફળો, ફણગાવેલા કઠોળ (વિટામિન ઇ મળશે),જુવાર, બાજરી, ઓટ્સ (સુગર નિયંત્રણમાં રાખશે) જેવા આખા અને ફાઇબરવાળા ખોરાક લો. • બદામ (મેગ્નેશિયમ મળશે), કાચી અળસી (સારું કોલેસ્ટેરોલ વધારી અને ખરાબ કોલેસ્ટેરોલ ઘટાડી હદયરોગનું જોખમ ઘટાડશે) અને અખરોટ (એન્ટિ ઓક્સિડન્ટ આપશે) લો. • તમને ગમતી કસરત રોજ 30 મિનિટ કરો. યોગ અને પ્રાણાયામ કરો. ઝડપથી ચાલવાની ટેવ પાડો. વજનમાં 5થી 10%નો ઘટાડો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. • રોજ 7થી 8 કલાક જેટલી ગાઢ ઊંઘ લો. (મગજમાં હેપી હોર્મોન્સનો સ્ત્રાવ વધતા જીવનમાં પોઝિટિવિટી આવશે) • ઉપર મુજબ જીવનશૈલી બદલવા છતાં જો ધાર્યા પરિણામ ન મળે તો ગાયનેકોલોજીસ્ટ યોગ્ય સારવાર શરૂ કરે છે. જો ગર્ભધારણ કરવો હોય તો તેની સારવાર શરૂ કરાય છે. જો તમને પીસીઓએસના લક્ષણો દેખાય તો ભળતી સળતી દવાઓ, નુસખા કે નોન મેડિકોની સલાહ લીધા વગર તુરંત જ કવોલિફાઇડ ગાયનેકોલોજીસ્ટની સલાહ/સારવાર લેશો. જરૂર પડે તેઓ એન્ડોક્રિનોલોજીસ્ટને પણ સારવારમાં જોડશે. સમયસરની યોગ્ય સારવારથી હૃદયરોગ કે ડાયાબિટીસ જેવી બિમારીઓથી બચી સુખમય જીવન પસાર કરી શકાય છે.
    Click here to Read More
    Previous Article
    ફેશન:વ્યસ્ત મહિલાઓ માટે ઝટપટ સ્ટાઇલિંગ આઇડિયા
    Next Article
    પાંચમો વેદ:કોઈ પણ જાતનું મરચું કે તીખું ખાવાનું સદતું નથી, તીખાશ માટે રસોઈમાં શું વાપરવું?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment