Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેશન:વ્યસ્ત મહિલાઓ માટે ઝટપટ સ્ટાઇલિંગ આઇડિયા

    2 days ago

    આજની મહિલા અનેક જવાબદારીઓ સાથે આગળ વધી રહી છે. ઓફિસ, ઘર, પરિવાર અને પોતાની જાત માટે સમય કાઢવાની દોડધામ વચ્ચે ઘણી વખત તૈયાર થવા માટે પૂરતો સમય મળતો નથી. પરંતુ સ્ટાઇલિશ દેખાવા માટે કલાકો સુધી અરીસા સામે ઊભા રહેવાની જરૂર નથી. થોડું આયોજન, સ્માર્ટ પસંદગી અને કેટલીક ફેશન ટેક્નિક્સ અપનાવીને વ્યસ્ત દિવસોમાં પણ સુંદર લુક મેળવી શકાય છે. ફેશનનો અર્થ માત્ર નવા કે મોંઘા કપડાં ખરીદવા પૂરતો નથી. વ્યસ્ત મહિલાઓ માટે સ્માર્ટ સ્ટાઇલિંગનો મંત્ર છે… ઓછા સમયમાં વધુ સુંદર દેખાવ. સ્માર્ટ વોર્ડરોબથી શરૂઆત કરો સારી ફિટિંગવાળી જીન્સ, સફેદ શર્ટ, બ્લેક પેન્ટ, સોલિડ કલરના કુર્તા, એક એલિગન્ટ બ્લેઝર અને આરામદાયક સાડી જેવી બેઝિક વસ્તુઓ કબાટમાં હોવી જોઈએ. આવા કપડાંને અલગ-અલગ રીતે સ્ટાઇલ કરીને અનેક નવા લુક બનાવી શકાય છે. ‘ગો-ટુ આઉટફિટ્સ’ તૈયાર રાખો દરેક મહિલાના વોર્ડરોબમાં કેટલાક એવા આઉટફિટ્સ હોવા જોઈએ જે પહેરતા જ લુક તૈયાર થઈ જાય. જેમ કે ઓફિસ માટે કુર્તા-પેન્ટ સેટ, મીટિંગ માટે ટ્રાઉઝર સાથે શર્ટ અથવા બહાર જવા માટે કેઝ્યુઅલ ડેનિમ લુક. ઓછો સમય હોય ત્યારે આ તૈયારી તમને કામ આવશે. એક જ આઉટફિટને આપો અલગ અંદાજ સ્માર્ટ સ્ટાઇલિંગની ખાસિયત એ છે કે એક જ કપડાને અલગ રીતે રજૂ કરી શકાય. ઓફિસમાં પહેરેલી સાદી કુર્તીને સાંજે સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ, સુંદર દુપટ્ટા અથવા હીલ્સ સાથે પાર્ટી લુક આપી શકાય છે. એ જ શર્ટને જીન્સ સાથે કેઝ્યુઅલ અને પેન્ટ સાથે ફોર્મલ લુક આપી શકાય છે. રંગોની પસંદગીથી વધારશો સ્ટાઇલ વ્હાઇટ સાથે પેસ્ટલ શેડ્સ, બ્લેક સાથે ગોલ્ડન ટચ, બેજ સાથે બ્રાઉન અથવા ડેનિમ સાથે બ્રાઇટ કલર ખૂબ જ એલિગન્ટ લાગે છે. ન્યુટ્રલ કલરના કપડાં વધુ રાખવાથી તેને અલગ-અલગ એક્સેસરીઝ સાથે નવા અંદાજમાં પહેરી શકાય છે. એક્સેસરીઝથી લુકમાં લાવો ફેરફાર સુંદર ઘડિયાળ, નાજુક ઇયરિંગ્સ, સ્કાર્ફ, સ્ટાઇલિશ બેગ અથવા બ્રોચ જેવી વસ્તુઓ સામાન્ય આઉટફિટને પણ ખાસ બનાવી શકે છે. હેરસ્ટાઇલ રાખો સરળ પણ સ્ટાઇલિશ સરળ અને ગોઠવાયેલી હેરસ્ટાઇલ પસંદ કરો. લો બન, નીટ પોનીટેલ, હાફ ક્લચ અથવા સુંદર હેરબેન્ડ સાથે ઓપન હેર જેવા વિકલ્પો ઓછા સમયમાં પણ આકર્ષક લાગે છે. ફેશન ઇમરજન્સી કિટ રાખો નાની ફેશન કિટ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેમાં સેફ્ટી પિન, હેર ટાઇ, નાની કાંસકી, લિપ કલર, કોમ્પેક્ટ, પરફ્યુમ અને નાની જ્વેલરી રાખી શકાય. અચાનક જરૂર પડે ત્યારે આ નાની વસ્તુઓ ખૂબ કામ આવે છે. શૂઝ અને બેગને ન આપો અવગણના યોગ્ય શૂઝ અને બેગ આખા લુકને પૂર્ણ બનાવે છે. રોજિંદા ઉપયોગ માટે આરામદાયક ફૂટવેર અને એક ક્લાસિક હેન્ડબેગ એવી વસ્તુઓ છે જે મોટાભાગના આઉટફિટ સાથે સરળતાથી મેચ થઈ જાય છે. ફેશન એક્સપર્ટના 5 સિક્રેટ્સ 1 ફિટિંગ છે ફેશનની પહેલી શરત: મોંઘા કે ડિઝાઇનર કપડાં કરતાં પણ વધુ મહત્વનું છે યોગ્ય ફિટિંગ. 2 કબાટમાં રાખો કલર પેલેટ તમારા પર સુંદર લાગતા કેટલાક રંગો પસંદ કરો અને વોર્ડરોબને તે મુજબ ગોઠવો. 3 ઓવરઓલ લુક પર ધ્યાન સુંદર દેખાવા માટે વધારે જ્વેલરી, મેકઅપ કે ડિઝાઇનની જરૂર નથી. યોગ્ય સંતુલન જ સોફિસ્ટિકેટેડ લુક આપે છે. 4 સ્ટેટમેન્ટ પીસની પસંદગી દરેક લુકમાં એક એવી વસ્તુ રાખો જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને. જેમ કે સ્ટાઇલિશ હેન્ડબેગ, સુંદર ઇયરિંગ્સ, કલરફુલ સ્કાર્ફ અથવા ડિઝાઇનર જેકેટ. 5 પોતાની સ્ટાઇલને ઓળખો ફેશન ટ્રેન્ડ બદલાતા રહે છે, પરંતુ પોતાની ઓળખવાળી સ્ટાઇલ હંમેશા ખાસ રહે છે. તમને શું વધુ શોભે છે તે ઓળખો.
    Click here to Read More
    Previous Article
    પહેલું સુખ તે...:તન-મન માટે જરૂરી છે થોડો કંટાળો
    Next Article
    જ્ઞાન-વિજ્ઞાન:PCOSનાં નિદાન પછી આટલું ધ્યાન રાખવું અનિવાર્ય

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment